UNCATEGORIZED

આમોદ નગરપાલિકાને રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિભાગે મંજૂરી વગર ખોદકામ કરી પાઈપલાઈન નાખતા નોટીસ ફટકારી..

ગેરકાયદેસર પાઈપલાઈન નાખવાની પાલિકાની કરતૂતની જાણ જિલ્લા કલેકટર તેમજ આમોદ મામલતદારને પણ કરાઈ

આમોદ

રિપોર્ટર – જાવીદ મલેક

આમોદ નગરપાલિકા વિસ્તારમાંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ ૬૪ ઉપર આમોદ પાલિકાએ રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિભાગની મંજૂરી વગર ગેરકાયદેસર ડામર રોડ તોડી પાઈપલાઈન નાખતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિભાગ દ્વારા આમોદ નગરપાલિકાને નોટીસ ફટકારી પાઈપલાઈન કાઢી નાખવા જણાવતા પાલિકાના સત્તાધીશોમા ફફડાટ ફેલાયો હતો.વધુમાં નગરજનોમાં ચિંતાનો વિષય બન્યો છે લાખો રૂપિયાના ખર્ચે આ પાઈપલાઈનનુ બિલનું ચુકવણું પણ થઈ ગયું છે તો પછી આ પાઈપલાઈનનુ નિકરતુ ગંદુ પાણી હજુ સુધી કેમ જાહેર રસ્તાઓની આજુબાજુ અને ધાર્મિક સ્થળોની આસપાસ વહેતુ થાય છે એ પણ એક ગંભીર સવાલ છે મળતી માહિતી મુજબ આમોદ નગરપાલિકા વિસ્તારમાંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં.૬૪ ઉપર ડામરવાળો રોડ ખોદીને આમોદ પાલિકાએ રાષ્ટ્રિય ધોરીમાર્ગ વિભાગ ભરૂચની મંજૂરી મેળવ્યા વગર ગેરકાયદેસર રીતે વર્ષ ૨૦૧૭-૧૮ ના ૧૪માં નાણાંપંચની ગ્રાન્ટ હેઠળ ૧૪,૮૦,૫૭૮ રૂપિયાની પાઇપલાઇન નાખી હતી. રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિભાગ ભરુચે નોટિસમાં જણાવ્યું હતું કે આમોદમાં આવેલી મારુતિ સો રૂમથી હોટેલ ટેસ્ટી સુધી ગેરકાયદેસર મંજૂરી વગર આમોદ પાલિકાએ ખોદકામ કરી ડામર રોડ તોડી નાખી પાઇપલાઇન નાખી હતી.જેના કારણે અનેક વાહનો ફસાયા હતા અને અકસ્માતની સંભાવના વ્યક્ત કરી હતી. જેથી ગેરકાયદેસર નાખેલી પાઇપલાઇન દૂર કરવામાં આવે જે અંગે પાલિકાને નોટિસ ફટકારવામાં આવી હતી. આમ આમોદ પાલિકા શાસકોના અણઘડ અને તકલાદી કાર્યપદ્ધતિને કારણે મોટા વાહનો ફસાતા વાહન માલિકોને ભારે નુકશાન વેઠવું પડ્યું હતું. ત્યારે રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં ૬૪ ના ભરૂચ વિભાગે આમોદ પાલિકાને નોટીસ ફટકારી પાલિકા સત્તાધીશોના કરતૂતોની જાણ ભરૂચ જિલ્લા કલેકટર તેમજ આમોદ મામલતદારને પણ કરી પાલિકા સત્તાધીશોનો કાન આમળ્યો હતો.

વધુમાં આ વિશે નગરપાલિકાના ચીફ ઓફિસરને પત્રકાર દ્વારા મીડિયા સમક્ષ સવાલ જવાબ પૂછતાં તેમનાથી પત્રકારને જવાબ ન અપાતા પટાવાણાને બોલાવી બહાર કાઢી મુકવાનું પણ કહ્યું હતું…

Related Articles

Back to top button