दुनिया

અમેરિકામાં ઘાસ કાપનારા પાસે ઓડી કાર : સેલેરી 15 લાખ રૂપિયા | Audi car with lawnmower in America: Salary 15 lakh rupees



– અહીં ટેલન્ટ અને મહેનતને હંમેશાં રીવોર્ડ મળતો જ રહે છે

– ભારતીય કન્ટેન્ટ ક્રીએટરે અમેરિકામાં વર્ક કરવાનો વીડિયો શેર કર્યો છે તેમાં જણાવ્યું છે કે બ્લ્યુ કોલર નોકરીવાળા તો લક્ઝરી કાર વસાવી શકે છે

નવી દિલ્હી : એક ભારતીય કન્ટેન્ટ ક્રીએટરે અમેરિકામાં વર્ક કલ્ચરનો એક વીડીયો શેર કર્યો છે. તેણે તેમાં દાવો કર્યો છે કે અમેરિકામાં તો બ્લ્યુ કોલર નોકરીઓમાં એટલો મોટો પગાર છે કે તેઓ એકથી પણ વધુ લક્ઝુરી મોટરકારો ખરીદી શકે છે. તેટલું જ નહીં પરંતુ પોતાના વિડીયોમાં સડકના કિનારે રહેલી એક કાર દર્શાવી છે તેમાં જણાવવામાં આવ્યું છે કે આ ઓડી કાર એક મજૂરની છે જે મહીને ૧૫ લાખ રૂપિયા કમાય છે.

આ વિડીયો વાયરલ થઇ રહ્યો છે તેમાં તેણે જણાવ્યું હતું કે મેં એક સ્થાનિક લોન મુવર મઝદુર સાથે વાતચીત કરી હતી. તેણે કહ્યું કે તે દર મહિને ૧૦થી ૧૫ લાખ રૂપિયા કમાય છે. આટલી કમાણીને લીધે જ તે ઓડી કાર ચલાવી શકે છે.

આ વિડીયો ઇશ્વર યાદવે શેર કર્યો છે તેણે તેમાં અમેરિકામાં કામ કરનારા લોકો સાથે કરાતું પણ માન ભર્યું વર્તન તેમજ યોગ્ય વેતન અને દર કલાકના હિસાબે કરેલાં કામની ગણતરીએ અપાતો પગાર વિષે જાણીએ તો આશ્ચર્ય થશે. આ વિડીયોમાં યાદવે ઘાસ કાપવાવાળા સાથે જે વાતચીત થઇ રહી છે તેણે તેના પોસ્ટમાં તેમ પણ જણાવ્યું હતું કે ત્યાં લોન-કાપવાની હોય કે સફાઈ કામ કરવાનું હોય કે ચોકીદારનું કામ કરવાનું હોય કોઈ પણ કામને નાનું માનવામાં આવતું નથી. ટેલન્ટ અને મહેનતને હંમેશાં રીવોર્ડ અપાતો જ હોય છે. આ તુલના કરવાની વાત નથી. પરંતુ સમજવાની વાત છે. કે કઇ રીતે જુદાં જુદાં કામને મહત્વ અપાઈ રહ્યું છે.

ઇશ્વર યાદવના આ વિડીયોમાં દર્શાવવામાં આવ્યું છે કે અહીં ઘાસ કાપનારને પણ દર મહિને ૧૦થી ૧૫ લાખ રૂપિયા મળે છે તે વિડીયો વિષે અનેકવિધ કોમેન્ટસ પણ થાય છે. કેટલાક તેમ પણ કહે છે કે જ્યાં પણ દારૂણ દારિદ્રય પણ છે તમે અમેરિકાની પૂરી હકીકત તે વિડીયોમાં દર્શાવી નથી.

તે બીજું મંતવ્ય પણ સ્વીકારી લઈએ છતાં અમેરિકાથી થોડા દિવસો માટે ભારત આવેલા એક પ્રોફેસરે કહ્યું હતું કે હું તમોને ગમે તેટલું કહીશ પરંતુ તે પૂરતું નહીં રહે : યુ હેવ ટુ સી ઇટ ટુ બીલીવ ઇટ ત્યાં કેટલીએ યુનિવર્સિટીઓને પોતાનાં સાઇક્લોટોર્નસ છે. આથી વધુ તમોને શું કહું ?



Source link

Related Articles

Back to top button