અમદાવાદ
અમદાવાદના વાસણા જી.બી.શાહ કોલેજ થી ન્યૂવાસણા વિસ્તારને જોડતો જે મુખ્ય એકજ રસ્તો છે જેની કામગીરી ૩ વષૅથી ચાલી રહી છે જેના કારણે સ્થાનિક લોકોને અનેક સમસ્યાઓ થી હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, ત્યારે ભાજપના ચુંટાયેલા કોર્પોરેટર સ્થાનિક લોકો ની સમસ્યા અંગે કોઈ ધ્યાન આપતા નથી સ્થાનિક લોકો દ્વારા અનેક વાર AMC કોર્પોરેશન માં અને કોર્પોરેટર ને આ બાબતે અનેક રજૂઆતો કરી છે છતાં પણ તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેવું સ્થાનિક લોકો દ્વારા કહેવામાં આવી રહ્યું છે,ત્યારે આમ આદમી પાર્ટી ના વાસણા વોર્ડ મહિલા પ્રમુખને આ બાબતે જાણ થતા સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક સાથે અને કોરોના વાયરસ ના ફેલાય તે ધ્યાનમાં રાખીને અનોખો વિરોધ પ્રદર્શન કર્યો, ન્યૂવાસણા વિસ્તારમાં રોડ રસ્તા અને ગટર ડ્રેનેજ લાઈનનું ૩ વષૅથી ધીમી ગતિએ ચાલી રહેલ કામગીરી ને લઇને તથા ખરાબ રોડ રસ્તા માટે આમ આદમી પાર્ટી દ્વારા અનોખો વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું, આમ આદમી પાર્ટી અમદાવાદ શહેર પશ્ચિમ ઝોન મહામંત્રી જૈમિનભાઈ દવે ,વાસણા વોર્ડ મહિલા પ્રમુખ ચાંદનીબેન દવે ,ઉપપ્રમુખ ડિમ્પલબેન બારડ તથા યુવા પ્રમુખ વિશાલભાઈ મહેતા દ્વારા ન્યૂવાસણા વિસ્તારમાં જેટલી જગ્યાઓ ઉપર ખાડા હતા ત્યા ખાડામાં વૃક્ષો રોપણ કરવામાં આવ્યું તથા પ્લેકાડૅ ના માધ્યમથી AMC સામે વિરોધ દર્શાવ્યો અને જો રોડ રસ્તા સરખા નઈ થાય તો અનશન ઉપર બેસવાની AMC ને ચિમકી આપી હતી.