दुनिया

બિલ્ડિંગ ધરાશાયી, જીવ બચાવવા સબવે સ્ટેશનમાં છુપાયા લોકો…: યુક્રેન પર રશિયાના હુમલામાં 9ના મોત | russia major attack ukraine kyiv dnipro casualties



Russia Launches Major Missile Attack On Ukraine: રશિયા-યુક્રેન યુદ્ધ વધુ ભીષણ બની રહ્યું છે. મંગળવારે વહેલી સવારે રશિયાએ યુક્રેનના મુખ્ય શહેરો કિવ, નિપ્રો અને ખાર્કિવ પર મિસાઈલ અને ડ્રોન દ્વારા મોટા પાયે હવાઈ હુમલા કર્યા હતા. આ હુમલામાં અત્યાર સુધીમાં 9 લોકોના મોત થયાના અને 60 થી વધુ લોકો ઘાયલ થયાના સમાચાર છે.

નિપ્રોમાં 5ના મોત

દક્ષિણ-પૂર્વના આ શહેરમાં રશિયન હુમલામાં 5 લોકોના મોત થયા છે અને 25 લોકો ઘાયલ થયા છે. અહીં રહેણાંક મકાનો અને બાળકોના પ્લે-ગ્રાઉન્ડને ભારે નુકસાન થયું છે.

કિવમાં અનેક બિલ્ડિંગમાં ભારે નુકસાન 

યુક્રેનના પાટનગર કિવમાં 4 લોકોના મોત થયા છે અને 51 લોકો ઈજાગ્રસ્ત થયા છે. મિસાઈલ હુમલાને કારણે 24 માળની બિલ્ડિંગનો કેટલોક ભાગ ધરાશાયી થયો છે, જેમાં લોકો કાટમાળ નીચે દબાયા હોવાની આશંકા છે. કિવના ઓબોલોન જિલ્લામાં પણ મિસાઈલના કાટમાળ પડવાથી ગાડીઓ સળગી ગઈ છે.

ખાર્કિવમાં બાળકો સહિત 10 ઈજાગ્રસ્ત 

અહીં ડ્રોન અને મિસાઈલ હુમલામાં 10 લોકો ઘાયલ થયા છે, જેમાં બાળકોનો પણ સમાવેશ થાય છે.

રશિયાએ પહેલા જ આપી હતી હુમલાની ચેતવણી

યુક્રેનના પ્રમુખ ઝેલેન્સકીએ અગાઉ જ મોટા હુમલાની ચેતવણી આપી હતી. રશિયાએ ગયા અઠવાડિયે જ યુક્રેનની સૈન્ય અને મહત્વની જગ્યાઓને નિશાન બનાવવાની ધમકી આપી હતી. બીજી તરફ, રશિયાના ક્રાસ્નોદાર વિસ્તારમાં આવેલી ઇલસ્કી ઓઇલ રિફાઇનરી પર પણ ડ્રોન હુમલો થયો હોવાના અહેવાલ છે, જે યુદ્ધની વધતી જતી તીવ્રતા દર્શાવે છે.

જીવ બચાવવા સબવે સ્ટેશનમાં છુપાયા લોકો 

કિવમાં હજારો લોકોએ સુરક્ષા માટે સબવે સ્ટેશનોમાં આશરો લીધો છે. યુદ્ધ હવે ચાર વર્ષથી વધુ સમયથી ચાલી રહ્યું છે, અને બંને પક્ષો એકબીજાની પાવર સપ્લાય અને ઓઇલ ફેસિલિટીઝને સતત નિશાન બનાવી રહ્યા છે. અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પનું વહીવટીતંત્ર હાલમાં મધ્ય-પૂર્વના સંઘર્ષો પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું હોવાથી યુક્રેન યુદ્ધના અંતની આશાઓ હાલ તો ક્ષીણ દેખાઈ રહી છે.



Source link

Related Articles

Back to top button