दुनिया

ઓપનએઆઈ, એન્થ્રોપિક, સ્પેસએક્સ મળીને રૂ. 6 લાખ કરોડનું રોકાણ ખેંચશે | OpenAI Anthropic SpaceX together to attract Rs 6 lakh crore investment



વૈશ્વિક બજારમાં ‘એઆઈ સુનામી’ની તૈયારીઓ 

ડેટા સેન્ટર્સ, ક્લાઉડ ઈન્ફ્રા, નેટવર્કિંગ ઈન્સ્ટ્રુમેન્ટ્સ જેવી એઆઈ ઈકોસિસ્ટમમાં નવી ઊર્જા જોવા મળશે 

ન્યૂ યોર્ક: ચેટજીપીટી બનાવનાર ઓપનએઆઈ, ઈલોન મસ્કની સ્પેસએક્સ અને એઆઈ સ્ટાર્ટઅપ એન્થ્રોપિક દ્વારા સંભવિત આઈપીઓ અને નવા ફંડિગ રાઉન્ડ્સ વૈશ્વિક એઆઈ સેક્ટરમાં રોકાણની નવી લહેર ઊભી કરી શકે છે. આ ત્રણેય કંપનીઓ મળીને બજારમાંથી આશરે રૂ. ૬ લાખ કરોડથી વધુનું નવું રોકાણ ખેંચી શકે છે. 

એનવીડિયા, માઈક્રોસોફ્ટ, એમેઝોન, આલ્ફાબેટ અને મેટા જેવી કંપનીઓ ડેટા સેન્ટર્સ, એઆઈ ચિપ્સ અને કમ્પ્યુટિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર અબજો ડોલર ખર્ચી રહી છે. હવે, સ્પેસએક્સ, ઓપનએઆઈ અને એન્થ્રોપિક જેવી પ્રાઈવેટ કંપનીઓ પણ મોટા પાયે મૂડી એકત્ર કરવાની હોવાથી સમગ્ર એઆઈ ઈકોસિસ્ટમમાં નવી ઊર્જા જોવા મળી રહી છે. 

વિશ્લેષકોના મતે, રૂપિયા ૬ લાખ કરોડના રોકાણનો ઉપયોગ માત્ર એઆઈ મોડલ્સ વિકસાવવા માટે જ નહીં, પરંતુ ડેટા સેન્ટર્સ, ક્લાઉડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, વીજ પુરવઠા પ્રોજેક્ટ્સ, નેટવકગ ઈન્સ્ટ્રુમેન્ટ્સ અને અદ્યતન ચિપ્સને ડેવલપ કરવા ખર્ચાશે. 

એઆઈની વધતી માંગને પહોંચી વળવા માટે વિશ્વભરમાં વિશાળ કમ્પ્યુટિંગ ક્ષમતાની જરૂરિયાત ઊભી થઈ રહી છે.



Source link

Related Articles

Back to top button