दुनिया

આયોવા સિટીમાં કુટુમ્બ કલેશમાં અંધાધૂંધ ગોળીબાર : કુલ 7 નાં મોત | Indiscriminate shooting in Iowa City amid family feud: Total 7 dead



– ગોળીબારમાં પોતાના જ કુટુમ્બના છ જણાની હત્યા કર્યા પછી બાવન વર્ષીય રીયાન દોડીને નાઠો : પોલીસ પાછળ પડી છેવટે તેણે આત્મહત્યા કરી

ડેસ, મોનીસ : એક કુટુંબ ક્લેશે અયોધ્યા શહેરના મુસ્કેટાઈટ વિસ્તારમાં થયેલી ગોળીબારીમાં ગોળીબાર કરનાર સહિત કુલ સાતનાં મોત થયાં હતાં. સોમવારે બનેલી આ ઘટના અંગે પોલીસે જણાવ્યું હતું કે ગોળીબારનો અવાજ સાંભળી અમે ત્યાં પહોંચી ગયા હતા. ત્યારે ગોળીબાર કરનાર દોડતો દોડતો નાસી ગયો હતો. અમે જોયું કે ઘરના મુખ્ય ખંડમાં છ વ્યક્તિઓ ગોળીબારીમાં મૃત્યુ પામી હતી. પોલીસ ગોળીબાર કરનાર પાછળ પડી. તે દોડતો દોડતો છેક મીસીસીપી નદી સુધી પહોંચ્યો. ત્યાં પોલીસને આવતી જોઈ તેણે પોતાને જ ગોળી મારી આત્મહત્યા કરી હતી.

આ અંગે પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે ગોળીબાર કરનારનું નામ રીયાન વિલીસ મેક ફોર્લેન્ડ હતું. તેને મિલ્કત અંગે કુટુમ્બીજનો સાથે ઝઘડો ચાલતોહતો. તે કુટુમ્બીજનોથી અલગ રહેતો હતો. સોમવારે સાંજે અચાનક ધસી જઈ તેણે તેનાં કુટુમ્બીજનોને બંદૂકનાં નિશાન બનાવ્યા હતા. ગોળીબારનો અવાજ સાંભળતાં પોલીસ ત્યાં પહોંચી ગઈ હતી. આ પછી પોલીસે આજુબાજુમાં રહેતા લોકોને પણ આશ્વાસન આપ્યું હતું અને કહ્યું હતું કે ગોળીબાર કરનારે જ આત્મહત્યા કરી છે તેથી તમારે ભય રાખવાની કે ચિંતા કરવાની જરૂર નથી.



Source link

Related Articles

Back to top button