दुनिया

ચીનના પ્રમુખ જિનપિંગ સાત વર્ષ બાદ ઉત્તર કોરિયાની મુલાકાત લેશે | Chinese President Jinping to visit North Korea after seven years



એશિયાના રાજકીય સમીકરણોમાં નવો વળાંક

ઉ.કોરિયાને પોતાના ડામાડોળ અર્થતંત્રને બેઠું કરવા ચીનની મદદ મળે તેવી શક્યતા

બેઇજિંગ: વૈશ્વિક રાજકારણના આજના સૌથી મોટા સમાચારમાં, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાત વર્ષના લાંબા ગાળા પછી નોર્થ કોરિયાની ઐતિહાસિક મુલાકાતે જઈ રહ્યા છે. વર્ષ ૨૦૨૬માં રાષ્ટ્રપતિ શીનો આ પ્રથમ વિદેશ પ્રવાસ છે. રશિયા, ચીન અને અમેરિકા વચ્ચે બદલાતા સમીકરણો વચ્ચે થઈ રહેલી આ મુલાકાત પર આખી દુનિયાની નજર મંડાયેલી છે.

તાજેતરમાં નોર્થ કોરિયાના શાસક કિમ જોંગ ઉનની રશિયા સાથેની સૈન્ય નિકટતા વધવાથી ચીન અસહજ થયું છે. ચીન પોતાના આ પરંપરાગત સાથી પરનો પ્રભાવ ગુમાવવા માંગતું નથી. 

બીજી તરફ, રશિયા ભલે સૈન્ય મદદ કરતું હોય, પણ નોર્થ કોરિયાને પોતાની ભાંગી પડેલી અર્થવ્યવસ્થા બેઠી કરવા માટે ચીનની આર્થિક મદદની સખત જરૂર છે. 

આ બેઠકમાં બંને દેશો વચ્ચે પ્રવાસન, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સરહદી આર્થિક પ્રોજેક્ટ્સ પર મોટા નિર્ણયો લેવાય તેવી સંભાવના છે.

આ પ્રવાસની સૌથી મોટી કૂટનીતિક ચર્ચા એ છે કે, ચીને હવે પોતાના સત્તાવાર નિવેદનોમાંથી ‘પરમાણુ નિઃશસ્ત્રીકરણ’ શબ્દ હટાવી દીધો છે. નિષ્ણાતોના મતે, આ સંકેત દર્શાવે છે કે ચીને વ્યવહારિક રીતે નોર્થ કોરિયાને પરમાણુ સક્ષમ દેશ માની લીધો છે. ચીનનું આ વલણ ટ્રમ્પ વહીવટીતંત્ર (અમેરિકા) માટે મોટો પડકાર બનશે, કારણ કે ચીનના પીઠબળ સાથે હવે કિમ જોંગ ઉન અમેરિકા સામે વધુ મજબૂતાઈથી સોદાબાજી કરી શકશે.



Source link

Related Articles

Back to top button