दुनिया
'ભારતને ધમકી આપનારાના દાવ ઉલટા પડશે' : પુતિને પશ્ચિમને આપેલી ચેતવણી


– ‘દુનિયાને જે કહેવું હોય તે કહે, પરંતુ ભારત હંમેશાં સ્વતંત્ર રીતે જ કામ કરે છે, તેની વિદેશ નીતિ સંપૂર્ણ રીતે સ્વતંત્ર છે’ : રશિયન પ્રેસિડેન્ટ
સેંટપીટર્સબર્ગ : પ્રમુખ પુતિને ફરી એકવાર ભારતનાં સાર્વભૌમત્વ અને રણનીતિક સ્વાયંત્રતાનું આંતરરાષ્ટ્રીય મંચ ઉપર ફરી એકવાર સમર્થન કર્યું છે. આ રીતે તેઓએ પશ્ચિમનાં દેશોને ખુલ્લો સંદેશો પાઠવ્યો છે કે ભારત ઉપર ‘ત્રાંસી આંખે’ જોનારાને તે મોંઘું પડશે.
પ્રમુખ પુતિને આગળ કહ્યું હતું કે, વડાપ્રધાન મોદીનાં નેતૃત્વ નીચે રહેલાં ભારત ઉપર પ્રતિબંધો મુકી તેને દબાવવાનો કરેલો કોઈપણ પ્રયત્ન ઉલટો જ પડશે અને તેમ કરનારાને તેના ફળ ભોગવવા પડશે. પ્રમુખે આ સાથે કહ્યું હતું કે ભારત એક સાર્વભૌમ રાષ્ટ્ર છે અને તે તેનાં હિતોને લક્ષ્યમાં રાખી નિર્ણયો કરે છે.



