ખિસ્સા ખાલી કરવા તૈયાર થઈ જાઓ! CNGમાં 11 દિવસમાં ત્રીજી વખત ભાવવધારો | cng prices hiked delhi ncr mumbai fuel rates surge crude oil

![]()
CNG Prices Hiked In Delhi : દિલ્હી-NCR સહિત દેશના મુખ્ય શહેરોમાં રહેતા મિડલ ક્લાસ અને વાહનચાલકો માટે આજની સવાર આવી જ કંઈક આંચકાજનક રહી છે. ગ્લોબલ એનર્જી માર્કેટમાં ચાલી રહેલી ઉથલપાથલને કારણે ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ ફરી એકવાર સીએનજી (CNG) ના ભાવમાં મોટો વધારો ઝીંકી દીધો છે. છેલ્લા બે અઠવાડિયા કરતાં પણ ઓછા સમયમાં આ ત્રીજો ભાવવધારો છે, જે દર્શાવે છે કે આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલતી સૈન્ય અસ્થિરતા આપણા રસોડા અને પ્રવાસના બજેટને કેવી રીતે પ્રભાવિત કરે છે.
11 દિવસમાં 5 રૂપિયા મોંઘું થયું CNG
નવા દરો મંગળવાર સવારે 6 વાગ્યાથી લાગુ થઈ ગયા છે. દિલ્હીમાં હવે સીએનજીના ભાવમાં પ્રતિકિલો રૂ. 2નો વધારો કરવામાં આવ્યો છે. આ નવા વધારા સાથે હવે દિલ્હીમાં CNGની કિંમત રૂ. 83.09એ પહોંચી ગઈ છે. માત્ર 11 દિવસના ગાળામાં આ ત્રીજો ઝટકો છે. આ પહેલા શનિવારે પ્રતિકિલો રૂ. 1 અને 15 મેના રોજ રૂ.2નો વધારો કરવામાં આવ્યો હતો. એટલે કે 15મે થી અત્યાર સુધીમાં સીએનજી પૂરા રૂ. 5 મોંઘું થઈ ચૂક્યું છે.
માત્ર દિલ્હી જ નહીં, નોઈડા, ગ્રેટેર નોઈડા અને ગાઝિયાબાદમાં પણ કિંમતો વધીને રૂ. 88.70 થઈ ગઈ છે. દેશની આર્થિક રાજધાની મુંબઈમાં પણ સીએનજીના ભાવ હવે રૂ. 84 એ પહોંચી ગયા છે.
પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પણ આગ
આ માત્ર સીએનજી પૂરતી મર્યાદિત આફત નથી. ત્રણ દિવસ પહેલા જ શનિવારે દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આ મહિનાનો ત્રીજો વધારો ઝીંકાયો હતો. પેટ્રોલમાં પ્રતિલિટર 87 પૈસા અને ડીઝલમાં 91 પૈસાનો વધારો કરાયો છે.



