दुनिया

અઠવાડિયામાં 10-12 કરોડ ખર્ચ કરું છું…’, ભાગેડુ લલિત મોદીએ કમાણીનો સોર્સ કર્યો જાહેર | I spend 10 12 crores a week lalit modi reveals the source of his income



Lalit Modi Reveals The Source Of His Income: IPL એટલે કે ઈન્ડિયન પ્રીમિયર લીગની શરૂઆત કરનાર ભાગેડુ લલિત મોદી ભારતમાં અનેક કાનૂની કેસોમાં ફસાયેલો છે. જોકે, તે પોતાને નિર્દોષ ગણાવે છે. હવે તાજેતરમાં આપેલા એક ઈન્ટરવ્યૂમાં તેણે કહી દીધું કે, ‘હું કોઈના માટે પણ મારી લાઈફસ્ટાઈલ નહીં બદલીશ અને અઠવાડિયામાં 10-12 કરોડ રૂપિયા ખર્ચ કરું છું.’ આ દરમિયાન તેણે એ પણ જણાવ્યું કે તે આ પૈસા ક્યાંથી કમાય છે.

દિવસમાં 1 કરોડથી વધુની કમાણી

એક ન્યૂઝ એજન્સી સાથે વાત કરતા લલિત મોદીએ જણાવ્યું કે, ‘મેં કંઈ ખોટું નથી કર્યું… મેં તમને જણાવ્યું હતું કે હું હીરાની ચમચી (અમીર પરિવારમાં) લઈને જન્મ્યો હતો. જ્યારે તમે મારા પર થોડા કરોડ રૂપિયા લેવાનો આરોપ લગાવો છો, ત્યારે હું તમને જણાવી દઉં કે હું એક દિવસમાં આનાથી વધુ કમાઉં છું. અમે સૌથી મોટા છીએ. કંપની દુનિયામાં ખૂબ મોટી છે. તેની માર્કેટ વેલ્યૂ અઢી લાખ કરોડ રૂપિયા છે.’

લલિત મોદીએ કહ્યું કે, ‘હું ફેમિલી બિઝનેસ અને અન્ય ઈનિશિએટિવ્સ (અન્ય પ્રોજેક્ટ્સ) દ્વારા પૈસાની કમાણી કરું છે. હું તેનો હિસ્સો છું. હું બિઝનેસનો માલિક છું. મેં તે મારા બાળકોને ભેટમાં આપ્યો છે. મારા બાળકો તેના માલિક છે. મારા બાળકો મારો ખર્ચ ઉઠાવે છે. હું ખૂબ જ સુંદર ઘરમાં રહું છું. હું સૌથી શાનદાર જીવન જીવી રહ્યો છું.’

આ પણ વાંચો: ટ્રમ્પને સૌથી મોટો ઝટકો, ઈરાન વિરુદ્ધ યુદ્ધ રોકવા અંગે અમેરિકાની સંસદમાં પ્રસ્તાવ પાસ

તેણે આગળ કહ્યું કે, ‘હું દરેક જગ્યાએ જાઉં છું. તમને શું લાગે છે, હું આ બધું કેવી રીતે કરું છું? શું કારણ છે? હું 10-12 કરોડ રૂપિયા લઉં છું… આ એક અઠવાડિયું પણ નથી ચાલતા… એવું જ છે. હું આ વૈભવ સાથે જ જન્મ્યો છું. હું કોઈના માટે મારી લાઈફસ્ટાઈલ શા માટે બદલું? હું મારું જીવન કોઈ બીજા માટે શા માટે જીવવા લાગું? મારા દાદાજીએ આવું નહોતું કર્યું. મારા પિતા પણ કોઈ બીજા માટે નહોતા જીવ્યા.’

વિજય મલ્યા પર શું બોલ્યા

આ દરમિયાન મોદીને ભાગડુ વિજય માલ્યા અંગે પણ સવાલ પૂછવામાં આવ્યો. તેણે કહ્યું કે, ‘તે મારો મિત્ર છે. વિજયની સ્ટોરી અલગ છે. બરાબર ને? મને નથી ખબર કે તેની શું સમસ્યા છે. પરંતુ તેનો કેસ બેંકો અને આવી જ અન્ય બાબતો સાથે જોડાયેલો હતો. જુઓ, અમે ક્યારેય કોઈની પાસેથી ઉધાર નથી લીધા. મેં ક્યારેય કોઈની પાસેથી પૈસા નથી લીધા. મારે કોઈની પાસેથી પૈસા લેવાની જરૂર જ નહોતી. મેં તો માત્ર પૈસા આપ્યા છે, ફક્ત ચુકવણી કરી છે. અમારા કોઈપણ બિઝનેસમાં બેંકમાંથી લીધેલી કોઈ લોન કે એવી કોઈ વસ્તુ નથી, અને અમારી પાસે કોઈ સરકારી કોન્ટ્રેક્ટ પણ નથી. અમે એક કન્ઝ્યુમર બ્રાન્ડ છીએ. અમે દુનિયાની સૌથી મોટી બ્રાન્ડ છીએ. અમે માર્લબોરો બનાવીએ છીએ. આ દુનિયાની નંબર વન બ્રાન્ડ છે.’



Source link

Related Articles

Back to top button