બલૂચ લિબરેશન આર્મી (બીએલએ)એ પાક.ના ઉચ્ચ લશ્કરી ઓફિસરનું અપહરણ કર્યું | Baloch Liberation Army BLA kidnaps top Pak military officer

![]()
– ગુપ્તચર માહિતી મેળવી BLA કલાત વિસ્તારમાં પાક. લશ્કરી ગતિવિધિ ઉપર બરોબર નજર રાખી કલાત પાસેના હાઈવે ઉપરથી તે બંને અધિકારીઓનું અપહરણ કર્યું
કલાત (બલુચિસ્તાન) : બલુચ લિબરેશન આર્મી (બીએલએ)એ પાકિસ્તાનના એરપોર્ટ સિક્યોરીટી ફોર્સ (એએસએફ) વાસીમ અહમદનું અપહરણ હતું. બીએલએના પ્રવક્તા જીયાંદ બલોચે બલુચે જણાવ્યું હતું કે બીએલએની જાસૂસી સંસ્થા ઝીરાબને માહિતી મળી હતી કે પાકિસ્તાનનાં સંરક્ષણ મંત્રાલયમાં કામ કરતા વસીમ અહમદની કાર કલાત પાસેના હાઈવે ઉપરથી જઈ રહી હતી. ત્યારે તેને આંતરી તેમનું અપહરણ કરવામાં આવ્યું હતું અને તેમને અત્યારે અમારી કસ્ટડીમાં રાખવામાં આવ્યા છે.
વાસીમ અહમદ પાકિસ્તાનનાં એરપોર્ટ સિક્યુરીટી ફોર્સમાં ડેપ્યુટી ડીરેકટર પદે સેવા આપી રહ્યા છે. આ પૂર્વે તેમણે મુલતાન, કરાચી તથા મંજગોરમાં પણ સેવા આપી હતી.
આ અધિકારીનાં અપહરણ અંગે બીએનએએ જણાવ્યું હતું કે આ અધિકારીની ગતિવિધિ અંગે અમે પહેલેથી જ નજર રાખી રહ્યા હતા. અને દરેક વાહનોનું સતત ચેકીંગ કરી રહ્યા હતા. તે દરમિયાન તે ઉચ્ચ અધિકારીનું વાહન પણ ચેકીંગમાં પકડાઈ ગયું હતું. જો કે પાકિસ્તાન સરકાર તરફથી તે વિષે કશો પ્રતિભાવ આપવામાં આવ્યો ન હતો.



