गुजरात

આમોદમાં ભ્રષ્ટાચારી દુકાન સંચાલકને માત્ર સાત હજાર નો દંડ ફટકારી સંતોષ માનતા પુરવઠા તંત્ર સામે ગરીબોમાં રોષ.

ગરીબ મહિલાને ઓછું અનાજ આપતાં પુરવઠા મામલતદારે કાર્યવાહી હાથ ધરી હતી.

આમોદ

રિપોર્ટર – જાવીદ મલેક.

આમોદમાં ગરીબ રેશનકાર્ડ ધારકોને ઓછું અનાજ આપી દુકાન સંચાલકો ભ્રષ્ટ તંત્રના છુપા આશીર્વાદથી ગરીબોનું અનાજ સગેવગે કરી ઓહીયા કરી જાય છે. જેની ફરિયાદ આમોદના જાગૃત નાગરિકોએ મામલતદારને જાણ કરતા પુરવઠા મામલતદારે પંચનામાં સહિતની કાર્યવાહી કરી જિલ્લા પુરવઠા અધિકારીને રીપોર્ટ કર્યો હતો. જેના આધારે જિલ્લા પુરવઠા અધિકારીએ ભ્રષ્ટ દુકાન સંચાલકને માત્ર સાત હજારનો દંડ કરી સંતોષ માની લેતા ગરીબ રેશનકાર્ડ ધારકોમાં પુરવઠા તંત્ર સામે છૂપો રોષ જોવા મળ્યો હતો. મળતી માહિતી મુજબ આમોદના દુકાન સંચાલક કોકિલાબેન વિનોદભાઈ પટેલની દુકાન ઉપરથી ૧૮ જૂનના રોજ લખીબેન શિવભાઈ રાઠોડ પોતાને મળતું અનાજ લેવા માટે ગયા હતા. જેઓ અભણ અને ગરીબ છે.ત્યારે આમોદના દુકાન સંચાલક કોકિલા પટેલે તેમને મળવાપાત્ર કરતા ઓછું અનાજ આપ્યું હતું. જેની જાણ આમોદના જાગૃત નાગરિકોને થતા તેમણે તુરંત આમોદ મામલતદારને ઘટનાની જાણ કરી હતી. જેથી આમોદ મામલતદારે પુરવઠા મામલતદારને મોકલી આપી કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપી હતી.ત્યારે રેશનકાર્ડ ધારક લખીબેન રાઠોડને અનાજની કૂપનમાં ૩૫ કિલો ઘઉં ૧૫ કિલો ચોખા ૧.૭૫૦ કી.ગ્રામ ખાંડ તેમજ ૨ કિલો ચણા આપવાનું હતું જે બાબતે દુકાન સંચાલકે રેશનકાર્ડમાં તે મુજબનો જથ્થો પણ નોંધી દીધો હતો. પરંતુ લખીબેન પોતે અભણ અને ગરીબ હોય તેમને મળવાપાત્ર કરતા ઓછું અનાજ આપ્યું હતું.જેમાં તેમને ૧૫ કિલો ઘઉં ૮ કિલો ચોખા એક કિલો ખાંડ અને એક કિલો ચણા આપ્યા હતા. જે આમોદના પુરવઠા મામલતદાર કિંજલબેન પરમારે વજન કાંટા ઉપર તોલી ખરાઈ કરી હતી ત્યારબાદ પંચનામું કરી દુકાન સંચાલક વિરૂદ્ધ કાર્યવાહી કરી જિલ્લા પુરવઠા અધિકારી ભરૂચને રીપોર્ટ કર્યો હતો જેના અનુસંધાને જિલ્લા પુરવઠા અધિકારીએ આમોદના દુકાન સંચાલક કોકિલા પટેલને માત્ર ૭૦૦૦ હજારનો દંડ કરી સંતોષ માનતા ગરીબ દુકાન રેશનકાર્ડ ધારકોમાં પુરવઠા તંત્ર સામે છૂપો રોષ જોવા મળ્યો હતો. આમોદના પુરવઠા મામલતદાર કચેરીના સૂત્રોના જણાવ્યા મુજબ દુકાન સંચાલક સામે માત્ર પુરવઠામાં વધઘટ આવતા કાર્યવાહી કરી દંડ ફટકારવામાં આવ્યો છે. દુકાન સંચાલક સામે હજુ બીજી તપાસ ચાલુ છે.આમોદના સરકારી દુકાન સંચાલકની ઉપર પુરવઠા વિભાગના દરોડા પડતા ભ્રષ્ટાચાર કરતા સંચાલકોમાં ફફડાટ. આમોદમાં દુકાન સંચાલક તરફથી અભણ અને ગરીબ માહિલાને ઓછું અનાજ આપતા મીડિયામાં સમાચાર પ્રસારિત થયા હતા. અને જિલ્લા પુરવઠા અધિકારીને તંત્ર દ્વારા ફરિયાદ પણ કરવામાં આવી હતી. જે બાબતે જિલ્લા પુરવઠા અધિકારીએ આમોદના દુકાન સંચાલક કોકિલા પટેલના અનાજના પુરવઠામાં વધઘટ જણાતાં માત્ર ૭૦૦૦ હજારનો દંડ ફટકારી સંતોષ માન્યો હતો. ત્યારે ગરીબોમાં રોષ જોવા મળ્યો હતો. ત્યારબાદ ગતરોજ જિલ્લા પુરવઠા અધિકારીની ટીમ સાથે આમોદના પુરવઠા મામલતદાર કિંજલ પરમારે ભ્રષ્ટાચારી દુકાન સંચાલકની દુકાન ઉપર દરોડા પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા અન્ય દુકાન સંચાલકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો.

Related Articles

Back to top button