જી-7માં ભારતની ભાગીદારી બદલાઈ રહેલો ગ્લોબલ ઓર્ડર દર્શાવે છે : માર્ક કાર્ની | India’s participation in G7 reflects changing global order: Mark Carney

![]()
– જી-7 પરિષદમાં ભાગ લેવા જીનીવા પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વિત્ઝર્લેન્ડના પ્રમુખ ગાય પર્મેલિને સ્વાગત કર્યું
જીનીવા : જી-૭ પરિષદમાં હાજરી આપવા ફ્રાંસમાં એશિયાનથી જીનીવા પહોંચેલા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વિત્ઝર્લેન્ડના પ્રમુખ ગાય પર્મેલિને સ્વાગત કર્યું હતું. કોઈ પણ દેશના વડાપ્રધાનને આવકારવા યજમાન દેશના પ્રમુખ ભાગ્યે જ જાય છે. તેમાંયે બબ્બે વિશ્વયુદ્ધો દરમિયાન પણ સતત તટસ્થ રહેલાં સ્વિત્ઝર્લેન્ડનું વૈશ્વિક મહત્ત્વ પણ અસામાન્ય છે. અહીં પ્રથમ વિશ્વયુદ્ધ પછી ૧૯૨૫માં થયેલી લોકાર્નો સંધિથી શરૂ કરી હજી સુધીમાં અનેક સંધિઓ થઈ ચૂકી છે. તેવાં સ્વિત્ઝર્લેન્ડમાં યોજાઈ રહેલી વિશ્વના સમૃદ્ધ દેશોની પરિષદ જી-૭ પરિષદમાં વિશેષ આમંત્રણથી ભાગ લેવા નરેન્દ્ર મોદી પહોંચ્યા. તે સંબંધે કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નીએ કહ્યું હતું કે, જી-૭ દેશોની પરિષદમાં ભારતની ભાગીદારી બદલાઈ રહેલો ગ્લોબલ ઓર્ડર દર્શાવે છે.
ઉલ્લેખનીય છે કે, આ સમયે જ સંયુક્ત રાષ્ટ્રોની પાંચ કાયમી સભ્યો તથા ૧૦ ક્રમાનુસાર ચૂંટાતા કુલ ૧૫ સભ્યોની સલામતી સમિતિમાં બિન-કાયમી દેશો (૧૦)ની સંખ્યા વધારવાની ચર્ચા ચાલે છે. ત્યારે ભારતે કાયમી સભ્યોની સંખ્યા વધારવા અનુરોધ કરવા સાથે ભારતના કાયમી સભ્યપદનો દાવો કર્યો છે. ત્યારે જી-૭ પરિષદમાં ભારતને વિશેષ આમંત્રણ આપવામાં આવ્યું અને કેનેડાના વડાપ્રધાને બદલાતાં વૈશ્વિક પરિપ્રેક્ષ્યની કરેલી રજૂઆત તથા સ્વિત્ઝર્લેન્ડના પ્રમુખ દ્વારા વડાપ્રધાન મોદીનું કરાયેલું સ્વાગત નોંધપાત્ર છે.



