પેન્ક્રિયાઝ કેન્સર સામે સફળતા : નવી દવાના આશાસ્પદ પરિણામો મળ્યા | Success against pancreatic cancer: New drug shows promising results

![]()
– ન્યૂ ઈંગ્લેન્ડ જર્નલ ઓફ મેડિસિન્સમાં અભ્યાસ પ્રકાશિત
– એન્ડવાન્સ સ્ટેજના દર્દીઓનું આયુષ્ય લગભગ બમણું થયું : કેન્સર ફરી ફેલાવવાના સમયમાં વધારો નોંધાયો
ન્યૂ યોર્ક : વિશ્વના સૌથી ઘાતક કેન્સરોમાં ગણાતા પેન્ક્રિયાઝ કેન્સર સામે લડતમાં વૈજ્ઞાાનિકોને મોટી સફળતા મળી છે. એક નવી પ્રાયોગિક ગોળી ઘચચિર્ટહચિજૈમના ક્લિનિકલ ટ્રાયલમાં જાણવા મળ્યું છે કે તે એડવાન્સ સ્ટેજના પેન્ક્રિયાઝ કેન્સરના દર્દીઓનું આયુષ્ય લગભગ બમણું કરી શકે છે.
અમેરિકન સોસાયટી ઓફ ક્લિનિકલ ઓન્કોલોજીના વાષક સંમેલનમાં રજૂ કરાયેલા અને પ્રતિષ્ઠિત ન્યૂ ઈંગ્લેન્ડ જર્નલ ઓફ મેડિસિનમાં પ્રકાશિત થયેલા અભ્યાસમાં ૫૦૦ દર્દીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ તમામ દર્દીઓમાં કેન્સર શરીરના અન્ય ભાગોમાં ફેલાઈ ચૂક્યું હતું અને પરંપરાગત કીમોથેરાપી અસરકારક સાબિત થઈ નહોતી. ઘચચિર્ટહચિજૈમ લેતા દર્દીઓ સરેરાશ ૧૩.૨ મહિના સુધી જીવ્યા. જ્યારે, સામાન્ય કીમોથેરાપી મેળવનારા દર્દીઓનું સરેરાશ આયુષ્ય ૬.૬થી ૬.૭ મહિના રહ્યું એટલે કે નવી ગોળીએ જીવનકાળ લગભગ બમણો કરી દીધો. આ ઉપરાંત કેન્સર ફરીથી વધવા અથવા ફેલાવા માટે લાગતા સમયમાં પણ નોંધપાત્ર વધારો થયો હતો.
ઘચચિર્ટહચિજૈમ શરીરમાં આવેલા ણઇછજી નામના બદલાયેલા જીનને નિશાન બનાવે છે. આ જીન પેન્ક્રિયાઝ ૯૦ ટકાથી વધુ કેન્સરના કેસોમાં જોવા મળે છે અને કેન્સરના કોષોને સતત વધવા માટે સંકેત આપે છે. ઘણા વર્ષોથી વૈજ્ઞાાનિકો ણઇછજીને નિયંત્રિત કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ તેને દવાઓથી કાબૂમાં ન આવતું લક્ષ્ય માનવામાં આવતું હતું. ઘચચિર્ટહચિજૈમ પહેલી એવી દવાઓમાંની એક છે જેણે આ મુશ્કેલ લક્ષ્ય સામે નોંધપાત્ર સફળતા દર્શાવી છે. નવી ગોળી કીમોથેરાપીની સરખામણીએ વધુ સહનશીલ સાબિત થઈ. ગંભીર આડઅસરોની સંખ્યા ઓછી રહી હતી અને દવા બંધ કરવાની ફરજ પડેલા દર્દીઓનું પ્રમાણ પણ નોંધપાત્ર રીતે ઓછું હતું.



