दुनिया

ઇરાન યુદ્ધ વચ્ચે ચીનની નિકાસમાં 19.4 ટકાનો આશ્ચર્યજનક વધારો નોંધાયો | China’s exports record a surprising 19 4 percent increase amid Iran war



– ટ્રમ્પના ફટકા પણ ચીન પર અસર ન કરી શક્યા

– ચીનનું અર્થતંત્ર ચાલુ વર્ષે ૪થી 4.5 ટકાના દરે વૃદ્ધિ પામે તેવી સંભાવના: અમેરિકામાં નિકાસ 35 ટકા વધી

હોંગકોંગ : અમેરિકાએ લાદેલા ટેરિફ અને તેના પછી અમેરિકા-ઇરાન યુદ્ધ તથા તેના કારણે સર્જાયેલી હોર્મુઝ કટોકટી વચ્ચે પણ ચીને મે મહિનામાં તેની નિકાસમાં ૧૯.૪ ટકાનો વધારો દર્શાવ્યો છે. આ બતાવે છે કે આટલા બધા વૈશ્વિક અવરોધો વચ્ચે પણ ચીનનું અર્થતંત્ર કેટલું મજબૂત છે અને સતત વૃદ્ધિ પામી રહ્યુ છે. ટ્રમ્પની આડોડાઈની પણ ચીનના અર્થતંત્ર પર અસર પડી નથી. 

ચીનની મે મહિનાની નિકાસમાં એપ્રિલમાં  વાર્ષિક ધોરણે ૧૪.૧ ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો તેની તુલનાએ વધારો થયો છે. જ્યારે મે મહિનાની આયાત વધીને ૨૭.૪ ટકા થઈ છે. આમ તે એપ્રિલના ૨૫.૩ ટકાની તુલનાએ થોડી વધુ ઝડપે વૃદ્ધિ પામી છે. 

મે મહિનામાં ચીનની અમેરિકામાં નિકાસ વાર્ષિક ધોરણે ૩૫ ટકા કરતાં પણ વધી છે. જ્યારે એપ્રિલમાં ૧૧ ટકા વધી છે. અમેરિકન પ્રમુખ ટ્રમ્પે ગયા વર્ષે લાદેલા પ્રતિબંધોના કારણે ચીનની અમેરિકામાં નિકાસ સતત ઘટતી જતી હતી. આ સમયગાળા દરમિયાન ચીનની દક્ષિણપૂર્વ એશિયા અને યુરોપમાં નિકાસ વધી હતી.

ઓટો અને ટેકનોલોજી સેગમેન્ટની નિકાસ અને આર્ટિફિશિયલ સંલગ્ન પ્રોડ્ક્ટસ જેવી કે સેમીકંડક્ટર્સ અને કમ્પ્યુટિંગ ઇક્વિપમેન્ટની નિકાસે તેને બળ આપ્યું છે. નિકાસના મોરચે મજબૂત પર્ફોર્મન્સના કારણે ચીનનં  અર્થતંત્ર વિશ્વસ્તરે ક્રૂડ ઓઇલના ઊચકાયેલા ભાવને પહોંચી વળવા સક્ષમ રહ્યુ છે. તેના કારણે ચીનને ફુગાવો ટાળવામાં મદદ મળી છે.

વૈશ્વિક એઆઈ બૂમ અને વિશ્વસ્તરે ગ્રીન ટેકનોલોજી તરફ વધેલા ઝોકે પણ ચીનને મદદ કરી છે. શિપ્સ, ચિપ્સ, ઓટો અને બેટરીઝની વૈશ્વિક ટેક બૂમમાં ભારે માંગ છે અને ઊંચા ભાવની સાથે ટેક સપ્લાય ચેઇને પણ વેપારની મૂલ્યવૃદ્ધિમાં મદદરૂપ બની છે. 

ઓટોમાં જોઈએ તો ચીનની સૌથી મોટી લિેક્ટ્રિક વ્હીકલ ઉત્પાદક બીવાયડીએ જણાવ્યું હતું કે તેણે મેમાં વિદેશમાં ૧.૬૦ લાખ વાહનો વેચ્યા હતા, જે વર્ષ અગાઉ કરતાં ૮૦ ટકા વધારે છે. ચીનના નેતાઓએ ૨૦૨૬ માટે સાડા ચારથી પાંચ ટકા વૈશ્વિક આર્થિક વૃદ્ધિનો અંદાજ મૂક્યો છે, જે ૨૦૨૫ના પાંચ ટકાની આસપાસના ધ્યેય કરતાં થોડો નીચો છે અને ૧૯૯૧ પછીનું સૌથી ધીમું વિસ્તરણ છે. 



Source link

Related Articles

Back to top button