दुनिया

કીમ જોંગ ઉને દુનિયાને દર્શાવી એક વધુ પરમાણુ ફેકટરી : અહીં એ બોમ્બ બનાવે છે | Kim Jong Un shows the world another nuclear factory: Here he makes bombs



– વિશ્વ પર તોળાતો એક વધુ પરમાણુ ભય નિરીક્ષકો

– વિશ્વભરમાં પરમાણુ કાર્યક્રમો પર નજર રાખતી યુ.એન.ની સંસ્થાએ કહ્યું હતું કે : ઉત્તર કોરિયા પરમાણુ બોમ્બ બનાવે છે : ઉને તે સાબિત કર્યું

નવી દિલ્હી : ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિંમ જોંગ ઉનનું પરમાણુ શસ્ત્રો બનાવવાનું સ્વપ્ન પુરૃં નથી થતું. ઉને, આજે (૪ જૂને) સમગ્ર દુનિયા સમક્ષ તે ફેકટરી દર્શાવી હતી કે જે પરમાણુ બોમ્બ બનાવવા માટે જરૂરી ફ્યુએલ બનાવે છે. આ સાથે તેણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે અમે અમારી પરમાણુ શક્તિ ઝડપભેર વધારી રહ્યા છીએ.

કોરિયન સેન્ટ્રલ ન્યૂઝ એજન્સી (કે.સી.એન.એ.) એ કહ્યું હતું કે એ કારખાનામાં વધુ એડવાન્સ ટેકનિકનો ઉપયોગ કરાયો છે. જો કે તેઓએ તે નથી દર્શાવ્યું કે તે કારખાનું ક્યાં છે અને ક્યારે કાર્યરત કરાયું છે પરંતુ તેમણે તેમ કહ્યું નથી કે તે ફેકટરી ક્યાં આવી છે અને ક્યારથી કાર્યરત કરાઈ છે.

સરકારી મીડીયાએ પ્રસિદ્ધ કરેલી તસ્વીરોમાં એક મોટું સાઇક્લોટ્રોન દેખાય છે, તે પહેલાં એક મોટા સેન્ટ્રીફ્યુઝન હોલ દેખાય છે. આથી એવું અનુમાન બંધાઈ રહ્યું છે કે તે શુદ્ધ યુરેનિયમ બનાવવામાં વપરાય છે.

આ કારખાનું દર્શાવતાં કીમ જોંગ ઉને ખુલ્લેઆમ કહ્યું હતું કે અમેરિકી સૈન્યના વધી રહેલા ભયનો સામનો કરવા અમે અમારા પરમાણુ શસ્ત્રને વધારવા માગીએ જ છીએ.

કેસીએનએએ કહ્યું કે પ્રમુખે બુધવારે આ પરમાણુ કારખાનાની મુલાકાત લીધી હતી. ઉત્તર કોરિયાની શસ્ત્ર બનાવવા પોઝ પરમાણુ સામગ્રી બનાવવાની ક્ષમતા છે. પાંચ વર્ષના પ્રમાણમાં અમારે બમણી થઇ ગઈ છે.

આ પહેલાં ઉને સપ્ટેમ્બર ૨૦૨૪માં એક ગુપ્ત યુરેનિયમ એનરીપ્ડમેન્ટ પ્લાન્ટ દર્શાવ્યો હતો તે પૂર્વે ૨૦૧૦માં પણ આવી એક ફેકટરી દર્શાવી હતી. ૨૦૧૦માં તેણે યોંગ બ્યાને સ્થિત પરમાણુ કેન્દ્ર અમેરિકી વિજ્ઞાાનીઓએ પણ દર્શાવી હતી.

દક્ષિણ કોરિયાના એકીકરણ મંત્રી ચુંગ ડોંગ યંગે કહ્યું હતું કે ઉત્તર કોરિયા પાસે આવી ૪ ફેકટરી છે. જેમાં યોંગ બ્યાને પણ સામેલ છે તે ફેકટરીઓ સતત કાર્યરત પણ રહે છે.

એટમ બોમ્બ સમૃદ્ધ યુરેનિયમ કે પ્લુટોનિયમમાંથી બનાવાય છે. યોંગ બ્યોંગમાં બન્નેે બનાવવાની સુવિધા છે. આ વર્ષે એપ્રિલ મહિનામાં જ વિયેના સ્થિત ઇન્ટરનેશનલ એટમિક એનર્જી ઇન્સ્ટીટયૂટ (આઈએઇએ) (જે યુનો સાથે સંકલાયેલ સંસ્થા છે)ના ડાયરેકટર જનરલ રાફેલ પ્રોસીએ પત્રકારોને જણાવ્યું હતું કે તેમની એજન્સી ઉ.કોરિયાનાં પરમાણુ મથકો ઉપર નજર રાખી જ રહી છે. દરમિયાન ઉ.કોરિયાએ ફરી સમુદ્રમાં મિસાઇલ ફેક્યું હતું જે તેનું આઠમું પરીક્ષણ હતું. પ્રશ્ન તે છે કે તે શસ્ત્ર ઉ.કોરિયા તેની પરમાણુ તાકાત દુનિયાને દેખાડી રહ્યું છે તો ઉત્તર હા છે. નિરીક્ષકો તો સ્પષ્ટ કહે છે દુનિયા પર તોળાતો આ એક વધુ ભય છે.



Source link

Related Articles

Back to top button