गुजरात

Kutch: વહેલી સવારે ફરી એકવાર ધ્રુજી ધરા, જાણો કેટલી તિવ્રતાનો નોંધાયો આંચકો ?

ભૂકંપના ઝટકાથી સતત કચ્છની ધરા ધ્રુજી રહી છે. વહેલી સવારે 5.42 મિનિટે 1.2ની તીવ્રતાનો આંચકો આવ્યો હતો. ભચાઉથી એકવીસ કિલોમીટર દુર ભૂકંપનુ કેન્દ્રબિંદુ નોંધાયું છે. છેલ્લા ઘણા સમયથી કચ્છમાં ભૂકંપના આંચકા આવી રહ્યા છે.

નોંધનીય છે કે, બે દિવસ પહેલા પણ કચ્છ જિલ્લામાં ભૂંકપના બે આંચકા આવ્યા હતાં. કેચ્છમાં ભૂંકપના બે આંચકા નોંધાયા હતા. દુધઇ અને ભચાઉમાં ભૂંકપના આંચકા નોંધાયા હતા. રાત્રે 12.12 વાગ્યે દુધઇમાં ભૂંકપના આંચકા આવ્યા હતા. રિક્ટર સ્કેલ પર 3.0 ની તીવ્રતા હતી. આ ભૂકંપનું દુધઇથી 8 કિમી દૂર કેન્દ્રબિંદુ નોંધાયું હતું.

Related Articles

Back to top button