दुनिया

ટ્રમ્પની હત્યાનો વધુ એક પ્રયાસ? વ્હાઈટ હાઉસ બહાર ફાયરિંગ કરનારો યુવક પોતાને ‘ઈસુ ખ્રિસ્ત’ માનતો હતો | White House Shooting: Trump Safe After Secret Service Death Gunman Nasir Best Outside Residence


White House Shooting: અમેરિકન પ્રમુખના સત્તાવાર નિવાસસ્થાન અને ઓફિસ ‘વ્હાઇટ હાઉસ’ ની બહાર ફરી એકવાર ગોળીબારની સનસનાટીભરી ઘટના સામે આવી છે. 24 મે ના રોજ સવારે બરાબર 4:15 વાગ્યે (સ્થાનિક સમય મુજબ સાંજે 6:00 વાગ્યા આસપાસ) વ્હાઇટ હાઉસ નજીકના 17મી સ્ટ્રીટ અને પેન્સિલવેનિયા એવન્યુ વિસ્તારમાં એક હુમલાખોરે અંધાધૂંધ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. આ સમયે ટ્રમ્પ વ્હાઇટ હાઉસની અંદર જ હાજર હતા. જો કે, યુએસ સિક્રેટ સર્વિસની ત્વરિત કાર્યવાહીને કારણે ટ્રમ્પ સંપૂર્ણપણે સુરક્ષિત છે અને જવાબી કાર્યવાહીમાં હુમલાખોરને સ્થળ પર જ ઠાર મારવામાં આવ્યો છે.

હથિયાર કાઢી એજન્ટો પર કર્યું ફાયરિંગ

યુએસ સિક્રેટ સર્વિસના જણાવ્યાનુસાર, શંકાસ્પદ શૂટર વ્હાઇટ હાઉસની સુરક્ષા ચોકી (ચેક પોઇન્ટ) નજીક પહોંચ્યો હતો. તેણે અચાનક બેકપેકમાંથી બંદૂક કાઢીને ત્યાં તહેનાત સુરક્ષા અધિકારીઓ પર ફાયરિંગ શરૂ કરી દીધું. અણધાર્યા હુમલાથી એ વિસ્તારમાં નાસભાગ મચી ગઈ. ફરજ પરના સિક્રેટ સર્વિસના જવાનોએ તરત જ મોરચો સંભાળ્યો અને વળતો ગોળીબાર કર્યો. સામસામે થયેલા ફાયરિંગમાં હુમલાખોર ગંભીર રીતે ઘાયલ થયો. તેને નજીકની હોસ્પિટલમાં લઈ જવાયો, પરંતુ ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો. આ ઘટનામાં એક સામાન્ય રાહદારી પણ ગોળી વાગવાથી ઘાયલ થયો છે.

કોણ હતો હુમલાખોર નાસિર બેસ્ટ?

તપાસ એજન્સીઓના જણાવ્યાનુસાર, માર્યા ગયેલા બંદૂકધારીની ઓળખ મેરીલેન્ડના 21 વર્ષીય નાસિર બેસ્ટ તરીકે થઈ છે. પ્રાથમિક તપાસ પ્રમાણે, નાસિર માનસિક રીતે અસ્વસ્થ હતો. તે પોતાને ‘ઈસુ ખ્રિસ્ત’ અને ‘સાચો ઓસામા બિન લાદેન’ માનતો હતો. નાસિર અગાઉ પણ સિક્રેટ સર્વિસના રડારમાં આવી ચૂક્યો હતો. 

  • 26 જૂન, 2025: સિક્રેટ સર્વિસના એજન્ટોને ધમકી આપવા બદલ તેની અટકાયત કરાઈ હતી.
  • 10 જુલાઈ, 2025: વ્હાઇટ હાઉસના પ્રતિબંધિત વિસ્તારમાં ઘૂસવાનો પ્રયાસ કરતા કોર્ટે તેને વ્હાઇટ હાઉસથી દૂર રહેવાનો આદેશ આપ્યો હતો, જેનું તેણે ઉલ્લંઘન કર્યું હતું.

તપાસકર્તાઓને તેની ઓનલાઈન સોશિયલ મીડિયા પ્રવૃત્તિઓમાંથી એવી પોસ્ટ્સ પણ મળી હતી, જેમાં તેણે ડોનાલ્ડ ટ્રમ્પને નુકસાન પહોંચાડવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.

ટ્રમ્પની વિવાદિત AI તસવીર 

થોડા અઠવાડિયા અગાઉ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર પોતાની એક AI દ્વારા બનાવેલી તસવીર શેર કરી હતી, જેમાં તેઓ ઈસુ ખ્રિસ્તના અવતારમાં બીમાર લોકોને સાજા કરતા દેખાતા હતા. આ તસવીરની ભારે ટીકા થતા તેને ડિલીટ કરાઈ હતી. આ ઘટનાના થોડા જ સમય બાદ પોતાને ઈસુ ખ્રિસ્ત માનતા નાસિર બેસ્ટે વ્હાઇટ હાઉસ પર હુમલો કર્યો.

ટ્રમ્પ પર અગાઉ થયેલા જીવલેણ હુમલા

માર્ચ 2016-લાસ વેગાસ : રાષ્ટ્રપતિની ચૂંટણીના પ્રચાર દરમિયાન એક રેલીમાં સુરક્ષામાં મોટી ચૂક થવાને કારણે એક વ્યક્તિએ સ્ટેજ પાસે પહોંચીને ટ્રમ્પ તરફથી પોલીસ અધિકારીનું હથિયાર છીનવવાનો પ્રયાસ કર્યો હતો. સુરક્ષા અધિકારીઓએ તરત જ તેની ધરપકડ કરી લીધી હતી. પૂછપરછમાં તેણે ટ્રમ્પને નુકસાન પહોંચાડવાનો ઈરાદો હોવાની કબૂલાત કરી હતી.

ટ્રમ્પની હત્યાનો વધુ એક પ્રયાસ? વ્હાઈટ હાઉસ બહાર ફાયરિંગ કરનારો યુવક પોતાને 'ઈસુ ખ્રિસ્ત’ માનતો હતો 2 - image

જુલાઈ 2024-પેન્સિલવેનિયા : જુલાઈ 2024માં ટ્રમ્પ પર તેમના ચૂંટણી કરિયરનો સૌથી ખતરનાક હુમલો થયો હતો. આ હુમલામાં હુમલાખોરે રેલી દરમિયાન છત પરથી ટ્રમ્પને નિશાન બનાવીને ગોળી ચલાવી હતી. ગોળી ટ્રમ્પના જમણા કાનના ઉપરના ભાગને સ્પર્શીને નીકળી ગઈ હતી. આ હુમલામાં એક પ્રેક્ષકનું મોત થયું હતું અને અનેક લોકો ઘાયલ થયા હતા. સુરક્ષા દળોએ હુમલાખોરને ઘટનાસ્થળે જ ઠાર માર્યો હતો.

ટ્રમ્પની હત્યાનો વધુ એક પ્રયાસ? વ્હાઈટ હાઉસ બહાર ફાયરિંગ કરનારો યુવક પોતાને 'ઈસુ ખ્રિસ્ત’ માનતો હતો 3 - image

સપ્ટેમ્બર 2024, ફ્લોરિડા : ફ્લોરિડાના ટ્રમ્પ ઇન્ટરનેશનલ ગોલ્ફ ક્લબમાં ગોલ્ફ રમી રહેલા ટ્રમ્પ પર 58 વર્ષનો રાયન વેસ્લી 15 સપ્ટેમ્બરે હુમલાના ઈરાદે આવ્યો હતો. જો કે, તે નિષ્ફળ નીવડ્યો હતો અને પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો.  તેની પાસેથી બે ડિજિટલ કેમેરા, ખોરાકથી ભરેલી કાળી પ્લાસ્ટિકની થેલી, SKS સેમી-ઓટોમેટિક રાઇફલ – લગભગ 440 યાર્ડની રેન્જ ધરાવતું હથિયાર મળી આવ્યું હતું.

ટ્રમ્પની હત્યાનો વધુ એક પ્રયાસ? વ્હાઈટ હાઉસ બહાર ફાયરિંગ કરનારો યુવક પોતાને 'ઈસુ ખ્રિસ્ત’ માનતો હતો 4 - image

એપ્રિલ 2026-વોશિંગ્ટન : આજે વોશિંગ્ટનના હિલ્ટન હોટલમાં કોરેસ્પોન્ડન્ટ્સ ડિનર દરમિયાન એક હુમલાખોરે ગોળીબાર કર્યો હતો. આ ગોળીબારને કારણે કાર્યક્રમ સ્થળે નાસભાગ મચી ગઈ હતી. સુરક્ષા દળોએ રાષ્ટ્રપતિ ટ્રમ્પને તેમની ટીમ સાથે સુરક્ષિત બહાર કાઢ્યા હતા. સાથે જ હુમલાખોરની ધરપકડ કરી લેવામાં આવી છે.

ટ્રમ્પની હત્યાનો વધુ એક પ્રયાસ? વ્હાઈટ હાઉસ બહાર ફાયરિંગ કરનારો યુવક પોતાને 'ઈસુ ખ્રિસ્ત’ માનતો હતો 5 - image

મે 2026-પેન્સિલવેનિયા : વ્હાઇટ હાઉસ નજીકના 17મી સ્ટ્રીટ અને પેન્સિલવેનિયા એવન્યુ વિસ્તારમાં એક હુમલાખોરે અંધાધૂંધ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. આ સમયે ટ્રમ્પ વ્હાઇટ હાઉસની અંદર જ હાજર હતા. જો કે, યુએસ સિક્રેટ સર્વિસની ત્વરિત કાર્યવાહીને કારણે ટ્રમ્પ સંપૂર્ણપણે સુરક્ષિત છે અને જવાબી કાર્યવાહીમાં હુમલાખોરને સ્થળ પર જ ઠાર મારવામાં આવ્યો છે.

ટ્રમ્પની હત્યાનો વધુ એક પ્રયાસ? વ્હાઈટ હાઉસ બહાર ફાયરિંગ કરનારો યુવક પોતાને 'ઈસુ ખ્રિસ્ત’ માનતો હતો 6 - image

આ તમામ ઘટનાઓ વચ્ચે વ્હાઇટ હાઉસની આ તાજી ઘટનાએ અમેરિકન પ્રમુખની સુરક્ષા વ્યવસ્થા અને દેશની આંતરિક સુરક્ષા સામે ફરી એકવાર મોટા સવાલો ઊભા કર્યા છે. FBI ની ટીમ સિક્રેટ સર્વિસ સાથે મળીને આ મામલાની ઊંડી તપાસ કરી રહી છે.



Source link

Related Articles

Back to top button