दुनिया

ઇરાનને તેનો પરમાણુ કાર્યક્રમ બંધ કરવાનો મુદ્દો ડીલમાં નથી : તેને બદલે તે માટે મંત્રણા ચાલુ રાખવા 60 દિવસની મુદત અપાઈ | The deal does not include the issue of Iran halting its nuclear program



– શાંતિ સમજૂતીમાં ઇરાન જ વિજયી થયું હોય તેમ લાગે છે

– અમેરિકાએ ઇરાનનાં બંદરોની ઘેરાબંધી ઉઠાવવા કબુલ્યું : તે પછી ઇરાન હોર્મુઝ-સ્ટ્રેઈટસ ખોલવા માટે સહમત થયું

નવી દિલ્હી : ૨૮ ફેબ્રુઆરીએ જ્યારે અમેરિકા અને ઇઝરાયેલે ઇરાન ઉપર હુમલા શરૂ કર્યા ત્યારે ટ્રમ્પ અને નેતન્યાહૂ તથા તેમના જનરલ્સ અને જાસૂસી સંસ્થાઓ તેમજ માનતા હતા કે અમેરિકા-ઇઝરાયેલની તાકાત ઇરાનનાં નેતૃત્વનો નાશ કરી શકશે અને ઇરાનને તેવી સ્થિતિમાં મુકી દેશે કે તે તાકાત સાથે મંત્રણા નહીં કરી શકે.

શરૂમાં આ પ્લાન સફળ પણ રહ્યો. ઇરાનના સર્વોચ્ચ નેતા આયાતોલ્લાહ અલિ ખોમેની અને તેના કેટલાયે જનરલ્સ માર્યા પણ ગયા. પરંતુ સૌથી વધુ દિવસો પછી ટ્રમ્પ જ્યારે ઇરાન સાથે ડીલ કરવા તૈયાર થયા ત્યારે કેટલાયે તજજ્ઞાો માને છે કે ઇસ્લામિક રીપબ્લિક ઉપર આક્રમણ કરી અમેરિકા ઇઝરાયેલે ઇરાનને નબળું પાડવાને બદલે તેને પ્રબળ બનાવ્યું છે.

તજજ્ઞાો તે સ્વીકારે જ છે કે અમેરિકા-ઇઝરાયેલના પ્રચંડ પ્રહારોથી ઇરાનને લશ્કરી દ્રષ્ટિએ ભારે ફટકો પડયો છે. તેની નાતાઝ, ઇસ્ફહાન અને ફોર્ડોસ સ્થિત ન્યુક્લિઅર ફેસીલીટીઝને પણ ભારે નુકસાન થયું છે તેમ છતાં તે પણ સ્પષ્ટ છે કે આટલા પ્રયત્નો છતાં અમેરિકા-ઇઝરાયેલ શાંતિમંત્રણા સમયે (૧૫ જૂને) ઇરાનને ઘૂંટણભેર નથી કરી શક્યાં. ઉલટાનું તેમ લાગે છે કે તહેરાન વિજયી થયું હોય તેવો દેખાવ થયો છે. તે ઇઝરાયેલ-અમેરિકાની સંયુક્ત લશ્કરી તાકાત સામે અડીખમ ઊભું રહી શક્યું છે. તેમજ તેણે જે સમજૂતી (ડીલ) ઉપર હસ્તાક્ષર કર્યા છે તે ડીલ જ ઇરાન માટે લાંબા ગાળે લાભકર્તા બની રહે તેમ છે.

વિશ્લેષણકારો તો સ્પષ્ટ કહે છે કે ટ્રમ્પે ઇરાનને ખેદાન મેદાન કરી નાખવાની વારંવાર ધમકીઓ આપ્યા કરી છે સાથે પોતાના મુદ્દાઓ અંગે તે તેટલા જ કઠોર રહ્યા છે.

આ સામે કેટલાક વિશ્લેષણકારો તો માને છે કે સૌથી વધુ આશ્ચર્યની વાત તો તે છે કે આ પરિસ્થિતિમાં પણ ઇરાન સામું તેટલું જ મક્કમ રહ્યું છે કે તેથી ટ્રમ્પને ઇરાન ઉપર મુકેલા આર્થિક અને રાજકીય પ્રતિબંધો હળવા કરવા પડયા છે. જે યુદ્ધ શરૂ થયાં પહેલાં કાંઈ માનવા તૈયાર ન હતું.

જોકે હજી પણ અમેરિકા, ઇરાને સમજૂતીની સંપૂર્ણ વિગતો મીડીયા સમક્ષ મુકી નથી. પરંતુ તેવું જાણવા મળ્યું છે કે ઇરાન હોર્મુઝ ખુલ્લી કરવા સહમત થયું છે સામે અમેરિકા નૌકા-ઘેરાબંધી ઉઠાવવા સહમત થયું છે. તેમજ ઇરાનની એસેટ્સ પણ મુક્ત કરવા અમેરિકા સંમત થયું છે. સાથે ઇરાનના પરમાણુ કાર્યક્રમને આ તબક્કે તત્કાળ બંધ કરવાને બદલે તે સંબંધી મંત્રણાઓ ચાલુ રાખવા પણ અમેરિકા સંમત થયું છે. જે માટે ૬૦ દિવસની મુદત-મંત્રણા માટે રખાઈ છે.



Source link

Related Articles

Back to top button