दुनिया

સ્પેસએક્સમાં કડાકો બોલતા મસ્કે એક જ દિવસમાં 152 અબજ ડોલર ગુમાવ્યા | Musk lost 152 billion in a single day as SpaceX crashed



– શેરના ભાવમાં ઘટાડો છતાં મસ્ક હજી પણ ટ્રિલિયોનેર !

– મસ્કની સંપત્તિ આજે પણ કેટલાય દેશોના જીડીપી કરતાં વધુ પાક. જેવા દેશને મસ્ક ધારે તો બે વખત ખરીદી શકે !

નવી દિલ્હી : સ્પેસએક્સના આઇપીઓ અને તેના શેર જેણે ઇલોન મસ્કને વિશ્વના સૌપ્રથમ ટ્રિલિયોનેર બનાવ્યા હવે તેઓ સતત ઝાટકા પર ઝાટકા ખાઈ રહ્યા છે. સોમવારે ઇલોન મસ્કે વોરેન બફેટની જીવનભરની કમાણી જેટલી સંપત્તિ ૧૫૨ અબજ ડોલર એક જ દિવસમાં ગુમાવી દીધી. મસ્ક ઉપરાંત સોમવારે સંપત્તિ ગુમાવનારા ઘણા અબજપતિઓનું નામ છે જેમની સંપત્તિમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો. 

સોમવારે લેરી પેજની સંપત્તિ ૧૪.૪ અબજ ડોલર, સર્ગેઇ બ્રિનની સંપત્તિ ૧૩.૨ અબજ ડોલર, જેફ બેઝોસની સંપત્તિ ૧૦.૧ અબજ ડોલર, લેરી એલિસનની સંપત્તિ ૮.૪૬ અબજ ડોલર, ઝુકરબર્ગની સંપત્તિ ૪.૫૬ અબજ ડોલર અને બર્નાર્ડ આર્નોલ્ટની સંપત્તિમાં ૬.૯૫ અબજ ડોલરનો કડાકો બોલ્યો હતો.

સ્પેસએક્સના શેરોમાં સોમવારે એવો કડાકો બોલ્યો કે તેના શેર ૧૬.૪૩ ટકા ઘટીને ૧૫૪.૬૦ ડોલર પર બંધ થયા. મસ્કની પાસે સ્પેસએક્સના લગભગ ૪.૭૬ અબજ શેર છે. તેના લીધે તેની નેટવર્થમાં ૧૫૨ અબજ ડોલર (૧૪.૩૮ લાખ કરોડ રૂપિયા)નો ઘટાડો જોવા મળ્યો. 

જો કે આ ઘટાડા છતાં ઇલોન મસ્ક હજી પણ ટ્રિલિયોનર છે. તેમની સંપત્તિ ૧.૦૮ ટ્રિલિયન ડોલર છે. વિશ્વના બીજા અબજપતિઓ મસ્ક આગળ ક્યાંય ટકતા નથી. બ્લૂમબર્ગ બિલિયોનર્સ ઇન્ડેક્સમાં બીજા નંબરે આવેલા લેરી પેજની નેટવર્થ મસ્કની કુલ સંપત્તિના ત્રીજા ભાગની છે. જો સ્પેસએક્સના શેરો મસ્કને આ જ રીતે ઝાટકો આપશે તો મસ્કને પણ બીજા અબજપતિઓની હરોળમાં આવતા વાર નહીં લાગે. 

મસ્કની સંપત્તિથી પાકિસ્તાનના ૪૦૦ અબજ ડોલર જેટલી ઇકોનોમી બે વખત ખરીદી શકાય છે. મસ્ક હજી પણ તાઇવાનની ૯૭૬ અબજ ડોલર, આયરલેન્ડની ૭૭૯ અબજ ડોલર, બેલ્જિયમની ૭૭૬ અબજ ડોલર, સ્વીડનની ૭૬૦ અબજ ડોલર, ઇઝરાયેલની ૭૧૯ અબજ ડોલર, આર્જેન્ટિનાની ૬૮૮ અબજ ડોલરની જીડીપીની તુલનોએ ઘણો ધનવાન છે. આમ મસ્કની સંપત્તિની તુલના હવે ધનવાનો સાથે નહીં પણ દેશો સાથે થવા લાગી છે. ભારતની આખી ઇકોનોમી ૪.૧૫ ટ્રિલિયન ડોલર છે તો એકલો  મસ્ક ભારતની કુલ જીડીપીના ચોથા ભાગ એટલે કે ૨૫ ટકા જેટલો હિસ્સો ધરાવે છે. 



Source link

Related Articles

Back to top button