दुनिया

ઇન્ડોનેશિયામાં 6.7 તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ : 55 આફ્ટર શોક્સ | Powerful 6 7 magnitude earthquake hits Indonesia: 55 aftershocks



– 32 ઘાયલો પૈકી આઠની સ્થિતિ ગંભીર : સૂત્રો

– ભૂકંપથી 64 ઘરો, 4 ધાર્મિક સ્થળો, 4 જાહેર સુવિધાઓ, બે પુલો, બે સરકારી ઓફિસ, એક કેફે અને એક હોટેલને નુકસાન

પાલુ : મંગળવારે મધ્ય ઇન્ડોનેશિયાનાં સુલાવેસી ટાપુનાં કેટલાક ભાગોમાં ૬.૭ તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જેમાં અનેક લોકો ઘાયલ થયા છે. ઘરો અને ઇન્ફ્રાસ્ટ્રકચરને નુકસાન થયું છે. આઠ વર્ષ પહેલા આવેલા ભૂકંપ અને સુનામીથી તબાહ થયેલા શહેરનાં રહેવાસીઓ આજનાં ભૂકંપથી ફરી એક વખત ભયભીત થઇ ગયા હતાં.

શરૂઆતનો ભૂકંપ પાલુથી લગભગ ૪૩ કિલોમીટર પૂર્વ-દક્ષિણપૂર્વમાં આંતરિક રીતે કેન્દ્રિત હતો. યુએસ જીયોલોજીકલ સર્વે અનુસાર ભૂકંપનું કેન્દ્ર જમીનથી ૧૦ કિમી નીચે હતું.

જોરદાર ધુ્રજારીને કારણે લોકો પાલુ અને તેની આસપાસનાં ખુલ્લા વિસ્તારોમાં દોડી ગયા હતાં. આ શહેરની વસ્તી ચાર લાખ છે અને તે મધ્ય સુલાવેસી પ્રાંતની રાજધાની છે. 

સાવચેતીનાં પગલારૂપે કેટલીક હોસ્પિટલોએ દર્દીઓને પણ બહાર કાઢ્યા હતાં. પ્રાથમિક અહેવાલ મુજબ શક્તિશાળી ભૂકંપને કારણે ૧૦૯ લોકો વિસ્થાપિત થયા છે અને ૩૨ લોકો ઘાયલ થયા છે. સૂત્રોનાં જણાવ્યા અનુસાર વિસ્થાપિતો અને ઘાયલોની સંખ્યા વધી શકે છે.

૩૨ ઘાયલો પૈકી આઠની સ્થિતિ ગંભીર છે. નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એજન્સીનાં પ્રવક્તા અબ્દુલ મુહારીનાં જણાવ્યા અનુસાર ભૂકંપને કારણે બિલ્ડિંગો અને ઇન્ફાસ્ટ્રકચરને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. 

જેમાં ૬૪ ઘરો, ૪ ધાર્મિક સ્થળો, ૪ જાહેર સુવિધાઓ, બે પુલો, બે સરકારી ઓફિસ, એક કેફે અને એક હોટેલનો સમાવેશ થાય છે. 

એજન્સીએ જણાવ્યું હતું કે સમગ્ર દિવસમાં ઓછામાં ઓછા ૫૫ આફ્ટર શોક્સ ચાલુ રહ્યાં હતાં. જેનાં કારણે પ્રદેશનાં લોકોને ૨૦૧૮નાં વિનાશક ભૂકંપનાં દ્રશ્યો યાદ આવી ગયા હતાં. આફ્ટર શોક્સને કારણે લોકો ખુલ્લી જગ્યામાં એકત્ર થયા હતાં.



Source link

Related Articles

Back to top button