મોદી ટ્રમ્પ મીટીંગ યોજાશે ? ફ્રાંસમાં યોજાનારી જી-7 મીટમાં ટ્રમ્પ જવાના છે | Will Modi Trump meeting take place Trump is going to the G 7 meet to be held in France

![]()
– ભારત જી-7માં સભ્યપદે નથી પરંતુ ફ્રાંસે ‘પાર્ટનર-નેશન’ ગણી નરેન્દ્ર મોદીને જી-7 મીટમાં વિશેષ આમંત્રણથી બોલાવ્યા છે
વૉશિંગ્ટન : વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પ જૂન-૧૫થી ૧૭ વચ્ચે ફ્રાંસનાં એવીયન લ વેઇન્સ ખાતે યોજાનારી જી-૭ પરિષદમાં મળશે તેવી પૂરી સંભાવના છે.
આ વખતની જી-૭ મીટ ઘણી મહત્ત્વની ગણવામાં આવે છે. કારણ કે તેમાં ઘણી બધી બાબતો ચર્ચાવાની છે. આ અંગે પ્રમુખ ટ્રમ્પે કહ્યું હતું કે વ્હાઇટ હાઉસની સાઉથ લોનમાં જ યોજાનારી ડબલ્યુ એફસીની મેચ પછી ૧૪મીની રાત્રે હું પેરિસ જવા નીકળવાનો છું.
તા. ૧૫થી ૧૭ જૂન દરમિયાન યોજાનરી જી-૭ મીટમાં ઘણી બધી બાબતો દાવ ઉપર છે. ફ્રાંસનાં એલિયન લ વેઇન્સનાં રીસોર્ટમાં યોજાનારી આ મીટીંગમાં વૈશ્વિક, પરિસ્થિતિ, ઇરાન-યુદ્ધ ઇન્ડો પેસિફિક સહિત અનેક વિધ બાબતો ઉપર ચર્ચા થવા સંભવ છે. વિશેષત: મોદી અને ટ્રમ્પ વચ્ચે ઇરાન યુદ્ધ વિષે મંત્રણા થાય તે પણ નિશ્ચિત છે. સંભવ તે પણ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ફ્રાંસના પ્રમુખ ઇમેન્યુઅલ મૌશેં વચ્ચે પણ મહત્ત્વની મંત્રણા થશે.
નિરીક્ષકો તેમ પણ માને છે કે ટ્રમ્પે લાદેલા નવા ટેરિફ વિષે પણ મોદી અને ટ્રમ્પ વચ્ચે મંત્રણા થવા સંભવ છે. તે સાથે ટેકનોલોજી ટ્રાન્સફર અને વૈશ્વિક સલામતી વિષે પણ ચર્ચા થશે.
વિદેશ નીતિની તજજ્ઞા રોબીન્દર સચદેવ કહે છે કે જી-૭ મીટમાંથી સમય કાઢી બંને નેતાઓ ટ્રમ્પ અને મોદી એક મંત્રણા યોજાશે તેવી પૂરી સંભાવના છે.



