दुनिया

રેલવે ટ્રેક પર પ્રચંડ વિસ્ફોટથી હચમચ્યું પાકિસ્તાનનું ક્વેટા શહેર, 23ના મોત, 53થી વધુ ઈજાગ્રસ્ત | Quetta Blast Suicide Bomb Attack on Train Near Frontier Corps HQ Kills 16 in Pakistan



Quetta Train Blast: પાકિસ્તાનના અશાંત પ્રાંત બલૂચિસ્તાનના ક્વેટા શહેરમાંથી એક મોટા બોમ્બ ધડાકાના સમાચાર સામે આવ્યા છે. અહીં ચમન ફાટક વિસ્તારમાં કેન્ટોનમેન્ટ તરફથી આવી રહેલી એક ટ્રેનને નિશાન બનાવીને રેલવે ટ્રેક નજીક ભયાનક બ્લાસ્ટ કરવામાં આવ્યો છે. આ હુમલો ફ્રન્ટિયર કોરના હેડક્વાર્ટરના ગેટ પાસે જ થયો હતો. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, આ એક આત્મઘાતી (સુસાઈડ) બોમ્બ ધડાકો હતો અને બ્લાસ્ટ બાદ ઘટનાસ્થળે અંધાધૂંધ ગોળીબારના અવાજો પણ સંભળાયા હતા. આ વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે ટ્રેનની એક બોગીના ફુરચેફુરચા ઊડી ગયા હતા અને ટ્રેનના કેટલાક ડબ્બા પાટા પરથી નીચે ઉતરી ગયા હતા.

જાનમાલનું મોટું નુકસાન અને અફરાતફરીનો માહોલ

સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર, આ ભીષણ દુર્ઘટનામાં 23 લોકોના મોત નીપજ્યા છે, જ્યારે 53થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. સત્તાવાર રીતે હજુ આંકડો જાહેર ન કરાયો હોવાથી મૃત્યુઆંક હજુ વધવાની આશંકા છે. બ્લાસ્ટના કારણે ટ્રેનના ડબ્બામાં ભયાનક આગ લાગી ગઈ હતી અને આસપાસનો વિસ્તાર કાળા ડિબાંગ ધુમાડાથી ઘેરાઈ ગયો હતો. રેલવે ટ્રેકની નજીક પાર્ક કરેલા અન્ય કેટલાક વાહનો પણ આ આગની ચપેટમાં આવી ગયા હતા, જેના લીધે ભારે આર્થિક નુકસાન થયું છે.

આ પણ વાંચો: ઈરાન સંવર્ધિત યુરેનિયમનો જથ્થો સરન્ડર કરવા તૈયાર, ન્યૂયોર્ક ટાઈમ્સનો ચોંકાવનારો દાવો

બલૂચિસ્તાનમાં તણાવ વચ્ચે બચાવ કામગીરી શરૂ

બલૂચિસ્તાનમાં છેલ્લા કેટલાક સમયથી સ્થાનિક બલૂચ સંગઠનો દ્વારા શાહબાઝ શરીફ સરકારને સતત અલ્ટીમેટમ આપવામાં આવી રહ્યા છે, જે દરમિયાન આ મોટી આતંકી ઘટના સામે આવી છે. ધડાકાની માહિતી મળતા જ સુરક્ષા દળો અને એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા. હાલ સુરક્ષા એજન્સીઓએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે. ઘાયલોને સારવાર માટે ક્વેટાની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને યુદ્ધના ધોરણે રાહત તથા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે.



Source link

Related Articles

Back to top button