गुजरात

અમદાવાદ: પતિની નફ્ફટાઈ, ‘એસીનું બિલ ઓછું આવે એટલે ભાણી સાથે કપડાં વગર સુઈ ગયો હતો’

અમદાવાદ: શહેરના ધનાઢય પરિવાર નો એક કિસ્સો પોલીસમથકે પહોંચ્યો છે. એક પરિણીતાએ તેના સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાવી છે. પરિણીતાનો પતિ બિલ્ડીંગ કન્સ્ટ્રકશન નું કામ કરી સારું કમાતો હોવા છતાંય હનીમૂન ગયા બાદ ખર્ચના પાંચ લાખ લાવવા પત્ની પર દબાણ કરતો હતો. આટલું જ નહીં મહિલાની એક દીકરીના જન્મ બાદ 15 દિવસમાં મૃત્યુ થતા નણંદ સહિતના લોકો મહિલાને અને તેના પતિને મર્યાદા રાખવાનું કહેતા અને નણંદની દીકરી સાચવવાનું કહી તેની મા બનીને રહેવાનું કહેતા હતા. આટલું જ નહીં નણંદ ની દીકરી જ્યારે આ પરિણીતા પિયર જાય ત્યારે તેના મામા સાથે સુઈ જતી અને સવારે પરિણીતા જોવે તો તેના આંતર વસ્ત્રો બેડ નીચેથી મળી આવતા હતા. આટલું જ નહીં ભાણી અવાર નવાર શોર્ટ્સ અને ડીપ નેક ના કપડા પહેરી મામા સામે આવી માસિક ની વાતો કરી અણછાજતું વર્તન કરતી હોવાનો આરોપી પરિણીતાએ લગાવ્યો છે. સમગ્ર બાબતોથી કંટાળી મહીલાએ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

મહિલા હાલ પુત્ર અને માતા સાથે રહે છે

શહેરના સેટેલાઇટ વિસ્તારમાં રહેતી 45 વર્ષીય મહિલા ના લગ્ન વર્ષ 2003માં વડોદરાના માંજલપુર ખાતે રહેતા યુવક સાથે થયા હતા. હાલ મહિલા તેના 13 વર્ષના પુત્ર, માતા અને ભાઈ સાથે રહે છે. લગ્ન બાદ મહિલાનો પતિ હનીમૂન લઈ ગયો તો તેનો પાંચ લાખ રૂપિયા ખર્ચ મહિલાને તેના પિયરમાંથી લઈ આવવા કહીને ત્રાસ આપતો હતો. આ મહિલાએ લગ્ન બાદ એક દીકરીને જન્મ આપ્યો હતો પણ હૃદય ની બીમારીના કારણે 15 દિવસમાં તેનું મૃત્યુ થયું હતું. જ્યારે જ્યારે આ મહિલા તેના પિયર જાય ત્યારે તેની નણંદ અને તેની દીકરી રહેવા આવતા અને દાગીના કપડા કબાટ ખોલી પહેરી લેતા અને બધું વેર વિખેર કરી નાખતા હતા. આ બાબતે મહિલા પતિને કહે તો તેને ત્રાસ આપતો અને માંજલપુરમાં વધારે ચોર ફરે છે કહીને દાગીના સાસરિયાઓ પહેરવા આપતા નહીં.

જેઠ મહિલા પર ખરાબ નજર રાખી જાસૂસી કરતો

મહિલાનો પતિ ઘરે ના હોય ત્યારે તેનો જેઠ તેની પર ખરાબ નજરે જોતો અને ચા પીવા આવવાના બહાને મહિલા શુ કામ કરે છે ક્યાં જાય છે તેની જાસૂસી કરતો હતો. સાસરિયાઓ મહિલાને પૈસા માટે ઘર માંડ્યું છે કહીને ત્રાસ આપતા હતા. આટલું જ નહીં નણંદ ની દીકરી હોવાથી અને મહિલાની દીકરીનું અવસાન થયું હોવાથી સાસરિયાઓ આ નણંદની દીકરીની મા થઈને રહેવાનું કહી મહિલાને અને તેના પતિને મર્યાદા રાખવાનું કહી જ્યાં જાય ત્યાં આ નણંદની દીકરીને લઈ જવાનું અને તેના માટે કઈ વસ્તુ લાવવાનું કહી દબાણ કર્યા કરતા હોવાનો આક્ષેપ મહિલાએ કર્યો છે.

પતિ અને ભાણી અભદ્ર વર્તાવ કરતા

મહિલાને તેના સાસરિયાઓ કામવાળી કહી મુખ્ય રૂમમાં બેસવા દેતા નહિ. આટલું જ નહીં મહિલા પિયર જાય ત્યારે પરત આવે તો નણંદની દીકરી તેના રૂમમાં જ સૂતી જોવા મળતી અને તેના આંતર વસ્ત્રો પણ બેડ નીચેથી મળી આવતા હતા. જેથી પતિને આ બાબતે પૂછે તો એસીનું બિલ ઓછું આવે એટલે ભાણી સાથે કપડાં વગર સુઈ ગયો હોવાનું જણાવતો હોવાનો આક્ષેપ મહિલાએ ફરિયાદમાં કર્યો છે. નવરાત્રીમાં પણ ભાણી તેના મામા સામે ચણીયો અને બ્લાઉઝ પહેરીને ઉભી રહેતી અને કેવી લાગુ છું પૂછતી અને ડીપ નેક ના કપડા પહેરી માસિકમાં હોવાનું મામાને કહીને અણછાજતું વર્તન આ ભાણી કરતી હતી.

Related Articles

Back to top button