दुनिया

સીઝફાયરના ધજાગરા: બંદર અબ્બાસ પર હુમલાના જવાબમાં ઈરાનનો અમેરિકાના એરબેઝ પર ઍટેક | US Iran Clash IRGC Strikes US Airbase After Bandar Abbas Attack Kuwait on High Alert




Bandar Abbas missile strike: અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલી શાંતિ મંત્રણા સતત નિષ્ફળ જતી જોવા મળી રહી છે. આ તણાવ વચ્ચે ખાડી દેશોમાં યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ છે. ઈરાનની એરફોર્સ ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે તેમણે બંદર અબ્બાસ પોઇન્ટ નજીક થયેલા હુમલાના જવાબમાં અમેરિકન એરબેઝ પર જવાબી હુમલો કર્યો છે. બીજી તરફ, આ યુદ્ધની અસર પાડોશી દેશો પર પણ દેખાવા લાગી છે અને કુવૈતે પોતાની સરહદ તરફ આવતી મિસાઇલ અને ડ્રોનને હવામાં જ તોડી પાડવાની શરૂઆત કરી દીધી છે.

ઈરાનનો અમેરિકન એરબેઝ પર મિસાઇલ હુમલો

મીડિયા રિપોર્ટ અનુસાર, ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સે ગુરુવારે જણાવ્યું હતું કે સ્થાનિક સમય મુજબ સવારે 4:50 વાગ્યે તેમણે અમેરિકન એરબેઝને નિશાન બનાવીને મોટી જવાબી કાર્યવાહી કરી છે. આ કાર્યવાહી અમેરિકા દ્વારા ઈરાનના વ્યૂહાત્મક રીતે મહત્ત્વના ગણાતા બંદર અબ્બાસ પોઇન્ટ નજીક કરવામાં આવેલા હુમલાના વિરોધમાં કરવામાં આવી છે. જો કે, ઈરાને હજુ સુધી એ ખુલાસો નથી કર્યો કે તેમણે અમેરિકાના કયા સૈન્ય બેઝ પર આ મિસાઇલ દાગી છે.

IRGCની ખુલ્લી ચેતવણી: ‘ગંભીર પરિણામો ભોગવવા તૈયાર રહે’

ઈરાની સેનાએ અમેરિકાને સીધી અને અત્યંત કડક શબ્દોમાં ચેતવણી આપી છે. ઈરાને સ્પષ્ટ કર્યું છે કે જો અમેરિકા દ્વારા આ પ્રકારના હુમલાનું પુનરાવર્તન કરવામાં આવશે, તો ઈરાન આનાથી પણ વધુ વિનાશક, નિર્ણાયક અને ઘાતક પ્રહાર કરશે. હવે પછીના કોઈપણ ગંભીર અને ભયાનક પરિણામો માટે માત્રને માત્ર હુમલો કરનાર દેશ (અમેરિકા) પોતે જ જવાબદાર રહેશે.

પાડોશી દેશો એલર્ટ પર: કુવૈતે હવામાં જ મિસાઇલ અને ડ્રોન ઉડાવ્યા

બંને દેશો વચ્ચે શરૂ થયેલી આ ભીષણ ગોળાબારીની સીધી અસર હવે સમગ્ર મિડલ ઇસ્ટ અને પાડોશી દેશો પર સ્પષ્ટ દેખાઈ રહી છે. વિસ્તારમાં અચાનક વધેલા યુદ્ધના જોખમને જોતા કુવૈતના સંરક્ષણ મંત્રાલયે સત્તાવાર જાહેરાત કરી છે કે તેઓ પોતાની એરસ્પેસ તરફ આવી રહેલી શંકાસ્પદ મિસાઇલ અને યુએવી (ડ્રોન)ને રડાર દ્વારા ટ્રેક કરીને હવામાં જ નષ્ટ કરી રહ્યા છે, જેથી દેશની સુરક્ષા જળવાઈ રહે.

આ પણ વાંચો: સીઝફાયરનો ભંગ? અમેરિકાનો 3 દિવસમાં બીજી વખત ઈરાન પર હુમલો, ટ્રમ્પ-હું શાંતિ પ્રસ્તાવથી સંતુષ્ટ નથી

બંદર અબ્બાસ પોઇન્ટ પર અમેરિકાના જોરદાર ધડાકા

આ પહેલા બુધવારે મોડી રાત્રે અમેરિકાએ ઈરાનની સરહદની અંદર ઘૂસીને એક મોટા હવાઈ હુમલાને અંજામ આપ્યો હતો. અહેવાલો મુજબ, સ્થાનિક સમય અનુસાર રાત્રે આશરે 1:30 વાગ્યે ઈરાનના પ્રખ્યાત બંદર અબ્બાસ શહેરના પૂર્વીય ભાગમાં એક પછી એક ત્રણ પ્રચંડ ધડાકા સંભળાયા હતા, જેનાથી સમગ્ર વિસ્તાર ધ્રૂજી ઊઠ્યો હતો.

અમેરિકાનો દાવો: ‘સેલ્ફ ડિફેન્સમાં કરી કાર્યવાહી’

એક અમેરિકન અધિકારીએ ન્યૂઝ એજન્સી રોયટર્સને જણાવ્યું હતું કે અમેરિકન સેનાએ રાત્રિ દરમિયાન ઈરાનમાં નવા સૈન્ય ઠેકાણાઓ પર હુમલા કર્યા છે. આ એવા ઠેકાણા હતા જે સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી પસાર થતી અમેરિકન સેના અને વૈશ્વિક કમર્શિયલ જહાજોની અવરજવર માટે મોટો ખતરો ઉભો કરી રહ્યા હતા. અમેરિકાએ સ્પષ્ટ કર્યું છે કે આ સમગ્ર ઓપરેશન માત્ર સેલ્ફ ડિફેન્સના ભાગરૂપે જ કરવામાં આવ્યું છે.



Source link

Related Articles

Back to top button