दुनिया

ઇઝરાયેલી વડાપ્રધાન બેન્જામીન નેતન્યાહૂ હોસ્પિટલમાં : તેઓનાં આરોગ્ય અંગે ચિંતા પ્રસરી | Israeli Prime Minister Benjamin Netanyahu in hospital: Concerns spread about his health



– નેતન્યાહૂ ઉપર કેન્સર અંગે પણ શસ્ત્રક્રિયા કરાઈ હતી : આ વખતે માત્ર દાંતની તકલીફ કહેવાઈ છે : સત્ય હકીકત હજી જાહેર કરાઈ નથી

જેરૂસલેમ : ઇઝરાયલી વડાપ્રધાન બેન્જામીન નેતન્યાહૂને સોમવારે સાંજે જેરૂસલેમની હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. તેઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે તેમ સૌથી પહેલાં સ્થાનિક મીડીયાએ જણાવ્યું હતું કે પછી વડાપ્રધાનનાં કાર્યાલય તરફથી સત્તાવાર નિવેદન પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું કે વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા છે.

ધ ટાઈમ્સ ઓફ ઇઝરાયલ જણાવે છે કે વડાપ્રધાન નેતન્યાહૂને હદસાહ ઐન કેરેમ મેડીકલ સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા છે જ્યાં તેઓને દાંતની તકલીફ અંગે સારવાર અપાઈ રહી છે.

ચિંતાજનક બાબત તે છે કે ૭૬ વર્ષીય આ નેતાની તંદુરસ્તી અંગે ઘણી જ કાળજી રાખવામાં આવી રહી છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં તેઓને વારંવાર હોસ્પિટલમાં સારવાર આપવી પડી છે. આથી ટીકાકારો કહે છે કે તેઓની તંદુરસ્ત અંગે સરકાર પૂરતી માહિતી જનતાને આપતી જ નથી.

સત્તાવાર જાહેરાત પ્રમાણે તો આ ઘટના સામાન્ય લાગે છે પરંતુ નેતન્યાહૂનાં આરોગ્ય અંગે ભાતભાતની અટકળો થઇ રહી છે.

ગયા મહિને નેતન્યાહૂએ પોતે જ સોશ્યલ મીડીયા પોસ્ટ ઉપર જણાવ્યું હતું કે તેમની પ્રોસ્ટેટ ગ્લેન્ડમાં થયેલાં કેન્સરસ ટયુમર અંગે તેમણે હેદયાહ હોસ્પિટલમાં રેડીએશન ટ્રીટમેન્ટ લીધી હતી. વધુ સ્પષ્ટતા કરતાં તેમણે કહ્યું હતું કે ટ્રીટમેન્ટ અંગેના સમાચાર તેમણે જાણી જોઈને મોડેેથી આપ્યા હતા. કારણ કે ઇરાન તે માહિતીનો દુષ્પ્રચાર માટે ઉપયોગ કરે.



Source link

Related Articles

Back to top button