दुनिया

એઆઈએ જીવ બચાવ્યો : અમેરિકન લેખકને ચાર બ્લડ ક્લોટ મળી આવ્યા | AI saves life: American writer finds four blood clots



– પ્રાથમિક સારવારમાં સ્નાયુની સમસ્યા નિદાન થયું હતું 

– લક્ષણોની વિગતો બાદ એઆઈ ચેટબોટે ગંભીર બીમારી ડીપ વેઈન થ્રોમ્બોસિસની ચેતવણી આપી હતી

લંડન : આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ માત્ર નોકરીઓ, બિઝનેસ કે પછી ટેક કંપનીઓ પૂરતું સીમિત નથી રહ્યું. હેલ્થ સેક્ટરમાં પણ તેની ભૂમિકા વધી રહી છે. અમેરિકન લેખક અને એઆઈ એક્સપર્ટ ગ્લેબ સિપુર્સ્કીનો એઆઈએ જીવ બચાવ્યો હોવાની માહિતી સામે આવી છે. 

ગ્લેબના જણાવ્યા અનુસાર, તેમના ડાબા પગમાં સતત પાંચ દિવસ સુધી દુખાવો અને સોજો રહેતા તેમણે તેને સામાન્ય સ્નાયુની સમસ્યા માની હતી. પ્રાથમિક સારવાર અને તપાસ બાદ પણ સ્થિતિમાં સુધારો ન થતા તેમણે લક્ષણોની વિગતો એઆઈ આધારિત સિસ્ટમમાં દાખલ કરી હતી. એઆઈએ તરત જ ચેતવણી આપી કે, આ લક્ષણો ડીપ વેઈન થ્રોમ્બોસિસ સાથે સંબંધિત હોય શકે છે. 

ઉલ્લેખનીય છે કે, ડીવીટી એવી ગંભીર સ્થિતિ છે જેમાં શરીરની અંદરની નસોમાં, ખાસ કરીને પગમાં બલ્ડ ક્લોટ થાય છે. જો આ ક્લોટ તૂટીને ફેફસાં સુધી પહોંચી જાય તો પલ્મનરી એમ્બોલિઝમ જેવી જીવલેણ સ્થિતિ સર્જાઈ શકે છે. 

એઆઈની સલાહ બાદ તેઓ તાત્કાલિક હોસ્પિટલના ઈમરજન્સી વોર્ડમાં પહોચ્યા હતા. ત્યાં અલ્ટ્રાસાઉન્ડ તપાસ બાદ તેમના પગમાં ચાર અલગ અલગ બ્લડ ક્લોટ મળી આવ્યા હતા. સમયસર નિદાન થતા તાત્કાલિક સારવાર શરૂ કરવામાં આવી હતી. આ ઘટનાએ એઆઈની ઉપયોગિતા તરફ ધ્યાન દોર્યું હતું. 



Source link

Related Articles

Back to top button