दुनिया

અમેરિકામાં AI ને કારણે રેકોર્ડ છટણી ટેક સેક્ટર સૌથી વધુ પ્રભાવિત થયું | Record layoffs due to AI in America tech sector hit hardest



– 2026ના પહેલા પાંચ મહિનામાં 87,700 નોકરીઓ ઘટી, જે 2025ના આંકડા કરતા વધુ છે   

ન્યૂયોર્ક: આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની અસર હવે માત્ર કામ કરવાની રીત જ નહીં પરંતુ, નોકરીઓ પર પણ પડી રહી છે. અમેરિકામાં ૨૦૨૬ દરમિયાન જાહેર કરવામાં આવેલી છટણીઓમાં એઆઈ સૌથી મોટું કારણ બની ગયું છે. રિપોર્ટ મુજબ, કંપનીઓ દ્વારા કર્મચારીઓની છટણી માટે એઆઈનો ઉલ્લેખ સતત ત્રીજા મહિને સૌથી વધુ કરવામાં આવ્યો છે.  

જાણીતી કંપનીના આંકડા મુજબ, મે ૨૦૨૬માં અમેરિકન કંપનીઓએ કુલ ૯૭,૦૦૬ નોકરીઓ ઘટાડવાની જાહેરાત કરી હતી. તેમાં લગભગ ૪૦ ટકા છટણી માટે એઆઈને જવાબદાર ગણાવવામાં આવ્યું હતું. પહેલા પાંચ મહિનામાં એઆઈ સાથે જોડાયેલી આશરે ૮૭,૭૦૦ નોકરીઓની કપાત જાહેર થઈ હતી. જે સમગ્ર ૨૦૨૫ના આંકડા કરતા વધારે છે. 

સૌથી મોટો ફટકો ટેકનોલોજી સેક્ટરને પડયો છે. મે મહિનામાં માત્ર ટેક સેક્ટરમાં જ ૩૮,૨૪૨ નોકરીઓ ઘટાડવાની જાહેરાત કરી હતી. જે છેલ્લા લગભગ બે વર્ષમાં સૌથી ઊંચો માસિક આંકડો છે. વર્ષ ૨૦૨૬ દરમિયાન અત્યાર સુધી ટેક સેક્ટરમાં ૧.૨૩ લાખથી વધુ નોકરીઓ કપાઈ ચૂકી છે.જેમાં, કંપનીઓમાં કરવામાં આવેલ પુનઃગઠન સામેલ છે. ઘણી કંપનીઓ કર્મચારીઓ ઘટાડીને એઆઈ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ઓટોમેશન પાછળ ખર્ચ કરી રહી છે. 

રસપ્રદ વાત એ છે કે, છટણીઓ છતાં અમેરિકામાં કુલ રોજગાર બજાર મજબૂત છે. ઘણા સેક્ટર્સમાં નવી ભરતી ચાલુ છે. પરંતુ, માંગ હવે સામાન્ય ઓફિસ કામ કરતા એઆઈ, ડેટા, સોફ્ટવેર અને ટેકનિકલ સ્કીલ્સ ધરાવતા કર્મચારીઓની વધુ છે. એઆઈને કારણે નોકરીઓ સંપૂર્ણપણે ગાયબ થવાને બદલે કામનું સ્વરૂપ ઝડપથી બદલાઈ રહ્યું છે. 



Source link

Related Articles

Back to top button