दुनिया

શાંતિ વાટાઘાટો અટકી! ઈરાને અમેરિકા પાસે માંગ્યા 24 અબજ ડૉલર, યુદ્ધ થયું તો મોટા હુમલાની ધમકી | iran us negotiations deadlock 24 billion dollar frozen assets trump



Tehran Demands $24 Billion Frozen Assets From Donald Trump : પશ્ચિમ એશિયામાં ચાલી રહેલી ભારે અશાંતિ વચ્ચે અમેરિકા અને ઈરાન વચ્ચેની રાજકીય વાટાઘાટો સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગઈ છે. તેહરાને સ્પષ્ટ શરત મૂકી છે કે જ્યાં સુધી અમેરિકા દ્વારા ફ્રીઝ કરાયેલા તેના અબજો ડૉલર મુક્ત કરવામાં નહીં આવે, ત્યાં સુધી કોઈ પણ પ્રકારની સમજૂતી શક્ય નથી.

અમે યુદ્ધ જીતી ગયા છીએ: ઈરાનનો દાવો

ઈરાનના સર્વોચ્ચ નેતા મોહમ્મદ મોહતબા ખામેનેઈના સૈન્ય સલાહકાર મોહસેન રેઝાઈએ તેહરાનમાં CNNને આપેલા એક ઇન્ટરવ્યૂમાં મોટો ધમાકો કરતાં કહ્યું છે કે, હાલમાં આ વાટાઘાટો ગતિરોધમાં છે અને હવે નિર્ણય ટ્રમ્પે જ લેવાનો છે. ઇતિહાસમાં આ પહેલીવાર બન્યું છે કે જ્યારે ઈરાન યુદ્ધોમાં વિજયી બનીને ઉભરી આવ્યું છે. 

ઈરાને અમેરિકા પાસે 24 બિલિયન ડૉલર માંગ્યા

આ આખા વિવાદના કેન્દ્રમાં ઈરાનનું ફ્રીઝ થયેલું ફંડ છે. ઈરાન માંગ કરી રહ્યું છે કે અમેરિકા તેના જપ્ત કરાયેલા 24 અબજ ડૉલર તાત્કાલિક મુક્ત કરે. મોહસેન રેઝાઈએ આ રકમ મેળવવા માટેનો આખો પ્લાન રજૂ કર્યો છે. જે અનુસાર બંને દેશો વચ્ચે પ્રારંભિક કરાર પર હસ્તાક્ષર થતાં જ અમેરિકાએ 12 બિલિયન ડૉલર મુક્ત કરવા પડશે. જ્યારે વાટાઘાટોના આગળના તબક્કા દરમિયાન બાકીના 12 બિલિયન ડૉલર મુક્ત કરવાના રહેશે.

આ અમેરિકાની દયા નથી, અમારા પોતાના પૈસા છે: ઈરાન

ઈરાને સ્પષ્ટ કર્યું છે કે આ રકમ કોઈ અમેરિકાની મદદ કે છૂટછાટ નથી, પણ તેમના પોતાના જ પૈસા છે. રેઝાઈએ કહ્યું કે, જો ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન સાથે કોઈ કરાર કરવા માંગતા હોય, તો આ 24 અબજ ડૉલર એ ‘વિશ્વાસની અગ્નિપરીક્ષા’ છે. આ એક એવી પરીક્ષા છે જેમાં અમેરિકાએ પાસ થવું જ પડશે, તો જ આગળનો રસ્તો ખુલશે. આ અમારો પોતાનો જ પૈસો છે, અમેરિકાનો પૈસો નથી. 

ફરી યુદ્ધ થયું તો ખૂબ મોટા હુમલા કરીશું: ઈરાન

જો રાજકીય પ્રયાસો નિષ્ફળ જશે અને ફરીથી લશ્કરી સંઘર્ષ શરૂ થશે, તો ઈરાને અમેરિકાને અત્યંત ગંભીર પરિણામો ભોગવવાની ચેતવણી આપી છે. રેઝાઈએ ચેતવણી આપી છે કે જો અમેરિકા ફરીથી યુદ્ધ શરૂ કરશે, તો ઈરાન આ જંગને માત્ર પર્શિયન ગલ્ફ પૂરતો સીમિત નહીં રાખે, પણ તેને ખૂબ દૂર સુધી “ખેંચી જશે”. ઈરાન હિંદ મહાસાગર, બાબ અલ-મંદબ ખાડી, લાલ સમુદ્ર સુધી હુમલા કરી શકે છે. 

ખામેનેઈ અને ટ્રમ્પની મીટિંગની કોઈ શક્યતા જ નથી: ઈરાન

ઇન્ટરવ્યુ દરમિયાન, રેઝાઈએ વર્તમાન પરિસ્થિતિઓમાં ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈરાનના સર્વોચ્ચ નેતા વચ્ચે કોઈ પણ પ્રકારની સીધી મુલાકાત થવાની શક્યતાને નકારી કાઢી છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, આવું બિલકુલ નહીં થાય. અત્યારે આપણે વાટાઘાટોના પ્રથમ તબક્કામાં છીએ અને ટ્રમ્પે પોતે આ વાટાઘાટોને સ્થિર કરી દીધી છે. આ મુલાકાત અત્યારે શક્ય જ નથી. 

નોંધનીય છે કે આ અઠવાડિયાની શરૂઆતમાં જ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો હતો કે તેઓ ખામેનેઈને મળવા માંગે છે. ટ્રમ્પે કહ્યું હતું કે, હા, હું તેમને મળવા માંગું છું. હું દરેક વ્યક્તિને મળવા ઇચ્છું છું. હું તેમને મળવાનું પસંદ કરીશ અને બધું કેવી રીતે આગળ વધે છે તેના આધારે અમે કદાચ કોઈક સમયે ચોક્કસ મળીશું. 



Source link

Related Articles

Back to top button