दुनिया

VIDEO: બંજી જમ્પિંગમાં યુવતીને સુરક્ષા દોરડું બાંધ્યા વગરની ફેકી દેવાઈ, એડવેન્ચર કંપનીની બેદરકારીથી દર્દનાક મોત | bungee jump in brazil negligence by adventure company causes death of woman viral video



Bungee Jumping: બ્રાઝિલમાં 24 વર્ષની એક યુવતી માટે એડવેન્ચરનો શોખ જ તેના મોતનું કારણ બની ગયો. સોશિયલ મીડિયા પર રીલ અને વીડિયો જોઈને લોકો અવારનવાર ખતરો કે ખિલાડી બનવા નીકળી પડે છે, પરંતુ બ્રાઝિલના સાઓ પાઉલોમાં જે થયું, તેણે દરેક વ્યક્તિને વિચારવા મજબૂર કરી દીધા છે. એક એડવેન્ચર કંપનીની રૂંવાડા ઉભા કરી દે તેવી બેદરકારીના કારણે યુવતી બંજી કોર્ડ (સુરક્ષા દોરડું) બાંધ્યા વિના જ 35 મીટરની ઊંચાઈ પરથી નીચે કૂદી ગઈ અને તેનું ઘટનાસ્થળે જ દર્દનાક મોત નીપજ્યું.

ત્રણ દાયકા જૂના બંધ પુલ પર અકસ્માત

આ અકસ્માત સાઓ પાઉલો રાજ્યના લિમેઇરા અને કોર્ડેઇરોપોલિસ શહેરોને જોડતા ‘પોન્ટે ડો એસ્કેલેટો’ પર થયો હતો. આ પુલ છેલ્લા અંદાજે ત્રણ દાયકાથી બંધ પડ્યો છે, પરંતુ હાલના દિવસોમાં તે એડવેન્ચરના શોખીનો અને પ્રવાસીઓ માટે એક મનપસંદ સ્પોટ બની ગયો હતો. સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે આ જગ્યા પર સરકાર અથવા કોઈ સત્તાવાર સંસ્થાની કોઈ દેખરેખ કે સુરક્ષા રેગ્યુલેશન લાગુ નથી.

વીડિયો શૂટ માટે કંપનીને ચૂકવ્યા રૂપિયા

સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર, મૃતક મારિયા એડ્યુઆર્ડા રોડ્રિગ્સ ડી ફ્રીટાસે આ ખતરનાક બંજી જમ્પ અને તેનો વીડિયો શૂટ કરાવવા માટે ‘એન્ટ્રે કોર્ડાસ’ નામની એક ખાનગી કંપનીને અંદાજે 290 ડૉલર (લગભગ 24,500 રૂપિયા) ચૂકવ્યા હતા. તેને શું ખબર હતી કે જે વીડિયોને તે પોતાની યાદોમાં સમેટવા માંગતી હતી, તે જ તેની જિંદગીનો છેલ્લો વીડિયો સાબિત થશે. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, યુવતી પહેલા અન્ય ત્રણ લોકોએ ત્યાંથી જમ્પ લગાવ્યો હતો, જેઓ સુરક્ષિત રહ્યા હતા.

બંજી ક્રૂ મેમ્બર્સે સુરક્ષા નિયમો નેવે મૂક્યા

પરંતુ જ્યારે આ છોકરીનો વારો આવ્યો, ત્યારે ત્યાં હાજર ક્રૂ મેમ્બર્સે સુરક્ષા નિયમોને સંપૂર્ણપણે નેવે મૂકી દીધા. પ્રત્યક્ષદર્શીઓનું કહેવું છે કે આ ઘોર બેદરકારીનો મામલો છે. ક્રૂ મેમ્બર્સે યુવતીને ધક્કો મારતા પહેલા પ્રાથમિક સુરક્ષા તપાસ પણ ન કરી અને એ ચેક કરવાનું ભૂલી ગયા કે તેનું સુરક્ષા દોરડું યોગ્ય રીતે બંધાયેલું છે કે નહીં.

115 ફૂટની ઊંચાઈએથી નીચે પડી યુવતી

પુલ પર હાજર અન્ય પ્રવાસીઓએ જ્યારે આ આખી ઘટનાને પોતાના કેમેરામાં રેકોર્ડ કરી, ત્યારે ત્યાંનો નજારો ખૂબ જ ભયાનક હતો. ત્રણ લોકો યુવતીને ઉચકે છે જેમાંથી બે લોકો બ્રિજના છેડે જઈ તેને પુલ નીચે ફેંકી દે છે. ત્યાં ઉભેલા લોકોને તરત જ સમજાઈ ગયું કે તેના પગ કે શરીર સાથે કોઈ દોરડું જોડાયેલું જ ન હતું. જોતજોતામાં સમગ્ર વિસ્તારમાં ચીસાચીસ થઈ ગઈ. છોકરી સીધી 35 મીટર (અંદાજે 115 ફૂટ) નીચે જઈ પડી. ચોંકાવનારી બાબત એ છે કે કંપનીના ઇન્સ્ટ્રક્ટર્સને પોતાની આ ભયાનક ભૂલનો અહેસાસ ત્યારે થયો, જ્યારે છોકરી નીચે પડી ચૂકી હતી.

આ પણ વાંચો: બાંગ્લાદેશી ક્રિકેટરને પોલીસે લાકડી-પાઈપોથી નિર્દયતાપૂર્વક માર્યો, ક્રિકેટ જગતમાં ખળભળાટ

ઘટનાસ્થળેથી ભાગતા 6 લોકોની ધરપકડ

અકસ્માત બાદ તરત જ ત્યાં હાજર સ્ટાફના હાથ-પગ ફૂલી ગયા. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે ભૂલનો અહેસાસ થતાં જ આરોપી ઇન્સ્ટ્રક્ટર્સ અને સ્ટાફ ત્યાંથી ભાગવાની ફિરાકમાં હતા. તેઓ ઘટનાસ્થળેથી નીકળવાનો પ્રયાસ કરી જ રહ્યા હતા કે સ્થાનિક પોલીસે તેમને ઘેરી લીધા અને રોકી દીધા. કેટલાક મીડિયા અહેવાલોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે અત્યાર સુધીમાં 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે.



Source link

Related Articles

Back to top button