दुनिया

‘લગ્ન બાદ મારે 3 મહિલા સાથે અફેર હતા, જેમાં એક રશિયન વિજ્ઞાની હતી…’ બિલ ગેટ્સની કબૂલાત | Bill Gates Affair Shock Extramarital Secrets Revealed as Jeffrey Epstein Blackmail Plot Unfolds




Bill Gates Extramarital Affairs: માઇક્રોસોફ્ટના કો-ફાઉન્ડર બિલ ગેટ્સે પોતાના ત્રણ એક્સ્ટ્રા મેરિટલ અફેર્સ(લગ્નેતર સંબંધો) અંગે એક મોટો અને ચોંકાવનારો ખુલાસો કર્યો છે. ગેટ્સે કુખ્યાત યૌન અપરાધી જેફરી એપ્સ્ટીન પર ગંભીર આક્ષેપ લગાવતાં જણાવ્યું છે કે, ‘એપ્સ્ટીન મારા આ અફેર વિશે બધું જ જાણતો હતો અને તેને આધારે તે મને બ્લેકમેલ કરવાનું કાવતરું ઘડી રહ્યો હતો.’

જેફરી એપ્સ્ટીનના નેટવર્ક અને તેના સંપર્કોની તપાસ કરી રહેલી ‘યુએસ હાઉસ ઓવરસાઇટ કમિટી’ના રિપોર્ટમાં આ ખુલાસો કરવામાં આવ્યો છે. તાજેતરમાં જ અમેરિકાના ન્યાય વિભાગ દ્વારા કેટલાક નવા દસ્તાવેજો જાહેર કરવામાં આવ્યા બાદ એપ્સ્ટીન અને બિલ ગેટ્સના જૂના સંબંધોની ફરીથી તપાસ શરૂ કરવામાં આવી છે.

10 જૂને સાંસદો સમક્ષ બિલ ગેટ્સે આપી જુબાની

આ વિવાદ અંગે પોતાનો પક્ષ રાખવા માટે બિલ ગેટ્સ 10 જૂનના રોજ પોતે આ તપાસ સમિતિ સમક્ષ હાજર થયા હતા, જ્યાં અમેરિકન સાંસદોએ તેમનું સત્તાવાર નિવેદન નોંધ્યું હતું. સુનાવણી દરમિયાન ગેટ્સે સ્વીકાર્યું કે, ‘જેફરી એપ્સ્ટીન મારી પર્સનલ લાઇફની વાતો જાણતો હતો અને તેને મારા બે રશિયન મહિલાઓ સાથેના અફેર્સની પૂરેપૂરી ખબર હતી.’ 

મંગળવારે જાહેર થયેલી આ સુનાવણીની વિગતો અનુસાર, બિલ ગેટ્સે જણાવ્યું હતું કે, ‘આ આખા સંબંધો મારા પરિવાર માટે ખૂબ જ દુઃખદાયક રહ્યા હતા. એપ્સ્ટીન મારી આ નબળાઈનો ફાયદો ઉઠાવીને અને તેમાં કેટલીક ખોટી વાતો ઉમેરીને, મને બ્લેકમેલ કરી પોતાની સાથે ફરીથી કામ કરવા માટે દબાણ કરતો હતો.’

આ ત્રણ મહિલાઓ સાથે હતા બિલ ગેટ્સના સંબંધો

સમિતિ સમક્ષ બિલ ગેટ્સે તે ત્રણ મહિલાઓના નામ પણ જાહેર કર્યા હતા જેમની સાથે તેમના સંબંધો હતા:

મિલા અન્તોનોવા: રશિયાની જાણીતી બ્રિજ પ્લેયર (પત્તાની રમતની ખેલાડી).

કરીમા નિગ્માતુલિના: એક રશિયન ન્યુક્લિયર ફિઝિસિસ્ટ.

એલિસ જેકોબ્સ નેસેલરોડ: મેડિકલ ઇન્ડસ્ટ્રિઅલિસ્ટ.

આ પણ વાંચો: હું મારા હિન્દુ ધર્મથી ખુશ છું…: જે.ડી. વેન્સના પાકિસ્તાન પ્રેમ બાદ પત્ની ઉષા વેન્સનું મોટું નિવેદન

‘એપ્સ્ટીન સાથે સંપર્ક રાખવો એ મારી મોટી ભૂલ હતી’

બિલ ગેટ્સે જેફરી એપ્સ્ટીનના કોઈપણ ગુનામાં પોતાની સંડોવણી હોવાનો સ્પષ્ટ ઇન્કાર કર્યો છે. જો કે, તેમણે સ્વીકાર્યું હતું કે, ‘એપ્સ્ટીન જેવા ગુનેગાર સાથે સંપર્ક જાળવી રાખવો એ મારી બહુ મોટી ભૂલ હતી. હું માત્ર ફિલાન્થ્રોપી(પરોપકાર અને સામાજિક કાર્યો)ના વિષયો પર ચર્ચા કરવા માટે જ એપ્સ્ટીનને મળતો હતો. હું જાણતો હતો કે તે દોષિત સાબિત થયેલો ગુનેગાર છે, તેમ છતાં સામાજિક કાર્યો માટે હું એક મર્યાદિત ભૂમિકામાં તેને મળવાનું જોખમ ઉઠાવવા તૈયાર થયો હતો.’

બ્લેકમેલ કરવાનો હતો પ્લાન, પણ ક્યારેય ધમકી ન આપી

પોતાના બચાવમાં બિલ ગેટ્સે દાવો કર્યો છે કે, ‘એપ્સ્ટીન મારી પર્સનલ લાઇફની વિગતોનો ખોટો ફાયદો ઉઠાવવાની ફિરાકમાં હતો અને તે બ્લેકમેલ કરવાનું વિચારી રહ્યો હતો. જો કે, વાસ્તવિકતામાં તેણે ક્યારેય સીધી રીતે મને બ્લેકમેલ કર્યો નહોતો. એપ્સ્ટીનના કેટલાક ઈમેઇલ જોયા પછી એ સ્પષ્ટપણે દેખાઈ આવે છે કે તેના મનમાં મને બ્લેકમેલ કરવાનો અને ડરાવવાનો મોટો પ્લાન હતો.



Source link

Related Articles

Back to top button