दुनिया

યુક્રેન – રશિયાનું યુદ્ધ : ટ્રમ્પનો નવો ‘સનેપાત’ | Ukraine Russia war: Trump’s new ‘negotiation’



– ઇરાન – અમેરિકા – ઇઝરાયેલ ‘વોરના વળામણા’ પછી હવે….

– યુક્રેનનો રશિયાની રાજધાની મોસ્કો પર 700થી વધુ ડ્રોન દ્વારા વિનાશક એટેક, રિફાઈનરી સળગાવી દીધી 

– મોસ્કોથી 700 કિ.મી. દૂર કઝાનમાં પુતિન છ આસિયાન દેશોના વડાઓને આવકારવામાં વ્યસ્ત હતા ત્યારે જ યુક્રે ત્રાટક્યું

મોસ્કો : રશિયાનું પાટનગર મોસ્કો અચાનક આગની જ્વાળામાં લપેટાઈ ગયું હતું. ચારેબાજુ ધુમાડાના ગોટાં ઉડતા દેખાતા હતા. એક રિફાઈનરીમાં આગ ફાટી નીકળી હતી. તાત્કાલિક અસરથી મોસ્કોના ચારેય એરપોર્ટ બંધ કરવા પડયા હતા. કમર્શિયલ ફ્લાઈટનું ટેકઓફ કેન્સલ કરી દેવું પડયું હતું. આ બધું એટલે થયું, કારણ કે યુક્રેને રશિયન પાટનગરને નિશાન બનાવીને ભીષણ ડ્રોન હુમલાં કર્યા હતા. પાટનગરને સલામત રાખતી એર ડિફેન્સ સિસ્ટમ પણ નાકામ રહી હતી. સપ્તાહમાં બીજી વખત યુક્રેને આવો હુમલો કરીને મોસ્કોમાં આગ લગાડી હતી. ચાર વર્ષમાં મોસ્કો પર યુક્રેનનો આ સૌથી મોટો ડ્રોન હુમલો હતો.

ઓઈલ રિફાઈનરીને ટાર્ગેટ કરીને થયેલા ડ્રોન હુમલા પછી એમાં વિસ્ફોટ થયો હતો. તેના કારણે આસપાસની ઈમારતોમાં પણ આગ લાગી હતી. રશિયન ડિફેન્સ મંત્રાલયે કહ્યું હતું કે ૫૫૫ યુક્રેની ડ્રોનને અધવચ્ચે જ તોડી પાડવામાં આવ્યા હતા અને એમાંથી ૨૦૦ ડ્રોન્સ તો મોસ્કો પહોંચતા જ હતા ત્યારે તોડી પડાયા હતા. તે છતાં આટલો મોટો હુમલો થયો હતો. જો આટલા ડ્રોન્સ એક સામટા તોડયા ન હોત તો મોસ્કોની શું હાલત થાત એ કલ્પના જ કરવી રહી. જોકે, મોસ્કોમાં કોઈ જાનહાનિ થઈ છે કે નહીં તેની જાણકારી રશિયાએ આપી નથી. બીજા કોઈ અહેવાલોમાં પણ એવો દાવો થયો નથી.

યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કીએ સોશિયલ મીડિયામાં વીડિયો પોસ્ટ કર્યો હતો અને હુમલાની વાતનું સમર્થન આપ્યું હતું. ઝેલેન્સ્કીએ કહ્યું હતું કે જો યુક્રેન સળગશે તો મોસ્કો પણ સળગશે. જી-૭ દેશોમાં યુક્રેનને યુદ્ધમાં મદદ વધારવાની સહમતી થઈ હતી. એ પછી ઝેલેન્સ્કીએ અમેરિકન પ્રમુખ ટ્રમ્પ, ફ્રાન્સના પ્રમુખ મેક્રોં સાથે વાતચીત કરી હોવાના અહેવાલો પણ આવ્યા હતા. એ પછી આ ડ્રોન હુમલો થયો હતો. યુક્રેને તેનો વ્યૂહ બદલી નાખ્યો છે. છેલ્લા એક વીકમાં મોસ્કોને અને ઓઈલ રિફાઈનરીને ટાર્ગેટ કરીને આ બીજો મોટો હુમલો છે. યુક્રેનના સત્તાવાર એક્સ એકાઉન્ટમાંથી સંખ્યાબંધ પોસ્ટ પણ થઈ હતી. એકમાં લખાયું હતું, આજે સવારથી મોસ્કોના નાગરિકો એક જ સવાલ પૂછી રહ્યા છે કે શહેરમાં શું થઈ રહ્યું છે? અમે તમને જવાબ આપીએ છીએ કે હવે આક્રમકતા દેખાડવાનો સમય અમારો છે.

જે રિફાઈનરી પર હુમલો થયો એ રશિયાની મોટી રિફાઈનરીઓમાંથી એક છે. મોસ્કો અને તેની આસપાસ ફ્યુઅલનો આધાર આ રિફાઈનરી પર જ છે. રિફાઈનરીનું સ્ટોરેજ, ક્રૂડ પ્રોસેસિંગ યુનિટ ડીઝલ હાઈડ્રોટ્રિટિંગ યુનિટને મોટું નુકસાન થયું છે. યુક્રેને એનર્જી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલા વધાર્યા છે એટલે આખા વિસ્તારમાં એનર્જી ક્રાઈસિસની ભીતિ પણ વ્યક્ત થઈ રહી છે. રશિયાના ઓઈલ પ્રોડક્શનને ખોરવી નાખવા માટે આ હુમલો થયો હતો. રશિયાની ક્રૂડ અને ગેસની સપ્લાય આ હુમલાથી ખોરવાઈ જવાની શક્યતા છે.

આ હુમલો થયો ત્યારે પુતિન મોસ્કોથી લગભગ ૭૦૦ કિલોમીટર દૂર આવેલા કઝાનમાં હતા. એસોસિએશન ઓફ સાઉથઈસ્ટ એશિયન નેશન્સ (આસિયાન) દેશોના વડાઓ કઝાનમાં બેઠક માટે આવવાના હોવાથી પુતિન તેમને આવકારવામાં વ્યસ્ત હતા. બરાબર એ જ સમયે યુક્રેને હુમલો કર્યો હતો.



Source link

Related Articles

Back to top button