સુરત : લાજપોર જેલમાં નારાયણ સાંઈની બેરેક પાસેથી મોબાઇલ મળી આવ્યો, 5 કેદી સામે ગુનો દાખલ
ગુજરાતની સૌથી હાઈટેક જેલ ફરી વિવાદમાં આવી છે. અહીંયા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા આરોપીને રાખવામાં આવે છે, પણ આ જેલને મોબાઇલ શોપ પણ કહી શકાય કારણ કે છાસ વારે મોબાઈલ ફોન મળી આવતા હોય છે. ત્યારે ગતરોજ ચેકિંગ દરમિયાન નારાયણ સાઈની બેરેક પાસેથી મોબાઈલ ફોન મળી આવતા પોલીસે નારાયણ સાઈ સહીત 5 આરોપી સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. લાજપોર ગુજરાતની સૌથી હાઈટેક જેલમાં ગણવામાં આવે છે. સુરત ની આ જેલ લાજપોર ને જેલ કહેવી કે મોબાઇની શોપ તે સમજવું મુશ્કેલ પડી રહ્યુ છે.કારણકે આ હાઇટેક જેલમાંથી અવાર નવાર મોબાઇલ ફોન મળી આવવાની ઘટના બનતી હોય છે, ત્યારે ગતરોજ જેલમાંથી ફરી એકવાર મોબાઇ ફોન મળી આવ્યો છે.
આઆરોપીના બેરેકમાં ટોઇલેટના ડોર પાસેથી 1 મોબાઇલ મળ્યો હતો. આ મોબાઇલ બળાત્કારના ગુનામાં આજીવન કેદની સજા પામેલો નારાયણ સાંઇ સહિત 5 પાકાકામના કેદીઓ ઉપયોગ કરતા હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી હતી. . જેના આધારે પોલીસે બળાત્કારના ગુનાનો આરોપી નારાયણ સાંઇ, સુરત ગેંગરેપનો આરોપી તારીક કૂતુબુદ્દીન સૈયદ, અમદાવાદમાં હત્યાનો આરોપી મુસ્તાક આલમ પરમાર, પરેશ ઉર્ફે પાંચા જોગદીયા અને નવીન દલપત ગોહિલ સામે ગુનો નોંધ્યો છે.