ટ્રમ્પ સરકારના એક નિર્ણયથી સ્ટુડન્ટ વિઝા પર અમેરિકા ભણવા આવેલા વિદ્યાર્થીઓમાં ફફડાટ | Proposal to set a specific deadline for US student visas

![]()
– હોમલેન્ડ સિક્યોરિટી વિભાગે નવા નિયમો બનાવ્યા
– F-1 અને J-1 એક્સચેન્જ વિઝા હોલ્ડર્સને ડયુરેશન ઓફ સ્ટેટસ સિસ્ટમ મુજબ કોર્સ સુધીની મંજૂરી આપોઆપ મળે છે
USA Students Visa News : અમેરિકામાં ઉચ્ચ અભ્યાસ માટે જતા વિદ્યાર્થીઓ માટે અમેરિકાની સરકાર વિઝા નિયમોમાં મોટા ફેરફાર કરવાની તૈયારીઓ કરી રહી છે. નવા નિયમોને કારણે વિદ્યાર્થીઓ કેટલા સમય સુધી અમેરિકામાં રહી શકે તે અંગે નિશ્ચિત સમયમર્યાદા નક્કી થઈ શકે છે. જેના કારણે સ્ટુડન્ટ વિઝા પર અમેરિકા આવનારા વિદ્યાર્થીઓની મુશ્કેલી વધી શકે છે અને તેમનો અભ્યાસ પૂર્ણ થાય એ પહેલા જ તેમણે વારે ઘડીએ વિઝાની લેન્ધી પ્રોસેસમાંથી પસાર થવાનો વારો આવી શકે છે.
હાલમાં ખ-1 સ્ટુડન્ટ વિઝા અને વ-1 એક્સચેન્જ વિઝા હોલ્ડર્સને ડયુરેશન ઓફ સ્ટેટસ સિસ્ટમ હેઠળ અભ્યાસ પૂર્ણ થાય ત્યાં સુધી અમેરિકામાં રહેવાની મંજૂરી મળે છે એટલે કે, અભ્યાસ ચાલુ હોય ત્યાં સુધી તેમની રહેવાની મુદત આપોઆપ માન્ય રહે છે. પરંતુ નવા પ્રસ્તાવ મુજબ આ વ્યવસ્થાને બદલીને નિશ્ચિત સમયગાળાની મંજૂરી આપવામાં આવશે. વિદ્યાર્થીઓને તેમના કોર્સના સમય અથવા વધુમાં વધુ ચાર વર્ષ સુધી રહેવાની મંજૂરી મળી શકે છે.
જો અભ્યાસ પૂર્ણ કરવા માટે વધુ સમયની જરૂર પડે તો તેમને અલગથી સમયવધારો મેળવવા માટે અરજી કરવી પડશે. અમેરિકાના હોમલેન્ડ સિક્યોરિટી વિભાગ દ્વારા તૈયાર કરાયેલા નિયમને વ્હાઇટ હાઉસના ઓફિસ ઓફ મેનેજમેન્ટ એન્ડ બજેટે મંજૂરી માટે મોકલી આપ્યો છે. હવે તેની ફેડરલ રજિસ્ટરમાં એન્ટ્રી થશે. ત્યારબાદ આગામી 30 થી 60 દિવસમાં અમલની પ્રક્રિયા શરૂ થશે.



