વેરાવળના સિદ્દી સમાજના યુવાનોને બે રહેમીથી ઢોર માર મારી વિડીઓ બનાવી વાયરલ કરનાર સામે કાર્યવાહી કરવા આમોદના યુવાનોની માંગ.
આમોદ
રિપોર્ટર – જાવીદ મલેક
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં સિદ્દી સમાજના યુવાનોને દોરડાથી બાંધીને બે રહેમીથી માર મારી તેમનું વિડીઓ બનાવી વિકૃત આનંદ લેનાર સામે આમોદ ના સિદ્દી યુવાનોમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો. અને આવા કૃત્યને વખોડી કાઢી આમોદ નાયબ મામલતદારને આવેદનપત્ર આપી તેમને સખત સજા કરવા આમોદના સિદ્દી સમાજના યુવાઓને માંગ કરી હતી. વેરાવળમાં મજૂરી કામ કરી ગુજરાન ચલાવતા સિદ્દી સમાજના યુવાનોને કહેવાતા ઉચ્ચ જ્ઞાતિના ઈસમોએ ભેગા મળી દોરડાથી હાથ પગ બાંધીને બેરહેમી પૂર્વક માર મારી વિડીઓ ઉતારી વિકૃત આનંદ લીધો હતો.જે બાબતે આમોદના સિદ્દી સમાજના યુવાનોએ ભેગા મળી આજ રોજ આમોદ નાયબ મામલતદાર કિંજલ પરમારને આવેદનપત્ર આપી કાયદેસર કાર્યવાહી સાથે કડક સજા કરવાની માંગ કરી હતી. તેમજ ચીમકી પણ આપી હતી કે જો તાત્કાલિક અસરથી કાર્યવાહી કરવામાં નહીં આવે તો સમગ્ર ગુજરાતનો સિદ્દી સમાજ એક થઈ ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરશે.