ઈરાન યુદ્ધમાં ઈઝરાયલ-USથી વધુ ભારતીયોના મોત, જુઓ કતારથી ઓમાન સુધીનો સંપૂર્ણ રિપોર્ટ | iran us israel war indian casualties report

![]()
Iran US Israel War Indian Casualties: ઈરાન યુદ્ધમાં ઈઝરાયલ અને અમેરિકા કરતાં વધુ ભારતીય નાગરિકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે, ભલે પછી ભારત આ સંઘર્ષમાં સામેલ ન હોય. સોમવારે (22 જૂન) કતારના રાસ લાફાનમાં થયેલા વિસ્ફોટમાં 12 ભારતીયોના મોત થયા હતા. કતારના ઊર્જા મંત્રીએ જણાવ્યું હતું કે, ‘આ તોડફોડની ઘટના હોય શકે છે. અમે તપાસ કરી રહ્યા છીએ.’ આ ઘટના બાદ ઈરાન યુદ્ધમાં ભારતીયોના મોતની સંખ્યા 25 પર પહોંચી ગઈ છે. વિવિધ કારણોસર આ સંઘર્ષમાં 13 અમેરિકનો અને 24 ઈઝરાયલીઓ પણ મૃત્યુ પામ્યા છે. યુદ્ધમાં ઈઝરાયલના હુમલામાં સૌથી વધુ જાનહાનિ લેબેનૉન 4,000 અને 3,600 ઈરાનના લોકોના મોત થયા છે.
યુદ્ધ 28 ફેબ્રુઆરીએ શરૂ થયું હતું. ઈરાનના સુપ્રીમ લીડર, અયાતુલ્લાહ અલી ખામનેઈથી લઈને ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડના વડા મોહમ્મદ પાકપુર અને ઈરાની સુપ્રીમ સિક્યુરિટી કાઉન્સિલના સેક્રેટરી અલી લારીજાની આ સંઘર્ષમાં માર્યા ગયા છે.
ક્યારે અને કેટલા ભારતીય નાગરિકો માર્યા ગયા?
કતારના રાસ લાફાન ઉપરાંત, હોર્મુઝમાં છ ભારતીય નાગરિકો માર્યા ગયા છે. આમાંથી ત્રણ નાગરિકોના મૃત્યુ અમેરિકાના હુમલામાં થયા હતા. ભારતે આ અંગે અમેરિકા સામે ભારે નારાજગી વ્યક્ત કરી હતી. વિદેશ મંત્રી એસ. જયશંકરે પોતે અમેરિકાના વિદેશ સચિવને ફોન કરીને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો.
કુલ 25 ભારતીયોના મોત
આ ઉપરાંત, તાજેતરમાં કતારમાં થયેલા હુમલામાં એક ભારતીયનું મોત થયું હતું. કુવૈતમાં ઈરાની હુમલા દરમિયાન વધુ એક ભારતીયનું મોત થયું હતું. યુએઈમાં પણ ભારતીયોના મોત થયા છે. આનો અર્થ એ થયો કે ઈરાન યુદ્ધમાં અત્યાર સુધીમાં કુલ 25 ભારતીયોના મોત થયા છે.
ઈઝરાયલ અને અમેરિકા કરતાં વધુ ભારતીયો કેમ મૃત્યુ પામ્યા?
– યુદ્ધ દરમિયાન ઈઝરાયલ કરતાં ઈરાને કુવૈત અને યુએઈ પર વધુ હુમલો કર્યો હતો. તેણે ઈઝરાયલ પર શરૂઆતમાં હુમલો કર્યો, જેના પરિણામે કેટલાક ઈઝરાયલીઓ માર્યા ગયા હતા. બાદમાં ઈઝરાયલે તેના નાગરિકોને બંકરોમાં ખસેડવાનું શરૂ કર્યું, જેનાથી ઈરાન ઈઝરાયલને નોંધપાત્ર નુકસાન પહોંચાડી શક્યું ન હતું. આ દરમિયાન, યુદ્ધ પહેલા અમેરિકાએ ગલ્ફમાંથી તેના કર્મચારીઓને પાછા ખેંચી લીધા હતા. યુદ્ધમાં ફક્ત યુએસ સૈનિકો જ માર્યા ગયા હતા.
– ગલ્ફ ક્ષેત્રમાં ભારતીયોની વસ્તી નોંધપાત્ર છે. ઉદાહરણ તરીકે, સાઉદી અરેબિયામાં 27 લાખ અને યુએઈમાં 43 લાખ ભારતીયો રહે છે. તેવી જ રીતે, કુવૈતમાં 10 લાખ અને કતારમાં 8 લાખ ભારતીયો રહે છે. મોટી સંખ્યામાં ભારતીયો કતારના રાસ લફાનમાં કામ કરે છે, જ્યાં હુમલો થયો હતો. હુમલામાં 12 ભારતીયોના મોત થયા છે.
– હોર્મુઝની સામુદ્રધુનીમાં ફસાયેલા જહાજોમાં મોટાભાગના કામદારો ભારતીય મજૂરો છે. તાજેતરના ડેટા અનુસાર, હોર્મુઝમાં હાલમાં ફસાયેલા 550 જહાજોમાં 18,000થી વધુ ભારતીય કામદારો સવાર છે. જહાજો પરના હુમલાઓમાં ઘણીવાર ભારતીયો માર્યા જાય છે.
ભારતીયોના મૃત્યુ માટે કોણ જવાબદાર છે?
ગલ્ફ વોરમાં અડધાથી વધુ ભારતીયોના મોત ઈરાની હુમલાઓને કારણે થયા હતા. અમેરિકાના હુમલામાં ત્રણ ભારતીયોના મોત થયા હતા. આ મહિનાની શરૂઆતમાં, અમેરિકાએ હોર્મુઝ સ્ટ્રેટ પાર કરવાનો પ્રયાસ કરી રહેલા એક જહાજને નિશાન બનાવ્યું હતું. રાસ લાફાન, કુવૈત અને કતારમાં મૃત્યુ પામેલા ભારતીયો ઈરાની હુમલામાં માર્યા ગયા હોવાનું જણાય છે. જ્યારે બંને દેશોનો દાવો છે કે, જાનહાનિ યુદ્ધ ક્ષેત્રમાં થઈ હતી, એટલે કે તેમને નિશાન બનાવવામાં આવ્યા ન હતા.



