दुनिया

અમેરિકાઃ ટેક્સાસમાં સિટી હોલ બહાર એક અમેરિકને ભારતીય તિરંગો ફાડતા હોબાળો, સોશિયલ મીડિયા પર આક્રોશ | indian flag insult texas outrage in america



Indian Flag Insult In America: રાષ્ટ્રધ્વજ એ માત્ર કાપડનો ટુકડો નથી, પરંતુ કરોડો લોકોના ગૌરવ, આસ્થા અને સન્માનનું પ્રતીક છે. ભારતના ‘તિરંગા’ પ્રત્યે આપણને સૌને એવો જ અહોભાવ છે. જ્યારે આપણા તિરંગાનું અપમાન થાય, ત્યારે સ્વાભાવિક છે કે દુનિયાભરમાં વસતા ભારતીયોનું દિલ દુભાય. તાજેતરમાં અમેરિકાના ટેક્સાસમાંથી એક એવી જ આઘાતજનક ઘટના સામે આવી છે, જ્યાં ફ્રિસ્કો સિટી હોલની બહાર એક વ્યક્તિએ જાહેરમાં ભારતીય ધ્વજ ફાડી નાખ્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થતા ઇન્ટરનેટ પર ભારે આક્રોશ અને ઉગ્ર ચર્ચા ફાટી નીકળી છે.

શું છે સમગ્ર ઘટના?

અહેવાલો પ્રમાણે, આ વીડિયોમાં દેખાતો માણસ ટેક્સાસનો સ્થાનિક રહેવાસી ક્લેટન વોકર છે. તે ઉત્તર ડલ્લાસ વિસ્તારમાં ભારતીય ઇમિગ્રેશન (સ્થળાંતર)ના વિરોધમાં પ્રદર્શન કરી રહ્યો હતો. વીડિયોમાં જોઈ શકાય છે કે મોંમાં સિગારેટ દબાવીને વોકર ફ્રિસ્કો સિટી હોલની બહાર ભારતના તિરંગો ફાડી રહ્યો છે. આ શરમજનક કૃત્ય દરમિયાન ત્યાં હાજર ભીડ તેને રોકવાને બદલે પ્રોત્સાહન આપી રહી હતી, તાળીઓ વગાડતી હતી અને ‘F** India! F** India!’ જેવા ભારત વિરોધી વાંધાજનક સૂત્રોચ્ચાર કરી રહી હતી.

સોશિયલ મીડિયા પર ફૂટેજ વાઇરલ થયું

આ સમગ્ર ઘટનાનો વીડિયો X પર @ElijahSchaffer નામના યુઝર દ્વારા શેર કરાયો હતો. જોતજોતામાં આ વીડિયો વાઇરલ થઈ ગયો. અત્યાર સુધીમાં તેને લાખો વ્યૂઝ મળી ચૂક્યા છે. આ વીડિયો સામે આવ્યા બાદ લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે અને કમેન્ટ સેક્શનમાં યુઝર્સ આકરી પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

સોશિયલ મીડિયા યુઝર્સે આપ્યો જડબાતોડ જવાબ

ભારતના તિરંગાના આ રીતે થયેલા અપમાન મુદ્દે સોશિયલ મીડિયા યુઝર્સે ભારે નિરાશા વ્યક્ત કરી છે અને નફરત ફેલાવનારાને જડબાતોડ જવાબ આપ્યો છે. જેમ કે… 

– નફરત કરતા ભારત મોટું છે: એક યુઝરે બહુ સરસ વાત લખતા કહ્યું, ‘કોઈપણ દેશનું મૂલ્ય તેના ધ્વજનું અપમાન કરનારાથી નક્કી નથી થતું. તેનું મૂલ્ય એ લાખો-કરોડો લોકોથી નક્કી થાય છે, જે દરરોજ દેશના નિર્માણ, નવીનતા, શિક્ષણ અને પ્રગતિમાં પોતાનું યોગદાન આપે છે. ભારતની કહાની આવી નાની નફરત કરતાં ઘણી મોટી છે.’

– કાયદેસર અને કુશળ લોકો: અન્ય એક યુઝરે ઇમિગ્રેશન મુદ્દે સ્પષ્ટતા કરતા લખ્યું, ‘આ વ્યક્તિ માનસિક રીતે હતાશ દેખાય છે, પણ ધ્વજ ફાડવાથી કોઈ નીતિ બદલાવાની નથી. ભારતીયો અમેરિકામાં H-1B વિઝા પર સંપૂર્ણ કાયદેસર રીતે આવે છે અને તેઓ કુશળ ટેક પ્રોફેશનલ્સ છે, જેમને યુએસ કંપનીઓ પોતાની જરૂરિયાત માટે હાયર કરે છે.’

– કટાક્ષ: એક યુઝરે આ નફરત કરનારા પર કટાક્ષ કરતા લખ્યું, ‘આ લોકોને પોતાના દેશમાં સરખી નોકરી પણ મળતી નથી. બીજા દેશોથી આવેલા કુશળ લોકોની સફળતા પર રડવું એ જ કદાચ આ લોકોનું કામ છે!’

આ પણ વાંચો: છોકરીઓ પાંજરામાં કેદ, 700 લોકોએ દુષ્કર્મ કર્યું… બ્રિટનના સાંસદે કર્યા ચોંકાવનારા ખુલાસા

ભારતીય સમુદાયની સુરક્ષા પર ચિંતા

આ ઘટનાએ ફરી એકવાર વિદેશમાં વસતા ભારતીયોની સુરક્ષા અને ત્યાં વધી રહેલા ભારત વિરોધી તત્ત્વો બાબતે ચર્ચા છેડી દીધી છે. જો કે, નેટીઝન્સના જવાબોએ સાબિત કરી દીધું છે કે આવી હરકતોથી ભારતની વૈશ્વિક છબીને કોઈ નુકસાન પહોંચાડી શકાય તેમ નથી.



Source link

Related Articles

Back to top button