राष्ट्रीय

પૂર્વ PM ઈન્દ્ર કુમાર ગુજરાલના દીકરા સાથે 7.8 કરોડની છેતરપિંડી, પછી આ રીતે રકમ વસૂલાઈ | Cyber Fraud Ex PM IK Gujral s Son Naresh Gujral Duped of Rs 7 8 Crore via WhatsApp Scam




Naresh Gujral cyber fraud: દેશના પૂર્વ વડાપ્રધાન ઈન્દ્રકુમાર ગુજરાલના પુત્ર અને પૂર્વ રાજ્યસભા સાંસદ નરેશ ગુજરાલ સાથે કરોડો રૂપિયાની સાયબર ઠગાઈનો એક મામલો સામે આવ્યો છે. સાયબર ઠગોએ નરેશ ગુજરાલના ફોટોનો દુરુપયોગ કરીને તેમના એક વિશ્વાસુ કર્મચારીને વૉટ્સએપ પર મેસેજ મોકલ્યો હતો અને પ્લાનિંગ સાથે આશરે ₹7.8 કરોડ ટ્રાન્સફર કરાવી લીધા હતા. પીડિત પક્ષ દ્વારા ફરિયાદ નોંધાવ્યા બાદ દિલ્હી પોલીસની IFSO યુનિટે તાત્કાલિક એક્શન લઈને ઠગાયેલી રકમમાંથી ₹4 કરોડ ફ્રીઝ કરાવી દીધા છે અને ગુનો નોંધીને તપાસ તેજ કરી છે.

આવી રીતે ઘડાયો છેતરપિંડીનો કારસો

ઠગોએ આ હાઈપ્રોફાઈલ છેતરપિંડી માટે ડિજિટલ ઓળખની ચોરી (Identity Theft)નો સહારો લીધો હતો. તેમણે વૉટ્સએપ પ્રોફાઈલ પર નરેશ ગુજરાલનો ફોટો લગાવીને તેમના ફાઇનાન્સ વિભાગના એક કર્મચારીનો સંપર્ક કર્યો હતો. મેસેજમાં એવું લખવામાં આવ્યું હતું કે, ‘હું અત્યારે એક અત્યંત મહત્ત્વપૂર્ણ મીટિંગમાં વ્યસ્ત છું, તેથી તાત્કાલિક આપેલા ખાતામાં આ રકમ ટ્રાન્સફર કરી દો.’ કર્મચારીએ પ્રોફાઈલ પિક્ચર જોઈને સાચો મેસેજ માની લીધો અને 12થી 16 જૂનની વચ્ચે ચાર અલગ-અલગ RTGS ટ્રાન્ઝેક્શન દ્વારા કુલ ₹7.80 કરોડ ઠગોના ખાતામાં મોકલી દીધા હતા.

મોટી રકમ ટ્રાન્સફર થયા બાદ આ રીતે થયો ખુલાસો

આ કરોડોની ઠગાઈનો ખુલાસો ત્યારે થયો જ્યારે કર્મચારીને આ શંકાસ્પદ નાણાકીય વ્યવહારો અંગે થોડી મૂંઝવણ થઈ. તેણે આ અંગેની વિગતો નરેશ ગુજરાલની પુત્રી દીક્ષાને આપી. શંકા જતાં જ દીક્ષાએ તાત્કાલિક તેમના પિતાનો સંપર્ક કર્યો, ત્યારે ખબર પડી કે નરેશ ગુજરાલે આવો કોઈ મેસેજ મોકલ્યો જ નહોતો. ઠગાઈનો અહેસાસ થતાં જ દીક્ષાએ ક્ષણનો પણ વિલંબ કર્યા વિના નેશનલ સાયબર ક્રાઈમ હેલ્પલાઈન નંબર 1930 પર ફરિયાદ નોંધાવી, જેના કારણે અડધી રકમ ફ્રીઝ કરી શકાઈ છે. હાલ પોલીસ એ તપાસ કરી રહી છે કે આ પૈસા કયા-કયા બેંક ખાતાઓમાં મોકલવામાં આવ્યા છે.

સાયબર ઠગાઈથી બચવા માટે આટલી સાવચેતી રાખવી અનિવાર્ય

આજકાલ પ્રોફાઈલ ફોટો બદલીને ઓફિસના બોસ કે સંબંધીના નામે પૈસા માંગવાના કિસ્સાઓ ખૂબ વધી ગયા છે, તેનાથી બચવા માટે નીચેની બાબતો ખાસ ધ્યાનમાં રાખો:

– માત્ર ડિસ્પ્લે પિક્ચર (DP) ન જુઓ: વૉટ્સએપ પર કોઈનો પણ પ્રોફાઈલ ફોટો જોઈને આંખ બંધ કરીને વિશ્વાસ ન કરો.

– ફોન કોલ કરીને વેરિફિકેશન કરો: કોઈ પણ વ્યક્તિ વૉટ્સએપ કે મેસેજ પર તાત્કાલિક પૈસા માંગે, તો સૌથી પહેલા તેમને સામાન્ય ફોન કોલ (વૉટ્સએપ કોલ નહીં) કરીને ખાતરી કરો.

– ચુકવણીના આદેશો તપાસો: મેસેજમાં આપવામાં આવેલી બેંક ખાતાની વિગતો અને પેમેન્ટ સૂચનાઓને બરાબર ક્રોસ-ચેક કરો.

– મોટા ટ્રાન્ઝેક્શન માટે ડબલ એપ્રુવલ: ઓફિસ કે બિઝનેસમાં મોટી રકમ મોકલવા માટે હંમેશા બે સ્તરની મંજૂરી (Double Approval)ની સિસ્ટમ રાખો.

આ પણ વાંચો: મુખ્યમંત્રી શિવકુમારે ભાજપનો ખેલ પાડી દીધો, કર્ણાટકમાં ક્રોસ વોટિંગ કરાવી 5 બેઠકો જીતી

જો સાયબર ફ્રોડ થાય, તો ડરશો નહીં… આ પગલાં લો

જો તમે અથવા તમારી આસપાસ કોઈ સાયબર છેતરપિંડીનો ભોગ બને છે, તો ગભરાયા વગર તુરંત આ આઈડેન્ટિફાઈડ સરકારી પ્લેટફોર્મનો સંપર્ક કરો:

સાયબર ક્રાઈમનો ભોગ બનતા જ તાત્કાલિક કેન્દ્ર સરકારના ટોલ-ફ્રી નંબર 1930 પર કોલ કરો (જેટલી વહેલી ફરિયાદ થશે, પૈસા પાછા મળવાની શક્યતા એટલી જ વધી જશે).

આ સિવાય તમે સત્તાવાર વેબસાઈટ  cybercrime.gov.in પર જઈને પણ તમારી ઓનલાઈન ફરિયાદ નોંધાવી શકો છો.

છેતરપિંડીના પુરાવા (સ્ક્રીનશોટ અને બેંક ટ્રાન્ઝેક્શન ડિટેલ્સ) સાથે નજીકના પોલીસ સ્ટેશન અથવા સાયબર સેલનો સંપર્ક કરો.



Source link

Related Articles

Back to top button