2050 સુધીમાં ભારતની વસતી 166 કરોડને પાર! જાણો દેશમાં હિંદુ-મુસ્લિમની વસ્તી કેટલા ટકા વધશે? | India To Have World Largest Muslim Population By 2050 While Remaining Hindu Majority

![]()
Hindu-Muslim Population in India : ભારતમાં હિંદુઓની વસ્તીને લઈને એક અહેવાલના આંકડાએ સૌ કોઈને ચોંકાવી દીધા છે. પ્યૂ રિસર્ચના અહેવાલ અનુસાર વર્ષ 2010માં દુનિયાની કુલ આબાદી લગભગ 6.9 અબજ હતી, જે વર્ષ 2050માં વધીને 9.3 અબજની આસપાસ પહોંચવાની સંભાવના છે. તો બીજી તરફ મુસ્લિમ સમુદાયની વસ્તીમાં પણ તેજીથી વૃદ્ધી થવાનું અનુમાન લગાવાઈ રહ્યુ છે.
વર્ષ 2050 સુધીમાં કેટલી હશે વસ્તી?
ભારતમાં આ સમયે વસ્તીગણતરી ચાલી રહી છે અને માનવામાં આવે છે કે આ વસ્તી ગણતરી પુરી થતાની સાથેજ દેશની વસ્તીના આંકડાઓમાં મોટો બદલાવ જોવા મળી શકે છે. ના માત્ર ભારતની પરંતુ વર્ષ 2050 સુધીમાં દુનિયાની ધાર્મિક આબાદીમાં પણ સૌથી મોટો ફેરફાર જોવા મળી શકે છે. અમેરિકન થિંક ટેંક પ્યૂ રિસર્ચના એક રિપોર્ટ અનુસાર આગામી દાયકાઓમાં મુસ્લિમ આબાદીમાં પણ સૌથી મોટો ફેરફાર જોવા મળી શકે છે. તેવીજ રીતે હિંદુઓની વસ્તીમાં પણ વધારો જોવા મળી શકે છે. રિપોર્ટમાં એવો દાવો કરાયો છે કે ભારત વર્ષ 2050 સુધી હિંદુ બહુસંખ્યક દેશ બનેલો રહેશે, પરંતુ તેની સાથેજ દુનિયામાં સૌથી વધુ મુસ્લિમ આબાદી પણ ભારતમાં જ રહેશે. વર્તમાન સમયમાં ઈન્ડોનેશિયા દુનિયાનો સૌથી વધુ મુસ્લિમ વસ્તી ધરાવનારો દેશ છે, પરંતુ આગામી વર્ષોમાં આ સ્થિતિ બદલાઈ શકે છે. રિપોર્ટ અનુસાર વર્ષ 2050 સુધીમાં હિંદુ વસ્તીની સાથે સાથે મુસ્લિમોની આબાદી પણ વધી જશે.
વર્ષ 2050 સુધી કેટલી હશે હિંદુ અને મુસ્લિમની વસ્તી?
પ્યૂ રિસર્ચના રિપોર્ટ અનુસાર વર્ષ 2010માં દુનિયાની કુલ વસ્તી લગભગ 6.9 અબજ હતી. જે વર્ષ 2050 સુધી વધીને 9.3 અબજ સુધી પહોંચી શકે છે. આ સમયગાળા દરમિયાન મુસ્લિમ સમુદાયની વસ્તીમાં પણ તેજીથી વૃદ્ધી થવાનું અનુમાન લગાવાઈ રહ્યુ છે. રિપોર્ટ અનુસાર વર્ષ 2010ના મુકાબલે વર્ષ 2050માં મુસ્લિમોની વસ્તી લગભગ 73 ટકા સુધી વધી શકે છે. જ્યારે હિંદુઓની વસ્તીમાં પણ 34 ટકાનો વધારો થઈ શકે છે. રિપોર્ટ પ્રમાણે વર્ષ 2010માં દુનિયાની અંદર મુસ્લિમોની આબાદી લગભગ 1.6 અબજ સુધી હતી, જે વર્ષ 2050 સુધીમાં વધીને લગભગ 2.76 અબજની આસપાસ પહોંચી જશે. બીજી તરફ હિંદુઓની વસ્તી 1.3 અબજથી વધીને 1.38 અબજ સુધી પહોંચી શકે છે.
દુનિયાની વસ્તીમાં કેટલો હશે હિસ્સો?
પ્યૂ રિસર્ચના રિપોર્ટના આંકડાઓ અનુસાર વર્ષ 2010માં દુનિયાની કુલ વસ્તીમાં મુસલમાનોની હિસ્સેદારી 23.2 ટકા હતી, જે વર્ષ 2050 સુધી વધીને 29.7 ટકા રહી શકે છે. તો બીજી તરફ હિંદુઓની વસ્તીની હિસ્સેદારી 15 ટકાથી ઘટી 14.9 ટકા સુધી રહેવાનું અનુમાન છે. રિપોર્ટમાં એ વાતનો પણ ઉલ્લેખ કરાયો છે કે, આગામી 4 દાયકાઓમાં ઈસાઈ સમુદાય દુનિયાનો સૌથી મોટો ધાર્મિક સમૂહ બની જશે. સાથેજ મુસ્લિમ આબાદી પણ તેમની સમકક્ષ પહોંચી જશે.
ભારતમાં શું હશે સ્થિતિ?
રિપોર્ટ અનુસાર ભારતમાં વર્ષ 2050 સુધી હિંદુઓની વસ્તી સૌથી વધુ રહેશે. અનુમાન એવા પણ લગાવવામાં આવી રહ્યા છે કે વર્ષ 2050 સુધી 1.29 અબજ સુધી હિંદુઓની વસ્તી પહોંચી શકે છે. તો મુસ્લિમોની આબાદી પણ 31 કરોડથી વધુ પહોંચવાનું અનુમાન લગાવાઈ રહ્યુ છે. એટલે કે દુનિયાની કુલ મુસ્લિમ આબાદીનો લગભગ 11 ટકા હિસ્સો એકલા ભારતમાં જોવા મળશે. જો આ અનુમાન સાચુ સાબિત થાય તો વર્ષ 2050 સુધી ભારતની કુલ વસ્તી 166 કરોડને પાર થઈ શકે છે. જેમાં 78 ટકા હિંદુ અને 18 ટકા મુસ્લિમ સમુદાયના લોકો સામેલ હશે. બીજી તરફ વર્ષ 2011ની વસ્તીગણતરીના અનુસાર ભારતની વસ્તી 121 કરોડથી વધુ હતી, જેમાં હિંદુઓની સંખ્યા 96.63 કરોડ અને મુસ્લિમોની સંખ્યા 17.22 કરોડ હતી. કુલ આબાદીમાં હિંદુઓની હિસ્સેદારી 79.8 ટકા અને મુસ્લિમોની 14.2 ટકા હતી. આ સિવાય ઈસાઈ 2.3 ટકા અને સિખ સમુદાયનો 1.7 ટકા આબાદીનો હિસ્સો હતો.



