दुनिया

અમેરિકા-ઈરાન વચ્ચે ફરી યુદ્ધ જેવી સ્થિતિ! શાંતિ વાટાઘાટો નિષ્ફળ, આ 3 કારણો જવાબદાર | us iran exchange strikes gulf conflict



US and Iran Exchange Fresh Strikes in Gulf : અમેરિકન સેન્ટ્રલ કમાન્ડ (Centcom) ના જણાવ્યા અનુસાર, ઈરાનની ‘આક્રમક કાર્યવાહી’ના જવાબમાં અમેરિકાએ આ હુમલા કર્યા છે. અમેરિકાનો આરોપ છે કે ઈરાને આંતરરાષ્ટ્રીય જળસીમામાં તેમનું એક ડ્રોન તોડી પાડ્યું હતું. આના જવાબમાં અમેરિકાએ ઈરાનના મિલિટરી ઠેકાણાઓને નિશાન બનાવ્યા. સામે પક્ષે, ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સએ દાવો કર્યો છે કે તેમણે અમેરિકન દળો દ્વારા વપરાતા એક એર બેઝને ટાર્ગેટ કર્યું છે.

 કુવૈત પણ સંઘર્ષમાં સામેલ! 

સોમવારે વહેલી સવારે કુવૈતે એક ગંભીર જાહેરાત કરી છે. કુવૈતનું કહેવું છે કે તેમની એર ડિફેન્સ સિસ્ટમ ‘દુશ્મનના મિસાઇલ અને ડ્રોન હુમલાઓનો’ સામનો કરી રહી છે. કુવૈતમાં પણ અમેરિકાનો બેઝ હોવાથી આ ઘટના ખૂબ જ સૂચક માનવામાં આવે છે.

કેમ નિષ્ફળ ગઈ વાટાઘાટો?

બંને દેશો વચ્ચે મહિનાઓથી ચાલી રહેલું યુદ્ધ સમાપ્ત કરવા માટેના પ્રયાસો હાલમાં અટવાઈ ગયા છે. 

– અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કરારની શરતોમાં ફેરફાર કરવાની માંગ કરી છે.

– આ ફેરફારો હોર્મુઝની ખાડીના શિપિંગ ચેનલ અને ઈરાન પાસેથી ‘હાઈલી એનરિચ્ડ યુરેનિયમ’ હટાવવા બાબતે છે.

– ઈરાનના મુખ્ય નેતાઓનું કહેવું છે કે જ્યાં સુધી ઈરાનના હિતો સુરક્ષિત નહીં થાય, ત્યાં સુધી કોઈ કરાર નહીં થાય.

ટ્રમ્પનું વલણ- શાંત રહો… કરાર થશે જ 

બીજી તરફ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘Truth Social’ પર લખ્યું છે કે ઈરાન ખરેખર એક કરાર કરવા માંગે છે અને તે અમેરિકા માટે સારો રહેશે. તેમણે ટીકાકારોને શાંત રહેવાની અને પરિણામની રાહ જોવાની સલાહ આપી છે.



Source link

Related Articles

Back to top button