मनोरंजन
નાઓમિકાની ડેબ્યૂ ફિલ્મમાં પ્રગતિ બીજી હિરોઈન બનશે | Pragati will be the second heroine in Naomika debut film

![]()
– વેદાંગ રૈના બંને હિરોઈનો સાથે રોમાન્સ કરશે
– પ્રગતિની આ ત્રીજી હિન્દી ફિલ્મ હશે, આ વર્ષના અંતે રીલિઝ થવાની ધારણા
મુંબઈ : ડિમ્પલ કાપડિયાની દોહિત્રી નાઓમિકા સરન વેદાંગ રૈના સાથેની ફિલ્મથી ડેબ્યૂ કરી રહી છે. આ ફિલ્મમાં વેદાંગ સાથે બીજી હિરોઈન તરીકે પ્રગતિ શ્રીવાસ્તવની પસંદગી થઈ હોવાની ચર્ચા હતી. હવે એ કન્ફર્મ થયું છે કે પ્રગતિ આ ફિલ્મ માટે સિલેક્ટ થઈ ચૂકી છે. ફિલ્મમાં વેદાંગને પ્રગતિ તથા નાઓમિકા બંને સાથે રોમાન્ટિક રોલમાં દેખાડાશે. પ્રગતિની ‘જનાદેશ’ તથા ‘નખરેવાલી’ પછી આ ત્રીજી ફિલ્મ હશે. ફિલ્મનું ટાઈટલ હજુ નક્કી થયું નથી. મોટાભાગે આ વર્ષના અંતે ફિલ્મ રીલિઝ થશે.



