दुनिया

અમેરિકા-ઇરાન અંતે ‘શાંતિ’ જાળવવા સહમત, 19મીએ ‘મહોર’ | US Iran finally agree to maintain ‘peace’ ‘seal’ on the 19th



– સ્વિટઝરલેન્ડમાં સમજૂતીનો અમલ શરૂ થશે, પછીના 60 દિવસમાં પરમાણુ શસ્ત્રોના મુદ્દે મંત્રણા થશે

– અમેરિકા ઘેરાબંધી હટાવશે અને તેના પછી શુક્રવારે ઇરાન હોર્મુઝની ખાડી બધા માટે સંપૂર્ણપણે ખોલી દેશે 

– સમજૂતી વચ્ચે 12 અબજ ડોલરને લઈને નવો વિવાદ ઇરાને રકમ પહેલા માંગી, અમેરિકાનું પે-ફોર-પર્ફોમન્સનું સૂત્ર 

દુબઈ : અમેરિકા અને ઇરાન વચ્ચે યુદ્ધ ખતમ કરવાની અને હોર્મુઝની ખાડી ખોલવાની સમજૂતી થઈ ગઈ છે. તેના પર ૧૯મી જૂનના રોજ સ્વિટ્ઝરલેન્ડમાં સહીસિક્કા થશે. હોર્મુઝ પણ તે જ દિવસે ખૂલશે. હાલમાં યુદ્ધ રોકવા અને હોર્મુઝ ખોલવાના મુદ્દા પર સમજૂતી થઈ છે. પછી ૬૦ દિવસમાં પરમાણુ શસ્ત્રોના મુદ્દે મંત્રણા હાથ ધરવામાં આવનાર છે. ટ્રમ્પ અને ઇરાનની સરકારે સમજૂતીને સમર્થન આપ્યું છે. 

ટ્રમ્પે સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યુ હતુ કે બધાને આ સમજૂતીના અભિનંદન પાઠવતા હોર્મુઝની ખાડીને કોઈપણ પ્રકારના ટોલ વગર ખોલવાની મંજૂરી આપું છું. તેની સાથે અમેરિકન લશ્કરને નાકાબંધી હટાવવાનો આદેશ આપું છું. ઇરાનના નાયબ વિદેશપ્રધાન કાજેમ ગરીબાબાદીએ સરકારી ટેલીવિઝન પર આ સમજૂતીને સમર્થન આપ્યું છે.

તેમણે જણાવ્યું હતું કે ડીલ થઈ ગઈ છે, પરંતુ શુક્રવારે સહીસિક્કા થશે નહીં ત્યાં સુધી ઇરાન તેનો અમલ શરૂ નહીં કરે. તેમણે જણાવ્યું હતું કે તહેરાનમાં કતારના પ્રતિનિધિ સાથે ૧૪ કલાક સુધી ચાલેલી વાતચીત પછી આ ડીલ કરવામાં આવી છે. આ સમજૂતીમાં કતાર, તુર્કી અને સાઉદી અરેબિયાનો મહત્ત્વનો ફાળો છે.  તેઓના પ્રતિનિધિ આગામી દિવસોમાં 

આમ ટ્રમ્પ ૮૦ વર્ષના થયા તે દિવસે આ ડીલને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે. આના પગલે બંને દેશ વચ્ચેના ૧૦૭ દિવસના યુદ્ધનો અંત આવી ગયો છે. ટ્રમ્પે જણાવ્યું હતું કે આ ડીલના લીધે મધ્યપૂર્વમાં શાંતિ સ્થપાશે. અગાઉ કટેલાય અમેરિકન પ્રમુખો ઇરાન સાથે શાંતિ કરવાનો પ્રયત્ન કરી ચૂકયા છે, પરંતુ તેમને નિષ્ફળતા સાંપડી છે. આ વિસ્તારના લોકોને પ્રથમવ ખત એવો પ્રમુખ મળ્યો છે જે ખરેખર શાંતિ સ્થાપવામાં મદદરૂપ થાય. 

અમેરિકન પ્રમુખ જેડી વેન્સ અને સાંસદોએ પણ આ ડીલને અત્યંત મહત્ત્વનું ગણાવ્યું હતું.  વાન્સે જણાવ્યું હતું કે ડીલની સફળતાનો આધાર ઇરાન તેના વચનોનું કેટલું પાલન કરે છે તેના પર છે. ભારતીય-અમેરિકન કોંગ્રેસમેન રો ખન્નાએ પણ આ સમાચાર આવકાર્યા હતા. 

સમજૂતીના આ સમાચાર વચ્ચે ૧૨ અબજ ડોલરની રકમ જારી કરવાને લઈને અમેરિકા-ઇરાન સામસામે છે. ઇરાનની સરકારી સમાચાર એજન્સી મુજબ અમેરિકા-ઇરાન વચ્ચે ૧૪ સૂત્રીય સમજૂતીનો મુસદ્દો તૈયાર થયો છે. તેના હઠળ અમેરિકા ઇરાનની ફ્રીઝ કરવામાં આવેલી સંપત્તિઓનો હિસ્સો જારી કરશે. ૬૦ દિવસની મંત્રણા દરમિયાન ૨૪ અબજ ડોલરની ફ્રીઝ કરવામાં આવેલી સંપત્તિ છૂટી કરવાની છે. 

તેમા અડધી રકમ મંત્રણા શરૂ થતાં પહેલા જારી કરાશે, પરંતુ અમેરિકાએ તેનો ઇન્કાર કર્યો છે. એક અધિકારીએ જણાવ્યું છે કે ઇરાન દ્વારા પ્રતિબદ્ધતા પૂરી કર્યા વગર કોઈ પણ ફંડ જારી કરવામાં નહીં આવે. અમેરિકાએ તેને પે ફોર પર્ફોમન્સનું નામ આપ્યું છે. આ મુજબ ઇરાન જેમ-જેમ સમજૂતીનું પાલન કરશે તેમ તેમ ફંડ જારી થશે. 

ઇરાને જણાવ્યું છે કે તે હોર્મુઝની ખાડીમાંથી ટોલ નહીં વસૂલે, પરંતુ મેરીટાઇમ સર્વિસ ફી વસૂલશે. તેમણે જણાવ્યું હતું કે અમેરિકા સાથેની સમજૂતી છતાં અવિશ્વાસ યથાવત્ છે. અમે હંમેશા જણાવ્યું છે કે અમે કંઇ ટ્રાન્ઝિટ ટોલ્સ વસૂલવાના નથી, પરંતુ નેવિગેશન સર્વિસિઝ, પર્યાવરણ સંરક્ષણ, જહાજ વીમો અને અન્ય સર્વિસિઝના થાય છે. 

ઉલ્લેખનીય છે કે અમેરિકા અને ઇઝરાયેલે ૨૮મી ફેબુ્રઆરીના રોજ ઇરાન પર હુમલા કરતાં આ યુદ્ધ શરૂ થયુ હતું. આ યુદ્ધે પશ્ચિમ એશિયાને લપેટમાં લઈ લીધું હતું. 

તેના લીધે હોર્મુઝની ખાડી જેવું મહત્ત્વના આંતરરાષ્ટ્રીય જળક્ષેત્ર અવરોધાયું હતું. તેના પછી ૮મી એપ્રિલના રોજ બંને વચ્ચે કામચલાઉ યુદ્ધવિરામ થયો અને શાંતિ સ્થાપવાના પ્રયત્નો શરૂ થયા. 

અમેરિકા-ઇરાન વચ્ચેના ડીલની મહત્ત્વની શરતો

અમેરિકા અને ઇરાન વચ્ચે યુદ્ધ ખતમ કરવાના થયેલા શાંતિ કરારની મહત્ત્વની શરતો નીચે મુજબ છે: 

* ઇરાનના ઓઇલ, પેટ્રોકેમિકલ્સ અને તેની સાથે જોડાયેલી નિકાસ પર લાગેલા પ્રતિબંધો હટાવવામાં આવશે.

* ઇરાનને પોતાના નાણાકીય સંસાધનોનું સંપૂર્ણ એક્સેસ મળી જશે.

* ૬૦ દિવસની મંત્રણા દરમિયાન ઇરાનના ફ્રીઝ કરવામાં આવેલા ૨૪ અબજ ડોલર જારી કરાશે, તેમા ૧૨ અબજ ડોલર મંત્રણા પૂર્વે જારી કરાશે.

* અમેરિકા અને તેના સહયોગીઓએ ઇરાનના પુર્નનિર્માણ માટે લગભગ ૩૦૦ અબજ ડોલરની દરખાસ્તો રજૂ કરવી પડશે.

* લેબનોન સહિત બધા મોરચે યુદ્ધ હંમેશા માટે બંધ થશે.

* અમેરિકા ઇરાનના મામલામાં દખલ ન દેવા ંઅને તેનું સાર્વભૌમત્વ જાળવશે.

*  અમેરિકા ઇરાનની ઘેરાબંધીને ૩૦ દિવસની અંદર સંપૂર્ણપણે હટાવશે.

* હોર્મુઝની ખાડીને ઇરાનની વ્યવસ્થા હેઠળ ૩૦ દિવસમાં ખોલવામાં આવશે.

*  અમેરિકા મંત્રણા દરમિયાન મધ્યપૂર્વમાં લશ્કરી પ્રવૃત્તિ નહીં કરે કે નવા પ્રતિબંધો નહીં લાદે. 

* ઇરાનનો મિસાઇલ કાર્યક્રમ અને બળવાખોર જૂથોને સમર્થન આ સમજૂતીનો હિસ્સો નથી. 

* આ બધી સમજૂતીના અમલ માટે એક નિરીક્ષણ તંત્ર હશે, કોઈપણ અંતિમ સંમજૂતીને સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદ દ્વારા મંજૂરી અપાશે. 

અમેરિકા-ઇરાન ડીલને શાંતિ સમજૂતી કહેવું વહેલું, પરંતુ ભારતને રાહત

ઇરાન-અમેરિકા વચ્ચે થયેલી સમજૂતીને લઈને ભૂરાજકીય નિષ્ણાત બ્રહ્મ ચેલાણીએ જણાવ્યું છે કે અમેરિકા-ઇરાન ડીલને શાંતિ સમજૂતી કહેવી વહેલી છે, પરંતુ હોર્મુઝની ખાડી ખોલવાના લીધે ભારત સહિત કેટલાય એશિયન દેશોને રાહત મળશે. તેમનું માનવું છે કે ૬૦ દિવસની મર્યાદાની અંદર અમેરિકા-ઇરાન વચ્ચે પરમાણુ શસ્ત્રો અંગેની મંત્રણામાં કોઈપણ પ્રકારનો કરાર કરવો શક્ય નથી. આ પ્રકારની મંત્રણા ઘણો લાંબો સમય ચાલતી હોય છે. તેથી આ મંત્રણા આગળ ધપાવવી જ પડશે. ટ્રમ્પે આ કરારના પગલે અમેરિકામાં અનેક સવાલોનો સામનો કરવો પડી શકે છે. તે ઇરાનના ધાર્મિક શાસનને ઉખાડી ફેંકવા માંગતા હતા, પરંતુ અહીં તેમના આ ધ્યેયમાં તે સદંતર નિષ્ફળ રહ્યા છે. ઉપરથી આ ધાર્મિક જૂથની શાસન પરની પક્કડ વધુ મજબૂત બની છે. આ યુદ્ધના લીધે વિદેશમાં અમેરિકાની શાખ અને વિશ્વસનીયતા બંને ઘટી છે. કમસેકમ ખાડી દેશોમાં તો આવી જ સ્થિતિનું નિર્માણ થયું છે.

દિશા ભારતીય કંપની પેટ્રોનેટનું જહાજ છે

ભારતીય એલએનજી કેરિયર દિશા ૧૮ જૂને દહેજ આવશે

– ભારતનું 62,370 ટન એલએનજી જહાજ દિશા સાડા ત્રણ મહિનાથી હોર્મુઝમાં હતું

નવી દિલ્હી : ભારતીય કંપનીએ ચાર્ટર કરેલી લિક્વીફાઇડ નેચરલ ગેસ (એલએનજી)નું પ્રથમ કેરિયર યુદ્ધગ્રસ્ત હોર્મુઝની ખાડીમાંથી સાડા ત્રણ મહિના બાદ સલામત રીતે પસાર થયું છે. 

શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાની આગેવાની હેઠળના કોન્સોર્ટિયમ હેઠળ સંચાલિત એલએનજી કેરિયર દિશા અમેરિકા-ઇરાન વચ્ચે શાંત સમજૂતી થઈ તે બાદ બહાર નીકળનારા સૌપ્રથમ કોમર્સિયલ જહાજોમાંનુઁ એક છે. તે ગુજરાતમાં દહેજ બંદર પર ૧૮મી જૂનના રોજ આવી પહોંચશે તેમ માનવામાં આવે છે, એમ બંદર, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલયના ડિરેક્ટર ઉપેશકુમાર શર્માએ જણાવ્યું હતું. દિશા નામનું આ જહાજ ૬૨,૩૭૦ ટન એલએનજી લઈને આવી રહ્યુ છે. ભારત તેની નેચરલ ગેસની અડધી જરૂરિયાતો આયાતથી પૂરી કરે છે. તેમા ૬૫ ટકા આયાત ખાડીમાં કતાર જેવા દેશોમાંથી થાય છે. તે હોર્મુઝમાંથી ભારતને પુરવઠો પૂરો પાડે છે.શર્માએ જણાવ્યું હતું કે ૧૦ ભારતીય ધ્વજવાળા અને પાંચ વિદેશી એમ કુલ ૧૫ જહાજે સફળતાપૂર્વક હોર્મુઝ જળમાર્ગ પસાર કરી દીધો છે. 



Source link

Related Articles

Back to top button