दुनिया

ક્લોડ ફેબલ-5 લોન્ચ : ક્લાકોમાં ગેમ્સ, એપ્સ ડેવલપ કરવાની ક્ષમતા | Cloud Fable 5 launched: Ability to develop games apps in Claco



– એન્થ્રોપિકનું સૌથી પાવરફૂલ પબ્લિક એઆઈ મોડલ

– તે માત્ર સૂચનાઓનું પાલન નથી કરતું : ભૂલો શોધી, પરીક્ષણો ચલાવી અને જાતે સુધારા પણ કરી શકે છે

– લોન્ચિંગ બાદ કોઈએ માઈનક્રાફ્ટ જેવી લોકપ્રિય ગેમ્સના ક્લોન તૈયાર કર્યા તો કોઈએ સોફ્ટવેર ટૂલ્સ

કેલિફોર્નિયા : આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ સેક્ટરમાં વધી રહેલી સ્પર્ધા વચ્ચે એન્થ્રોપિકે તેનું નવું મોડલ ક્લોડ ફેબલ ૫ રજૂ કર્યું છે. આ મોડલ લોન્ચ થયાના થોડા જ કલાકોમાં ટેક વર્લ્ડમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. ડેવલપર્સ અને એઆઈ એક્સપર્ટ્સનું કહેવું છે કે, ફેબલ-૫ માત્ર પ્રશ્નોના જવાબ આપતું ચેટબોટ નથી. પરંતુ, લાંબા સમય સુધી સ્વતંત્ર રીતે કામ કરી શકે તેવા એઆઈ એજન્ટ તરફનું એક મોટું પગલું છે. ફેબલ ૫ને એન્થ્રોપિકનું અત્યાર સુધીનું સૌથી એડવાન્સ પબ્લિક મોડલ માનવામાં આવી રહ્યું છે. તે જટિલ કોડિંગ, રિસર્ચ, વિશ્લેક્ષણ અને અનેક લેવલ વાળા પ્રોજેક્ટ્સને આસાનીથી પૂર્ણ કરી શકે છે.  

ફેબલ ૫ લોન્ચ થયાના પહેલા ૨૪ કલાકમાં જ દુનિયાભરના ડેવલપર્સે તેની મદદથી અનેક પ્રયોગો શરૂ દીધા હતા. કેટલાક લોકોએ માઈનક્રાફ્ટ જેવી લોકપ્રિય ગેમ્સના ક્લોન તૈયાર કર્યા. જ્યારે, કેટલાકે વેબ એપ્લિકેશન્સ અને એઆઈ આધારિત સોફ્ટવેર ટૂલ્સ ડેવલપ કરી. 

ઘણા ડેવલપર્સે સોશિયયલ મીડિયા પર લખ્યું કે, અગાઉ જ્યાં પ્રોજેક્ટનો પ્રારંભિક નમૂનો તૈયાર કરવામાં દિવસો લાગતા હતા ત્યાં ફેબલ ૫ની મદદથી ક્લાકોમાં જ કામ પૂરું થઈ રહ્યું છે. 

તેની સૌથી મોટી ખાસિયત એ છે કે તે માત્ર સૂચનાઓનું પાલન જ નથી કરતું પરંતુ, કાર્ય પૂર્ણ કરવા માટે પોતે જ એક રિસ્પોન્સ ડેવલપ કરી શકે છે. જો કોઈ ડેવલપર તેને સોફ્ટવેર બનાવવા કહે તો તે કોડ લખી શકે છે, ભૂલો શોધી શકે છે ,  પરીક્ષણો ચલાવી શકે છે અને જરૂર પડે તો સુધારા પણ કરી શકે છે. એઆઈની આ ક્ષમતા ભવિષ્યમાં સોફ્ટવેર ડેવલપમેન્ટની પદ્ધતિઓમાં મોટો ફેરફાર લાવી શકે છે. હવે, એવા એઆઈ એજન્ટ્સ મળશે જે આસિસ્ટન્ટ તરીકે નહીં પરંતુ પ્રોજેક્ટના સક્રિય મેમ્બર તરીકે કાર્ય કરશે. 

ઉલ્લેખનીય છે કે, છેલ્લા એક વર્ષ થી ઓપનએઆઈ, ગૂગલ, મેટા અને એન્થ્રોપિક જેવી કંપનીઓ એઆઈ એજન્ટ્સ વિકસાવવા પર ભાર મૂકી રહી છે. આ એવી સિસ્ટમો છે જે યુઝર્સની સૂચના મળ્યા બાદ લાંબા સમય સુધી સ્વતંત્ર રીતે કામ કરી શકે છે. 



Source link

Related Articles

Back to top button