ભારત-ઇયુ વર્ષના અંત સુધીમાં એફટીએ પર સહી કરશે | India EU to sign FTA by year end

![]()
– બંને વચ્ચે કુલ 136 અબજ ડોલરનો કારોબાર
– ભારત ઇયુમાં 76 અબજ ડોલરની નિકાસ અને 60 અબજ ડોલરની આયાત કરે છે
એવિયન-લેસ-બૈન્સ(ફ્રાન્સ) : ભારત અને યુરોપીયન યુનિયન આ વર્ષના અંત સુધીમાં અત્યંત મહત્ત્વાકાંક્ષી ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (એફટીએ) એટલે કે મુક્ત વેપાર કરાર પર સહી કરશે. ઇયુના ટોચના નેતા ઉર્સુલા વોન ડેર લીયેને વડાપ્રધાન મોદી સાથે મંત્રણા કર્યા પછી જણાવ્યું હતું. બંને વચ્ચેની મંત્રણા વિપરીત ભૂરાજકીય સ્થિતિમાં બે મોટી આર્થિક શક્તિઓ વચ્ચેનું જોડાણ જાળવવા પર હતી.
ફ્રાન્સમાં યોજાયેલી જી-૭ શિખર પરિષદની સાથે-સાથે બંને પક્ષકારોએ સિક્યોરિટી અને ડિફેન્સ સહયોગને આગળ વધારવા માટેની અડચણો ઉકેલી હતી. આ ઉપરાંત ઇયી કમિશનના પ્રમુખ વોન ડેર લીયેન પણ યુરોપીયન કાઉન્સિલના પ્રમુખ એન્ટોનિયો કોસ્ટાની સાથે યોજાયેી બેઠકમાં જોડાયા હતા.
બંને આગેવાનોએ આ ટ્રેડ ડીલ પર સહી થવાથી અને તેના અમલીકરણના લીધે વેપાર અને રોકાણના મોરે વ્યાપક તકોનું નિર્માણ થશે અને ખાસ કરીને વર્તમાન વિપરીત ભૂરાજકીય વાતાવરણમાં સપ્લાય ચેઇનનું વૈવિધ્યીકરણ થશે.આ એફટીએના લીધે વિશ્વની કુલ જીડીપીમાં ત્રીજો હિસ્સો ધરાવતા ઇયુમાં ભારતની ૯૯ ટકા નિકાસ પર ટેરિ ફઘટી જશે અને ઇયુની ભારત ખાતેની નિકાસમાં ૯૭ ટકાનો ઘટાડો થશે.
ઇયુનો જ અદાજ છે કે આ સોદાના લીધે યુરોપીયન નિકાસકારોને દર ર્ષે ટેરિફમાં ચાર અબજ ડોલરની બચત થશે. વોન ડેર લીયેને સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે આપણે વિશ્વનું સૌથી મોટું ટ્રેડ ડીલ કર્યુ છે તો હવે તે દિશામાં આગળ વધવુ જોઈએ. આ વર્ષના અંત સુધીમાં ટ્રેડ ડીલ પર સહીસિક્કા થઈ જશે. આ ઉપરાંત રોકાણના કરાર પર કાણ આગળ વધશે. આ ઉપરાંત ઇન્ડિયા, મિડલઇસ્ટ અને યુરોપીયન કોરીડાર પર પણ કામ કરવામાં આવશે. ભારત-ઇયુ વચ્ચે કુલ ૧૩૬ અબજનો વાર્ષિક કારોબાર થાય છે. ભારતની ઇયુમાં નિકાસ ૭૬ અબજ ડોલર તો આયાત ૬૦ અબજ ડોલર છે.



