તાઈવાનને ફરી એકવાર ચીને ઘેરી લીધું યુદ્ધ જહાજો તેમજ યુદ્ધવિમાનોથી ડરાવે છે | China once again surrounds Taiwan threatening it with warships and warplanes

![]()
– તાઈવાન સાથે બીજા દેશો સંબંધ કઈ રીતે રાખે છે ?
– દાયકાઓથી તાઈવાનને ચીન સાથે વિવાદ ચાલે છે : ચીન, તાઈવાનને પોતાનો ભાગ માને છે : તાઈવાન પોતાને સ્વતંત્ર દેશ કહે છે
તેઈપી : ટાપુ રાષ્ટ્ર તાઈવાનની આસપાસ છેલ્લા કેટલાયે મહિનાઓથી ચીનની સૈન્ય ગતિવિધિ તેજ થઈ છે. તાઈવાનનાં સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે અમારા દેશ ફરતા ચીનનાં ૮ યુદ્ધ જહાજો ઉપરાંત કેટલાયે અન્ય સરકારી અને ખાનગી જહાજો ઘેરો નાખી પડયાં છે. તેમજ યુદ્ધ વિમાનો પણ અમારી આકાશી સીમા કાપીને ઊડી રહ્યાં છે. જોકે અમારી સેના પણ ચીનની આ ગતિવિધિ ઉપર સતત નજર રાખી રહી છે. જોકે તાઈવાન તે અંગે સંપૂર્ણ રીતે તૈયાર છે જ. તે કોઈપણ ભોગે તાઈવાન લઈ લેવા માગે છે, અને વર્તમાન પ્રમુખ શી જિનપિંગ તાઈવાન ચીન સાથે મેળવી દેવા માગે છે.
૨ ઓક્ટો. ૧૯૪૯ ના દિને માઓ-ત્સે-તુંગ અને આઉટમેન-લાઈ નાં નેતૃત્વ નીચે સામ્યવાદીઓએ સમગ્ર ચીન પર કબ્જો કર્યો ત્યારે તાઈવાન ઉપર શાસન કરતી ક્વૉવિંગ નાન પાર્ટીના નેતાઓ ડૉ. સોન-યાન-સેન અને તેમના સાથી ચ્વાંગ કાઈ શેક ચીનની જન્મભૂમિ છોડી તાઈવાન ચાલ્યા ગયા અને ત્યાંથી રીપબ્લીક ઓફ ચાઈના તરીકે તે ટાપુ રાષ્ટ્રો જાહેર કર્યો. ત્યારે માઓ ત્સે તુંગ તાઈવાન પર કબ્જો ન જાળવી શક્યા. તેના બચાવમાં અમેરિકી નૌકાદળ હાજર હતું. હવે શી-જિનપિંગ, તાઈવાને જીબી યોગને માઓથી પણ મહાન દર્શાવવા માને છે.
વાસ્તવમાં ૧૮૯૬માં તાઈવાન ઉપર જાપાનનો કબ્જો હતો. ૧૯૪૫માં દ્વિતીય વિશ્વયુદ્ધમાં જાપાન પરાજિત થયું તેથી તાઈવાન ઉપર અમેરિકી કબજો આવ્યો. પછી અમેરિકાએ તાઈવાનને સ્વતંત્ર જાહેર કર્યું અને સોનયાન એન તથા ચ્યાંગકાઈ શહેરને પૂરું સમર્થન મળ્યું. તાઈવાનીઝ કહે છે કે અમે હાન વંશીઓ છીએ પણ સામ્યવાદી ચીનથી સ્વતંત્ર છીએ. તાઇવાનના લોકો પોતાને ચાઇનીઝ કહેવાને બદલે તાઇવાનીઝ કહે છે. અમે હાનવંશી- તાઇવાનીઝ છીએ.
જે દેશો વન ચાઈના પોલીસી અનુસરે છે તે દેશો ભારત સહિત તાઈવાન સાથે સીધો રાજદ્વારી સંબંધ નથી રાખતા. રાજદૂતો મોકલતા નથી કે રાજદૂતો સ્વીકારતા નથી પરંતુ શૈક્ષણિક તથા વ્યાપારી હેતુઓ માટેની ઓફિસો રાખે છે. શૈક્ષણિક હેતુ માટેની કોલેજોના પ્રોફેસરો (રાજ્ય શાસ્ત્રના તથા અર્થશાસ્ત્રના) રાજ્યોની ભૂમિકા ભજવે છે તેમના તે દેશોના રાજ્યશાસ્ત્રી અર્થશાસ્ત્રી વગેરેના પ્રોફેસરો જે તે દેશોના રાજદૂતોની ભૂમિકા ભજવે છે.



