दुनिया

અમેરિકા અને ઈરાન શાંતિ કરારની ખૂબ નજીક, હોર્મુઝ સ્ટ્રેટ ફરી ખૂલે તેવો અંદેશો, બસ એક ‘હા’ની રાહ | strait of hormuz open iran and us peace deal agreement finalise donald trump approval needed soon



Strait Of Hormuz Open: અમેરિકા અને ઈરાન બંને દેશો શાંતિ કરારની ખૂબ જ નજીક છે. AXIOSના રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે અમેરિકા અને ઈરાનના પ્રતિનિધિમંડળે ડીલના તમામ પાસાઓ પર સહમતિ બનાવી લીધી છે. અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની મંજૂરીની રાહ જોવાઈ રહી છે.

હોર્મુઝ જળમાર્ગ ખોલવો કરારનો મુખ્ય મુદ્દો

આ પહેલા અમેરિકન અધિકારીઓએ હવાલો આપતા કહ્યું હતું કે કરારના મુખ્ય મુદ્દાઓમાંથી એક હોર્મુઝને ફરીથી ખોલવાનો છે. હોર્મુઝ વિશ્વના 20 ટકા તેલ અને ગેસ પુરવઠા માટે એક મહત્વપૂર્ણ માર્ગ છે. તણાવ વચ્ચે આ માર્ગ પર ઈરાને નાકાબંધી કરી દીધી હતી, જેનાથી આ જળમાર્ગ બંધ થઈ ગયો હતો.

નાકાબંધીના કારણે પરિવહન પર પડેલી અસર

જળમાર્ગ પર ઈરાનની નાકાબંધી પછી અમેરિકાએ આ વિસ્તારમાં પોતાના નૌસૈનિકો ઉતારીને કેટલાક દરિયાઈ ભાગો પર નાકાબંધી કરી દીધી છે. જેનાથી ઈરાનના બંદરો પર થયેલી અમેરિકાની આ નાકાબંધીએ અવરજવર અને પરિવહન ગંભીર અસર પાડી છે.’

ડીલ બાદ હોર્મુઝ માર્ગ ટોલ-મુક્ત બનશે

સૂત્રો મુજબ બંને દેશો વચ્ચે થયેલી આ ડીલથી હોર્મુઝની અવરજવર કોઈ પણ રોકટોક વગર થઈ શકશે. અમેરિકન અધિકારીઓએ કહ્યું છે કે જહાજો પસાર થવા માટે કોઈ ટોલ લેવામાં આવશે નહીં. ઈરાનને કહેવામાં આવ્યું છે કે કરાર લાગુ થયાના ૩૦ દિવસની અંદર આ માર્ગ પરથી તમામ સુરંગો હટાવી લેવામાં આવશે.

આ પણ વાંચો: 7000 કિમી સ્પીડ, 600 કિમી રેન્જ… ભારતની ‘રુદ્રમ-3’ મિસાઈલનું ઈન્ટિગ્રેટ પરીક્ષણ સફળ, જાણો ખાસિયત

ટોલ સિસ્ટમ સામે અમેરિકાની કડક ચેતવણી

અહીં, અમેરિકન ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટે એક નિવેદનમાં કહ્યું છે કે અમેરિકા હોર્મુઝ પર કોઈ પણ પ્રકારની ટોલ સિસ્ટમને લાગુ કરવાના કોઈ પણ પ્રયાસને સહન કરશે નહીં. વિશેષ રૂપે ઓમાનને એ ખબર હોવી જોઈએ કે U.S. ટ્રેઝરી તે તમામ લોકોને કડક રીતે નિશાન બનાવશે જેઓ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આ જળમાર્ગ માટે ટોલની સુવિધા આપવામાં સામેલ છે. આવા કોઈ પણ ઈચ્છુક સહયોગીને દંડિત કરવામાં આવશે. તમામ દેશોએ ઈરાન દ્વારા વેપારના મુક્ત પ્રવાહને અવરોધિત કરવાના કોઈ પણ પ્રયાસને સંપૂર્ણપણે નકારી કાઢવો જોઈએ. આ ક્ષેત્ર અને વિશ્વને આતંકિત કરવાના તેહરાનના દિવસો હવે પૂરા થઈ ગયા છે.



Source link

Related Articles

Back to top button