दुनिया

બિગ બેંગ થિયરી જોખમમાં? નવા ડેટાના આધારે બિગ ક્રન્ચની સંભાવના વધી | Is the Big Bang Theory in danger New data increases the possibility of a Big Crunch



– અમેરિકાના DESI ઈન્સ્ટ્રુમેન્ટની નવી શોધ 

– ડાર્ક એનર્જી ફેન્ટમ ડિવાઈડ લાઈને ક્રોસ કરતી રહેશે તો બ્રહ્માંડના અંતની જે ધારણા હતી તે ખોટી ઠરશે 

વોશિંગ્ટન : આપણું બ્રહ્માંડ કેવી રીતે ઉદભવ્યું? વિજ્ઞાન અત્યાર સુધી આપણને એ જ શીખવતું આવ્યું છે કે અંદાજે ૧૩.૮ અબજ વર્ષ પહેલા એક મહાવિસ્ફોટ એટલે કે બિગ બેંગ થયો અને તેમાંથી સમય, અવકાશ અને સમગ્ર સૃષ્ટિનું નિર્માણ થયું. પરંતુ, અમેરિકાના એરિઝોનામાં આવેલા Dark Energy Spectroscopic Instrument  (DESI) નામના અત્યાધુનિક ટેલિસ્કોપે તાજેતરમાં મોકલેલા ડેટાએ નવી માહિતી ઉજાગર કરી છે. આ ડેટાનો અભ્યાસ કરતી વખતે વૈજ્ઞાનિકોને બ્રહ્માંડની ઉર્જાના ગ્રાફમાં એક કાલ્પનિક બોર્ડર જોવા મળી. જેને ભૌતિક વિજ્ઞાનમાં ફેન્ટમ ડિવાઈડ કહેવામાં આવે છે. 

આ ફેન્ટમ લાઈન નક્કી કરે છે કે, ડાર્ક એનર્જીને કારણે ભવિષ્યમાં શું થઈ શકે છે? વિજ્ઞાનની ભાષામાં કહીએ તો, આ લાઇન આઈન્સ્ટાઈનના કોસ્મોલોજિકલ કોન્સ્ટન્ટ (સ્થિર ઉર્જાના સિદ્ધાંત) અને ફેન્ટમ એનર્જી (સમય સાથે બદલાતી ઉર્જા) વચ્ચેની ભેદરેખા છે. DESI એ બ્રહ્માંડમાં રહેલી અબજો ગેલેક્સીઓનો અત્યાર સુધીનો સૌથી મોટો ૩ડી મેપ તૈયાર કર્યો છે. આ મેપ પરથી સાબિત થયું છે કે ડાર્ક એનર્જી હંમેશાં સ્થિર નથી રહેતી, પરંતુ તે સમય સાથે પોતાનું સ્વરૂપ બદલી રહી છે. તે આ ફેન્ટમ ડિવાઇડને ઓળંગી રહી છે. આ લાઇન ઓળંગવાનો સીધો  અર્થ થાય કે બ્રહ્માંડના ફેલાવવાની સ્પીડ ક્યારેક ઘટી પણ શકે છે અને ક્યારેક વધી પણ શકે છે.

બિગ બેંગ અને બ્રહ્માંડના અંતની નવી થિયરી જો ડાર્ક એનર્જી આ ફેન્ટમ ડિવાઇડ લાઇનને સતત ક્રોસ કરતી રહેશે, તો બ્રહ્માંડના અંતને લઈને અત્યાર સુધીની જે ધારણાઓ હતી તે ખોટી સાબિત થશે. અત્યાર સુધી એવું મનાતું કે બ્રહ્માંડ એટલું બધું ફેલાઈ જશે કે એક દિવસે બિગ બેંગ થશે અને બધું ફાટીને નાશ પામશે. પરંતુ હવે વિજ્ઞાનીઓ માની રહ્યા છે કે આ લાઇનના કારણે કદાચ ભવિષ્યમાં બ્રહ્માંડનો ફેલાવો અટકી જશે અને બિગ ક્રન્ચ થશે, જેનાથી તે ફરી પાછું સંકોચાઈને ભેગું થઈ જશે. 

આ સંશોધન એટલું મોટું છે કે આગામી દિવસોમાં ભૌતિક વિજ્ઞાનના પાઠયપુસ્તકો અને આઈન્સ્ટાઈનની થિયરીઓમાં પણ સુધારા કરવા પડી શકે છે. ઉલ્લેખનીય છે કે, આઈન્સ્ટાઈનની  થિયરી અનુસાર, બ્રહ્માંડમાં ડાર્ક એનર્જીનું મુલ્ય એકસરખું રહે છે. વિજ્ઞાનની ભાષામાં આ સ્થિર રેખાને ફેન્ટમ ડિવાઈડ કહેવાય છે. 



Source link

Related Articles

Back to top button