दुनिया

હોર્મુઝ માર્ગ ફરી ખુલ્યો : 48 લાખ બેરલ ઈરાની ક્રૂડ લઈ 3 ટેન્કર સ્ટ્રેઈટસ બહાર નીકળ્યાં | Strait of Hormuz reopens: 3 tankers leave Straits carrying 4 8 million barrels of Iranian crude



– ઈરાન-અમેરિકા વચ્ચે પ્રાથમિક સમજૂતી સધાતાં અમેરિકાનાં નૌકાદળની સખ્ત નાકાબંધી દૂર થઈ : તે સાથે ઈરાને તેની તેલની નિકાસ શરૂ કરી દીધી

નવી દિલ્હી : અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલી ઐતિહાસિક શાંતિ સમજૂતી પછી વૈશ્વિક તેલ બજાર માટે મહત્વના સમાચાર આવ્યા છે. છેલ્લા બે મહિનાથી અમેરિકી નૌસેનાની સખ્ત નાકાબંધી હટી ગઈ તે પછી ઈરાને મોટા પાયે તેલની નિકાસ શરૂ કરી દીધી છે. સેટેલાઇટ તસ્વીરો અને શિપીંગ ડેટા દ્વારા જાણવા મળ્યું છે કે ઈરાનનાં વિશાળકાય તેલ ટેન્કર હવે બંધનકૃત સમુદ્રીય સીમા પાર કરી રહ્યા છે.

વાસ્તવમાં એપ્રિલ ૨૦૨૬થી અમેરિકા-ઈરાન વચ્ચે થયેલા સંઘર્ષને પરિણામે ઈરાનનાં તેલની નિકાસ અટકી ગઈ હતી.

શીપિંગ અને તેલ ટેન્કરોની ગતિવિધિઓ ઉપર નજર રાખનારી સંસ્થા ટેન્કર ટ્રેકર્સના રીપોર્ટ પ્રમાણે નેશનલ ઈરાની ટેન્કર કંપની (એન.આઈ.ટી.સી.)નાં બે મોટા વી.એલ.સી.સી. ટેન્કર્સ ‘ડાયોના’ (૯૫૬૯૬૯૫) અને ‘હીરો-૨’ (૯૩૬૨૦૭૩) ક્રૂડ લઈ રવાના થયા છે. તે બંનેમાં કુલ મળી ૩૮ લાખ બેરલ, ઈરાની ક્રૂડ ભરેલું છે. તે બંને અમેરિકી નૌસેનાની નાકાબંધી વાળી સીમા પાર કરી સુરક્ષિત રીતે આગળ વધ્યા છે.

તે પછી તુર્તજ ત્રીજું ટેન્કર ‘સ્વેઝમેક્ષ’ ૧૦ લાખ બેરલ ક્રૂડ લઈ બહાર નીકળ્યું છે. આમ કુલ ૪૮ લાખ બેરલ ક્રૂડ નિકાસ થઈ રહ્યું છે.

આ શાંતિ સમજૂતીથી સીધી અસર ક્રૂડની કિંમત ઉપર પડી છે. ડોનાલ્ડ ટ્રમ્પે જેવી ડીલની જાહેરાત કરી કે તુર્તજ બ્રેન્ટ ક્રૂડ જે કેટલાયે સમયથી ૧૦૦-૧૧૦ ડોલર બેરલ દીઠ હતું તે સીધું બેરલ દીઠ ૮૦ ડોલર જેટલું નીચે ગયું છે. આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રેન્ટ ક્રૂડ ઓઈલની બેરલ દીઠ કિંમત ૭૯.૦૨ ડોલર જેટલી નીચે ગઈ છે, જે છેલ્લાં ૩ મહિનામાં સૌથી નીચાં સ્તરે રહેલી છે.

બ્રેન્ટ ક્રૂડની સાથોસાથ અમેરિકાનાં ડબલ્યુટીઆઈ ક્રૂડ નીચે ઉતરી ૭૬.૧૫ ડોલર બેરલ દીઠ નીચે ઉતર્યું છે. ઉપરાંત મર્બન ક્રૂડમાં પણ ૭ ટકા જેટલા ભાવ નીચે ઉતર્યા છે. તે તો બેરલદીઠ ૭૧ ડોલર જેટલા નીચે ગયા છે.

તેલ સસ્તું થવાથી દુનિયાભરનાં અર્થતંત્રો ઉપરથી મોંઘવારીનું જોખમ અત્યારે તો ટળી ગયું છે. ભારત સહિત દુનિયાના દરેક દેશો માટે આ રાહતની સૌથી મોટી ખબર છે.



Source link

Related Articles

Back to top button