दुनिया

23 વર્ષ કાનૂની લડતના અંતે બ્રિટનમાં ગુજરાતની મહિલાને છૂટાછેડાના કેસમાં 66 લાખ પાઉન્ડ મળ્યા | uk gujarati woman wins 6 6m historic 23 year divorce battle



UK Gujarati divorce case: બ્રિટનમાં ગુજરાતી મૂળની મહિલાને છૂટાછેડા માટેની 23 વર્ષની કાયદાકીય લડતને અંતે કોર્ટનાં ચુકાદા પછી 66 લાખ પાઉન્ડ (અંદાજે 84.86 કરોડ રૂપિયા)ની રકમ મળી છે. મહિલાની આ કાયદાકીય લડત બ્રિટનનાં ઇતિહાસમાં સૌથી મોટી લડત પૈકીની એક છે.

વર્ષા ગોહિલે વર્ષ 2002માં કરી હતી છૂટાછેડાની અરજી

વર્ષા ગોહિલે મે, 2002માં છૂટાછેડા માટે અરજી કરી હતી. શરૂઆતમાં થોડી રકમ મળ્યા પછી વર્ષા ગોહિલને જાણ થઈ હતી કે તેમના વકીલ પતિ ભદ્રેશ ગોહિલે પોતાની કેટલીક સંપત્તિઓ છુપાવી હતી.

આ દરમિયાન તેમની કાયદાકીય લડતમાં મની લોન્ડરિંગ તપાસને કારણે અવરોધ ઊભો થયો હતો. જેના કારણે 2010માં ભદ્રેશને નાઈજીરિયાનાં એક ક્લાયન્ટથી જોડાયેલા ભ્રષ્ટાચારનાં કેસમાં 10 વર્ષની જેલની સજા સંભળાવવામાં આવી હતી. એક તરફ બ્રિટનની ક્રાઉન પ્રોસેક્યુશન સર્વિસ (સીપીએસ)એ પતિની ગુનાહિત પ્રવૃત્તિઓથી જોડાયેલ લગભગ 28 મિલિયન પાઉન્ડનાં ફંડને જપ્ત કરવાનો આદેશ જારી કરાવ્યો હતો.

કોર્ટ ઓફ અપીલે આખરે લાવ્યો લાંબી લડાઈનો અંત

બીજી તરફ, આ વૈવાહિક સંપત્તિમાં પૂર્વ પત્નીનો કાયદેસરનો કેટલો હિસ્સો રહેશે તે અત્યાર સુધી નક્કી થઈ શક્યું ન હતું. પરંતુ મીડિયા અહેવાલો અનુસાર, બ્રિટનની કોર્ટ ઓફ અપીલે ગયા મહિને આ લાંબી કાયદાકીય લડાઈનો આખરે અંત આણી દીધો છે. કોર્ટે પોતાનો ચુકાદો આપતા સ્પષ્ટ કર્યું છે કે, હવે આ કેસમાં આગળ કોઈ અપીલ કરી શકાશે નહીં, જેનો સીધો અર્થ એ થાય છે કે ગયા વર્ષે હાઇકોર્ટ દ્વારા આપવામાં આવેલા ચુકાદાનો હવે સંપૂર્ણપણે અમલ કરવામાં આવશે.

આ પણ વાંચો: ગુજરાતમાં એસટી કર્મચારીઓએ આંદોલનનું કર્યું એલાન, એક સપ્તાહ સુધી યોજશે વિરોધ કાર્યક્રમ

23 વર્ષની લાંબી કાયદાકીય લડતનો અંત

જસ્ટિસ વિલિયમ્સે 28 મે, 2025ના રોજ પોતાનો ચુકાદો આપતા મહત્ત્વની ટિપ્પણી કરી હતી કે, આ કેસમાં પતિની વર્તણૂક અપ્રામાણિકતા અને તેના ગંભીર પરિણામોના સંદર્ભમાં સૌથી ઉચ્ચ સ્તરની છે. લાંબી કાયદાકીય લડત બાદ, હાલમાં 61 વર્ષની ઉંમરે પહોંચેલા વર્ષા ગોહિલને આખરે તેમના પૂર્વ પતિની કાયદેસરની મિલકતમાંથી 23.82 ટકા હિસ્સા જેટલી મોટી રકમ ચૂકવવામાં આવી છે.



Source link

Related Articles

Back to top button