दुनिया

ટ્રમ્પ-વેન્સના આકરા નિવેદનથી ઈઝરાયલ નારાજ ! નેતન્યાહૂએ કહ્યું- ‘હવે હથિયારો જાતે બનાવીશું’ | Netanyahu Rejects Trump Vance Claims Vows Israel Will Build Its Own Weapons



Benjamin Netanyahu On Donald Trump And JD Vance : અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉપરાષ્ટ્રપ્રમુખ જેડી વેન્સ દ્વારા ઈઝરાયલને આપવામાં આવતી સૈન્ય મદદ અંગે તાજેતરમાં જ આકરા નિવેદનો કરવામાં આવ્યા હતા. આ ટિપ્પણીઓથી નારાજ ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ વળતો પ્રહાર કરતા દેશને સૈન્ય ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવાની મોટી જાહેરાત કરી છે. ઈરાન અને તેના સહયોગી સંગઠનો સામે ચાલી રહેલા લાંબા સંઘર્ષ વચ્ચે નેતન્યાહૂએ કહ્યું કે, ઈઝરાયલ હવે હથિયારો માટે અમેરિકા કે અન્ય કોઈ વિદેશી સપ્લાયર્સ પર નિર્ભર રહેવા માંગતું નથી અને પોતાના હથિયારો જાતે જ બનાવશે.

નેતન્યાહૂ દ્વારા અમેરિકી સપોર્ટની પ્રશંસા, પણ આત્મનિર્ભરતા જરૂરી

વેસ્ટ બેંકમાં રિઝર્વ કોમ્બેટ ફોર્સના અધિકારીઓ સાથેની બેઠકમાં નેતન્યાહૂએ સંરક્ષણ ઉત્પાદન માળખાને વધુ મજબૂત કરવા પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું કે, ‘હું આપણા અમેરિકી મિત્રો તરફથી વર્ષોથી મળેલા સમર્થન અને સહયોગની પ્રશંસા કરું છું. પરંતુ આજે હું સ્પષ્ટ કહું છું કે આપણે હથિયાર ઉત્પાદનમાં આત્મનિર્ભર થવું પડશે. આપણે આપણા હથિયારો જાતે જ બનાવવા પડશે.’

આ પણ વાંચો : ટ્રમ્પનો નવો દાવ ! ઈરાન કાયમી ‘ન્યુક્લિયર ઈન્સ્પેક્શન’ માટે તૈયાર હોવાનો દાવો, ઈરાને ફગાવ્યો

આગામી 30 વર્ષની સૈન્ય શક્તિનો રોડમેપ

નેતન્યાહૂએ ભવિષ્યની રણનીતિ અંગે વાત કરતા કહ્યું કે, ઈઝરાયલની આગામી દાયકાઓની સ્થિતિ તેની પોતાની સૈન્ય શક્તિ પર જ નિર્ભર રહેશે. આપણે ઈરાન અને તેના સાથીઓનો સામનો કરી રહ્યા છીએ અને આ લડાઈ હજુ પૂરી નથી થઈ. આગામી 30 વર્ષમાં આપણી સ્થિતિ શું હશે, તે આપણી શક્તિ જ નક્કી કરશે. આ માટે આપણે નવી ટેકનોલોજી અપનાવવી પડશે અને કમાન્ડરોની નવી પેઢી તૈયાર કરીને વ્યૂહાત્મક નિર્ભરતામાંથી મુક્ત થવું પડશે.

અમેરિકાની બદલાતી નીતિઓથી ઈઝરાયલ ચિંતિત

જેરૂસલેમમાં અત્યારે અમેરિકા અને ઈરાન વચ્ચે વધી રહેલી કૂટનીતિક વાતચીતને લઈને ચિંતાનો માહોલ છે. ઈઝરાયલને આશંકા છે કે, ભવિષ્યમાં વોશિંગ્ટનની બદલાતી નીતિઓ તેની સૈન્ય રણનીતિ અને ક્ષેત્રમાં સ્વતંત્ર રીતે કાર્યવાહી કરવાની આઝાદીને પ્રભાવિત કરી શકે છે, જેના કારણે નેતન્યાહૂ ઘણા સમયથી અમેરિકી સૈન્ય સહાય પર નિર્ભરતા ઓછી કરવાની વકાલત કરી રહ્યા છે.

આ પણ વાંચો : ઈરાન યુદ્ધમાં ઈઝરાયલ-USથી વધુ ભારતીયોના મોત, જુઓ કતારથી ઓમાન સુધીનો સંપૂર્ણ રિપોર્ટ

ટ્રમ્પ અને વેન્સના કયા નિવેદનો નડ્યા?

નેતન્યાહૂનું આ કડક વલણ અમેરિકી નેતાઓના આકરા નિવેદનો પછી સામે આવ્યું છે. ઉપરાષ્ટ્રપ્રમુખ જેડી વેન્સે દાવો કર્યો હતો કે, હાલના મહિનાઓમાં ઈઝરાયલની સુરક્ષા માટે વપરાયેલા 2/3 હથિયારો અમેરિકાએ આપ્યા અને ફન્ડિંગ પણ કર્યું છે. બીજી તરફ, રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પણ ઈરાન સાથેના યુદ્ધનો ઉલ્લેખ કરીને ઈઝરાયલ પર પોતાનો અહેસાન જતાવતા કહ્યું હતું કે, જો તેઓ ન હોત તો આજે ઈઝરાયલનું અસ્તિત્વ જ ન હોત.



Source link

Related Articles

Back to top button